મહેસાણા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ૧૧ માસની કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે. જે મુજબ જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચે મુજબની પોસ્ટ આધારિત જગ્યાઓ ભરવાની થાય છે.
MDM Mehsana Recruitment 2022 – મધ્યાહન ભોજન યોજના ભરતી:
જગ્યાનું નામ:
જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર
જગ્યાની સંખ્યા:
જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર: ૦૧
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર: ૦૫
માસિક મહેનતાણું:
જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર: ૧૦,૦૦૦ મહિને ફિક્સ
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર: ૧૫,૦૦૦ મહીને ફિક્સ
જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર માટેની લાયકાત:
- માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦ ટકા ગુણાંકન સાથેની સ્નાતકની પદવી.
- સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. ની પરીક્ષા પાસ.
- માન્ય યુનિવર્સિટીમાંથી MCA ની ડિગ્રી વાળાને અગ્રિમતા.
- અનુભવ: ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ.
- ડેકટસ્ટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
- આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવવાળાને પ્રથમ અગ્રિમતા.
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર માટેની લાયકાત:
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ/ફૂડ એન્ડ ન્યુટ્રિશન/સાયન્સની ડિગ્રી.
- કમ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ લઈને કરાશે.
- અનુભવ: ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવવાળાને પ્રથમ અગ્રિમતા.
વયમર્યાદા:
ક્રમ ૧ અને ૨ માટે અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૮ વર્ષથી વધુ ઉમર ના હોવી જોઈએ.
વધુ માહિતી:
અરજી ફોર્મ નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજના મહેસાણા કચેરી, બહુમાળી ભવન, બ્લોક ન. ૩, બીજે માળ ખાતેથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રાસીદ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજી માન્ય ગણાશે નહીં.