Tabela Loan Gujarat, તબેલા લોન ગુજરાત 2023 : મિત્રો, પશુપાલન કરતા લોકો માટે એક સરસ યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ. ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે બોલ મળશે. સ્વરોજગારી યોજના હેઠળ તબેલા બનાવવામાં માટે રૂપિયા 4,00,000ની લોન આપવામાં આવે છે. જો તમારે પણ તબેલા બનાવવા માટે લોન લેવી છે તો આ પોસ્ટ પુરી વાંચો.
તબેલા લોન યોજના – Tabela Loan Yojana Gujarat
મિત્રો, આ યોજનાનો હેતુ ગુજરાતના જન અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને તેમને પગભર બનાવી શકાય તે છે. આ યોજનામાં લાભ ગુજરાતના અનુસૂચિત જનજાતિના લોકોને મળશે.
આ યોજના હેઠળ લાભાર્થીને રૂપિયા 4 લાખ સુધીની લોન આપવામાં આવશે.
તમારે તબેલા માટેની લૉન લેવી હોય તો આ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે.
તબેલા લોન માટે લાયકાત અને પાત્રતા
અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમિશ્નરશ્રી તકેદારીનું રજૂ કરવાનું રહેશે.
લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી અથવા 55 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. એટલે કે લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
લાભાર્થીએ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.
લાભાર્થીએ જે તબેલાના હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગેની તાલીમ લીધી હોવી જોઈએ.
આ અંગે તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દુધાળા પશુ પાળેલા હોવા જોઈએ.
લાભાર્થીને કામ કરેલ અનુભવ હોવો જોઈએ. લાભાર્થી દૂધ મંડળીના સભ્ય હોવા જોઈએ.
લાભાર્થીએ છેલ્લા 12 માસમાં દૂધ મંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે અને તે અંગેનું તાલીમ / અનુભવ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
કુટુંબમાં કોઈ પણ વ્યક્તિએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ન હોવો જોઈએ.
આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધીરણના 10 ટકા ભરવાનો રહેશે.
વાર્ષિક 4% તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચૂકવવાનું રહેશે.
અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000/- તેમજ શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000/- થી વધારે ન હોય તેમને આ યોજનાનો લાભ મળશે.
તબેલા લોન યોજનામાં કેટલી લોન આપવામાં આવે છે?
તબેલા લોન યોજનામાં રૂપિયા 4,00,000/-ની મર્યાદામાં લોન આપવામાં આવે છે.
લોન પરત કરવાનો સમયગાળો
20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે.
લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની છૂટ રહેશે.
અરજી કોના દ્વારા મોકલવી
આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
અરજી મેળવવાનું સ્થાન
જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https://adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.
તબેલા લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારનો અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર
- અરજદારની રેશનકાર્ડની નકલ
- બેન્ક ખાતાની પાસબુક
- આધાર કાર્ડ નકલ
- અરજદાર દ્વારા સબમિટ કરેલ મિલકતો પુરાવો (બિલ્ડીંગ દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરના છે અને જમીનનો 7/12 અને 8-A અથવા બોજ વગરનો છે)
- ગેરેન્ટર-1ના 7/12 અને 8-A અથવા મકાનના દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ
- જમીનદાર-1 દ્વારા રજૂ કરાયેલ મિલકત અંગે સરકાર દ્વારા મજુંર કરાયેલ મૂલ્યાંકન અહેવાલ
- જમીનદાર-2 દ્વારા રજૂ કરેલ મિલકત અંગે સરકાર માન્યમૂલ્યાંકન અહેવાલ
- બેલીફે રૂ.20/-ના સ્ટેમ્પ પેપર પર એફેડેવીટ સબમીટ કરવાનું રહેશે.
તબેલા લોન યોજના માટે ઓનલાઈન ફોર્મ સબમિશન
- સૌપ્રથમ ગૂગલમાં જઈને aadijatinigam સર્ચ કરો.
- હવે હોમપેજ ખુલશે.
- ત્યાર બાદ હોમ પેજ પર Apply For Loan પર ક્લિક કરો.
- ક્લિક કર્યા પછી “Gujarat Tribal Development Corporation” નામનું નવું પેજ ખુલશે.
- જો તમે પ્રથમ વખત loan Apply કરતાં હોય ટોબ”Loan Apply” કરતા હોય તો “Register Here”પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવાનું રહેશે.
- તમે તમારું વ્યક્તિગત પેજ Login કર્યા બાદ “My Application” માં “Apply Now” કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમને ઘણી યોજના દેખાશે તેમાં તમારે “Self Employment” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે વિગતો અંદર લખવાની રહેશે.
- તમામ વિગતો ભર્યા બાદ અરજીને એક વાર ચેક કરો અને સેવ કરો.
- સેવ કરેલ એપ્લિકેશન નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈ લેવી.
નોંધ-યોજનાની સંપૂર્ણ માહિતી વાંચ્યાં બાદ જ અરજી કરવા વિનંતી