વડોદરા મહાનગરપાલિકામાં PHW અને FW માટેની ભરતી

VMC Bharti 2023

VMC Recruitment 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ પબ્લિક હેલ્થ વર્કર (PHW) અને ફિલ્ડ વર્કર (FW) ભરતી 2023 માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અહીંથી શૈક્ષણિક લાયકાત, ખાલી જગ્યાઓ, વય મર્યાદા, મહત્વપૂર્ણ તારીખો વગેરે જેવી તમામ વિગતો ચકાસી શકે છે.


વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 – VMC PHW & FW Recruitment 2023

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના “મેલેરિયા મુક્ત ગુજરાત-2023 અભિયાન” અંતર્ગત વાહક જન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે U-PHC ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ખાલી નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવે છે. જેની તમામ વિગતો નીચે આપેલ છે અને ધ્યાનપૂર્વક વાંચવી.

કુલ જગ્યાઓ:


 • પબ્લિક હેલ્થ વર્કર (FHW): 106 જગ્યાઓ
 • ફિલ્ડ વર્કર (પુરુષ) (FW): 448 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત તથા અનુભવ:


પબ્લિક હેલ્થ વર્કર (FHW):

 • ધોરણ 12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.

 • વડોદરા મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.

 • કોમ્યુટર બેઝિક કોર્સ પાસ.

 • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય.

 • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

ફિલ્ડ વર્કર (પુરુષ) (FW):

 • ઓછામાં ઓછું 8 પાસ.

 • સાયકલ ચલાવતા આવડવું જોઈએ.


 • આરોગ્ય લક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય.

 • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

પગાર:


 • પબ્લિક હેલ્થ વર્કર (FHW): માસિક 12,130 (ઉચ્ચક)

 • ફિલ્ડ વર્કર (પુરુષ) (FW): માસિક 9,350 (ઉચ્ચક)

વયમર્યાદા:


 • પબ્લિક હેલ્થ વર્કર (FHW): જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ નહીં.

 • ફિલ્ડ વર્કર (પુરુષ) (FW): જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ નહીં.

નિમણૂકની મુદ્દત:


 • પબ્લિક હેલ્થ વર્કર (FHW): તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત.

 • ફિલ્ડ વર્કર (પુરુષ) (FW): તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત.

સંપર્ક:


સદર ભરતી બાબતે વધુ વિગત મેળવવા માટે આરોગ્ય મુખ્ય કચેરીમાં રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન Extension No. 0265-2314316, 17, 18 થી Internal No. 293 પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *