પંચાયત બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ

Junior Clerk Exam Cancel


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તારીખ 29/01/2023 ના રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર સવારે વહેલા જ નોટિસ મૂકી દેવામાં આવી હતી કે જુનિયર ક્લાર્કની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે અને ટૂંક સમયમાં નવી તારીખ પણ જાહેર કરવામાં આવશે.


જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ:

જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબી) ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 29/01/2023 રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાનાર હતી. તારીખ 29/01/2023 ના રોજ વહેલી સવારે પોલીસને મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. ઉપરોક્ત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તારીખ 29/01/2023 ના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવા મંડળ તરફથી નિર્ણય લેવામાં આવે છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યક્ત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોક્ત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરિત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટૂંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવે છે.

વધુમાં ગુજરાત પંચયત સેવા પસંદગી મંડળની કચેરી બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ કચેરી બહાર અનિચ્છનીય બનાવ ન બને. કર્મયોગી ભવન બહાર પણ પોલીસ બંદોબસ ગોઠવી દેવામાં આવનાર છે તેની નોટિસ પણ બહાર પાડવામાં આવી છે. વધુમાં દરેક વિધાર્થીઓને જે મુશ્કેલીઓ પડી તેના માટે મંડળ તરફથી ખેદ વ્યક્ત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મૂળ રહેઠાણે પરત જવા માટે ગુજરાત એસ. ટી. બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે ઉમેદવાર પોતાની હોલ ટિકિટ એટલે કે પ્રવેશપત્ર બતાવીને અને પોતાનું અસલ ઓળખપત્ર બતાવીને મુસાફરી ફ્રીમાં કરી શકશે. ઉમેદવાર વિનામૂલ્યે પોતાના મૂળ વતન જઈ શકશે તે માટે મંડળ દ્વારા પોતાની અધિકારીત વેબસાઇટ ઉપર નોટિસ જાહેર કરી દેવામાં આવી છે.

Junior Clerk Exam 2023Free Bus Ticket GPSSB Junior ClerkLeave a Reply

Your email address will not be published. Required fields are marked *