GSEB Board Exams 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023 થી શરૂ થશે અને 28 માર્ચ 2023 ના રોજ પૂરી થશે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો સમયગાળો સવારે 10 વાગ્યાથી બપોરના 1:15 વાગ્યા સુધીનો છે. ધોરણ 10 માં પેપર 80 માર્કસનું રહેશે.
ધોરણ 12 સાયન્સ માટે 14 માર્ચ 2023 થી પરીક્ષા ચાલુ થશે અને 25 માર્ચ 2023 ના રોજ પરીક્ષા પૂરી થશે. પરીક્ષાનો સમયગાળો બપોરે 3 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યાનો રહેશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 14 માર્ચ 2023 ના રોજ પરીક્ષા શરૂ થાય છે અને 29 માર્ચ 2023 ના રોજ પરીક્ષા પૂરી થશે. જેમાં આર્ટસ રાખ્યું હોય તેમનું પેપર સવારે 10:30 થી બપોરે 1:45 સુધીનું રહેશે અને કોમર્સ વાળાને બપોરે 3 વાગ્યાથી 6:15 સુધીનું પેપર રહેશે.
ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહમાં 20 માર્ચ 2023 થી પરીક્ષા શરૂ થશે અને 29 માર્ચ 2023 ના રોજ પરીક્ષા પૂરી થશે. જેમનો પરીક્ષાનો સમયગાળો બપોરે 3 વાગ્યાથી સાંજે 6:15 સુધીનો રહેશે.
Contents
hide