પંચાયત બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને અગત્યની સૂચનાઓ

GPSSB Junior Clerk Exam 2023

GPSSB Junior Clerk Exam 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તારીખ 24/01/2023 ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે અને આ સૂચનો મુજબ તમારે પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવવાનો રહેશે અને આ સૂચનો મુજબ તમારી જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. મિત્રો જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ 29/01/2023 ના રોજ રવિવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી લેવામાં આવવાની છે.


જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે અગત્યની સૂચનાઓ – Advisory For Junior Clerk Exam 2023:


જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 29/01/2023 ના રોજ નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્રો ખાતે સવારે 11:00 વાગ્યાથી 12:00 વાગ્યા દરમ્યાન યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા ખૂબ જ વિશેષ પ્રમાણમાં હોઈ, પરીક્ષાના દિવસે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવામાં તકલીફ ન થાય તે ધ્યાનમાં રાખી દરેક ઉમેદવારોને તેનું પરીક્ષા કેન્દ્ર જે શહેરમાં આવેલું હોય તે શહેરમાં પરીક્ષાના આગળના દિવસે પહોંચી જાય તેવી સલાહ દરેક ઉમેદવારોને આપવામાં આવે છે. જેથી પરીક્ષાના દિવસે તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે નહીં.

પરીક્ષાના દિવસ માટે સૂચન:

પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવાર માત્ર પોતાનું પ્રવેશપત્ર, પેન અને ઓળખના પુરાવા માટેનું એક અસલ ઓળખપત્ર (આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ વિગેરે લઈને) પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ મેળવી શકશે.

કોઈપણ ઉમેદવાર મોબાઈલ, સ્માર્ટવોચ, બ્લૂટૂથ, કેમેરા, ઇયરફોન, લેપટોપ વિગેરે ગેજેટ કે પુસ્તક, અન્ય કોઈપણ સાહિત્ય, બેગ વિગેરે પ્રકારની કોઈપણ વસ્તુ લઈને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે નહીં. જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલા પોલીસ દ્વારા ફ્રીસ્કિંગ કરવામાં આવનાર હોઈ જેથી પરીક્ષા કેન્દ્ર ખાતે આવી વસ્તુઓ સાથે ના લાવવા દરેક ઉમેદવારોને જણાવવામાં આવે છે.

ઉમેદવાર માટેની સૂચનાઓ:

 • આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં આપનો પ્રવેશ મંડળની જાહેર ખબર અને તેને સંબંધિત સુચનાઓને આધારે આપે ઓન લાઇન ભરેલ અરજીપત્રમાંની વિગતોની કોઇ પણ પ્રકારની ચકાસણી કર્યા સિવાય તેમજ તે હેઠળના ડીકલેરેશનના ખરાપણાની આધીન રહીને પ્રોવીઝનલ પ્રવેશ આપવામાં આવે છે. ભવિષ્યમાં આપના અરજીપત્ર અને ડેકલેરેશનમાં ક્ષતિ જણાયે મંડળ ધ્વારા આપને કોઇ પણ તબકકે ગેરલાયક ઠરાવવામાં આવી શકશે.

 • પરીક્ષાખંડમાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે ઓજસની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર કમ પ્રવેશપત્રમાં પોતાનો કલર ફોટો ચોટાડી સાથે અચુક લાવવાનો રહેશે,અન્યથા આ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી. ઓનલાઇન અરજીમાં જેવો ફોટો અપલોડ કરેલ હોય તદૃન તેવો જ ફોટો હાજરીપત્રકમાં ચોંટાડવો ફરજીયાત છે.

 • બેન્ચમાર્ક ડીસએબીલીટી અને લેખનક્ષમતાની મર્યાદા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો જેમને લહિયા/વાચકની સુવિધાની જરુરીયાત હોય તેવા ઉમેદવારોએ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર આ અંગેની સુચના મુજબ જે જિલ્લામાં પરીક્ષા હોય તે જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરી, જરુરીયાત મુજબના આધાર પુરાવા અરજી કરીને લહિયા/વાચક રાખવા માટેની પૂર્વ મંજુરી મેળવી લેવાની રહેશે.મંજુરી વગર લહિયા/વાચક ની સુવિધા મળશે નહિ.

 • પરીક્ષામાં હાજરી આપતી વખતે ઉમેદવારની ઓળખ માટે ઇલેકશન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ,પાનકાર્ડ અથવા આધારકાર્ડ પૈકી કોઇપણ એક ફોટો ઓળખપત્ર અસલમાં ઉમેદવારે સાથે રાખવાનું રહેશે, જે વર્ગનિરીક્ષક માંગે ત્યારે બતાવવાનું રહેશે.

 • ઉમેદવારને પરીક્ષાખંડમાં જે જવાબપત્ર(OMR Sheet) આપવામાં આવશે , તેની ઉપર નિયત કરેલ જગ્યાએ ઉમેદવારે સહી ઉપરાંત પોતાના ડાબા હાથના અંગુંઠાનું નિશાન (થમ્બ ઇમ્પ્રેશન) પણ ફરજિયાતપણે લગાવવાનો રહેશે. અંગુંઠાનું નિશાન લગાવ્યા બાદ ઉમેદવારોને પોતાનો અંગુંઠો રુમાલની મદદથી યોગ્ય રીતે સાફ કરી દેવા સલાહ આપવામાં આવે છે, જેથી તેનુ શાહીનું નિશાન OMR શીટ ઉપર બીજી જગ્યાએ પડે નહિ.

 • OMR ઉત્તરપત્ર ઉપર ઉમેદવારે સ્વહસ્તે નિયત જગ્યાએ EXAM NAME અને EXAM DATE લખી નિયત જગ્યાએ પોતાની સહી કરવાની રહેશે તેમજ OMR ઉત્તરપત્ર ઉપર ઇન્વીજીલેટર (વર્ગનિરીક્ષક) ની સહી કરવામાં આવે તે જોવાનું રહેશે. ઉમેદવારની સહી નહી હોય તો તેવા OMR ઉત્તરપત્રની ચકાસણી કરવામાં આવશે નહી.

 • આપને ફાળવેલ ઉપરોકત પરીક્ષા કેન્દ્રના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે પરીક્ષાના દિવસે સવારે ૯:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. અને આપને ફાળવેલ વર્ગખંડમાં આપની બેઠક ઉપર ૧૦:૧૫ કલાકે હાજર થવાનું રહેશે.

 • પરીક્ષા શરૂ થયા પછીથી કોઇ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળી શકશે નહી તથા આ હેતુલક્ષી પરીક્ષા હોવાથી પ્રશ્નપત્ર લખવાનો સમય પુરો ન થાય ત્યાં સુધી કોઇ પણ ઉમેદવાર પરીક્ષાખંડ છોડી શકાશે નહી.

 • આ પરીક્ષાના પ્રશ્નપત્રનું ઉત્તરપત્ર OMR (ઓપ્ટીકલ માર્ક રીડીગ) પધ્ધતિનું રહેશે. ઉમેદવારોએ તેમાં બેઠક ક્રમાંક આંકડામાં દર્શાવવાનો રહેશે તથા ઉત્તરપત્રમાં જે તે પ્રશ્નના ક્રમ સામે દર્શાવેલ ઉત્તર A B C D E પૈકી યોગ્ય જવાબના ખાનામાં O માં બ્લુ/ બ્લેક બોલ પેનથી સંપૂર્ણ ● આ પ્રમાણે ઘૂંટીને યોગ્ય જવાબ દર્શાવવાનો રહેશે.દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ ‘E’ NOT Attempted રહેશે.ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ઇચ્છતા ન હોય તો E વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કીંગ લાગુ પડશે નહીં.

 • OMR પધ્ધતિથી ઉતરપત્રમાં જવાબો લખતા પહેલા તે અંગેની ઉત્તરપત્ર OMR અને પ્રશ્નપત્ર ઉપર આપેલી સૂચનાઓ અચૂકપણે વાંચવી, પછી જ જવાબો લખવા, OMR ઉતરપત્રમાં સ્વહસ્તે બેઠક ક્રમાંક,પ્રશ્નપુસ્તિકા નંબર આંકડામાં તથા પ્રશ્નપુસ્તિકા કોડ(A,B,C,D,E,F પૈકી જે સીરીઝનું પ્રશ્નપત્ર ઉમેદવારને મળેલ હોય તે) અંગ્રેજી અક્ષરમાં દર્શાવવાનો રહેશે. અન્યથા ક્ષતિયુકત ઉતરપત્ર OMR રદ ગણીને કોમ્પ્યુટર ચકાસશે નહી, જેની જવાબદારી ઉમેદવારની રહેશે. ઉત્તરપત્ર ઉપર અન્ય કોઇ લખાણ કે ઓળખ અંગેના ચિહન કરવા નહીં અન્યથા ઉમેદવારને મંડળ ધ્વારા ગેરલાયક ઠરાવવામાં આવશે.

 • OMR પધ્ધતિથી ઉત્તરપત્રોના મુલ્યાંકન માટે આપના સાચા-ખોટા જવાબ, એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ જવાબ, છેકછાક, અધુરુ ઘુટેલ વર્તુળ તથા છોડી દીધેલ જવાબોને ધ્યાનમાં લઇને ખોટા,છેકછાકવાળા, અધુરુ ઘુટેલુ વર્તુળ,એકથી વધુ વિકલ્પો દર્શાવેલ તથા છોડી દીધેલ જવાબના ગુણનું મુલ્યાંકન પ્રશ્નપુસ્તિકામાં આપવામાં આવેલ સુચનાઓ મુજબ (માઇનસ પધ્ધતિથી) કરવામાં આવશે.પ્રત્યેક ખોટા જવાબ, ખાલી છોડેલ જવાબ,છેકછાક , અધુરુ ઘુટેલુ વર્તુળ,કે એક કરતા વધુ વિકલ્પ માટે પ્રત્યેક જવાબદીઠ ૦.૩૩ માઇનસ ગુણ કાપવામાં આવશે.

 • ઉતરપત્રમાં લખવા માટે બ્લુ/ બ્લેક રંગની બોલ પેનનો જ ઉપયોગ કરવો.અન્ય રંગની બોલપેનનો ઉપયોગ પ્રતિબંધિત છે.પેન્સિલનો ઉપયોગ કર્યો હશે તો ક્ષતિયુકત OMR ઉત્તરપત્ર રદ ગણીને કોમ્પ્યુટર ઉત્તરપત્ર ચકાસશે નહીં જેની જવાબદારી ઉમેદવારની રહેશે. White Ink નો ઉપયોગ પ્રતિબંધિત છે.

 • ઉમેદવારે પરીક્ષાની શરૂઆતમાં હાજરીપત્રકની નીચેના ભાગનું અડધિયુ તેમજ પરીક્ષા પૂર્ણ થયેથી પોતાનું ઉત્તરપત્ર (OMRSheet),પરીક્ષાખંડના નિરીક્ષકશ્રીને પરત સોંપ્યા બાદ જ પરીક્ષાખંડ છોડવાનો રહેશે.તેમ ન કરનાર ઉમેદવારને પરીક્ષામાં ગેરલાયક ઠરાવવામાં આવશે.

 • ઉમેદવાર પરીક્ષાખંડમાં પ્રવેશપત્ર,પેન અને ઓળખના પુરાવા સિવાય કોઇપણ ચીજ સાથે રાખી શકશે નહી.ઉમેદવારે કોઇપણ પુસ્તક,કાગળ,સાહિત્ય, સ્માર્ટવોચ, મોબાઇલ (સ્વીચઓફ કે સાયલેન્ટમોડ કરેલ હશે તો પણ) કેલકયુલેટર,બ્લ્યુટુથ, ઇયરફોન વિગેરે જેવા કોઇ પણ વિજાણું સાધનો રાખવા નહી.આવી વસ્તુ(ઓ) આપની પાસેથી મળી આવશે તો, આપ ગેરલાયક ઠરશો, ઉપરાંત, આવી વસ્તુ(ઓ) જપ્ત કરવામાં આવશે અને શિસ્તભંગના ફોજદારી પગલાને પાત્ર પણ ઠરશો.

 • ઉમેદવારે રફકામ પ્રશ્નપુસ્તિકામાં કરવાનું હોવાથી અલગ રફશીટ આપવામાં આવશે નહી.તેમજ ઉમેદવાર પોતે પણ રફકામ માટે અલગથી કાગળ લાવી શકશે નહી.

 • ઉમેદવાર નકલ કરતા, ગેરરીતી/ગેરશિસ્ત આચરતાજણાશે, તો ઉમેદવારનેગેરલાયક ઠેરવવા ઉપરાંત, ભવિષ્યની પરીક્ષાઓમાં બેસવા માટે પ્રતિબંધ મુકવા ઉપરાંત ફોજદારી પગલા સહીતની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.

 • કોવિડ-૨૦૧૯/૨૦૨૩ અંતર્ગત કેન્દ્ર/રાજય સરકારશ્રી ધ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 • ચેતવણીઃ- મંડળ ધ્વારા થઇ રહેલ આ ભરતી પ્રક્રિયામાં આપ કે આપના વતી અન્ય ત્રાહિત વ્યકિત ધ્વારા મંડળ ઉપર અથવા મંડળના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપર કોઇપણ જાતની ભલામણ, લાગવગ કે દબાણ લાવવાનો પ્રયાસ કરાશે તો, તેવા ઉમેદવારને મંડળ ધ્વારા ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરાશે

 • ઉમેદવારોને લાંચ રૂશ્વત/ લાલચ કે છેતરપીંડી આચરે તેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *