પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સંબંધિત અગત્યની જાહેરાત

Share This Post

NFSA Ration Card


ગુજરાત રાજ્યના ૭૧ લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોને ડિસેમ્બર મહિનાની અંદર ઘઉ, ચોખા, તુવેરદાળ, ચણા, ખાંડ અને ડબલ ફોર્ટિફાઇડ સોલ્ટ (મીઠું) રાહતદરે “પ્રધાનમંત્રી ગરબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે વિતરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ડિસેમ્બર મહિનાનું જાહેર વિતરણ તારીખ ૧ ડિસેમ્બરના રોજ કરવામાં આવેલ છે. NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગતો નીચે આપેલ છે. 


NFSA Ration Card


“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”:

રાજ્યના NFSA હરથલ સમાવિષ્ટ તમામ ૩.૪૬ કરોડ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ ૧ કિલોગ્રામ ઘઉ અને ૪ કિલોગ્રામ ચોખા મળી કૂલ ૫ કિગ્રા અનાજનું વિનામૂલ્યે વિતરણ ૧૫ ડિસેમ્બરથી કરવામાં આવશે. 

કેટેગરી:

અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબો

આવશ્યક ચીજવસ્તુઓ:

ઘઉ અને ચોખા 

મળવાપાત્ર જથ્થો:

ઘઉ વ્યક્તિ દીઠ ૧ કિગ્રા 
ચોખા વ્યક્તિ દીઠ ૪ કિગ્રા 

ભાવ:

વિનામૂલ્યે

વન નેશન વન રેશનકાર્ડ યોજના:

દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાં રેશનકાર્ડ કઢાવ્યું  હોય પરંતુ ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતાં લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગૂઠા  અથવા આંગળીઓનો ઉપયોગ કરીને પોતાની ઓળખ આપી અન્ન પુરવઠો મેળવી શકે છે. 

રેશનકાર્ડ સંબધિત સેવાઓ અંગેની જાણકારી:

નવું રેશનકાર્ડ મેળવવા , રેશનકાર્ડમાં નામ કમી કરાવવા, નામ ઉમેરવા અથવા તો એડ્રેસમાં સુધારો કરવા, કુટુંબના સભ્યોની વિગતમાં સુધારો કરવા રેશનકાર્ડનું વિભાજન કરવા, ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવા જેવી વિવિધ સેવાઓ માટેની અરજી કરવા digitalgujarat.gov.in પોર્ટલ ઉપર ઘરેબેઠા ઓનલાઈન કરી શકાય છે. 

“અન્ન બ્રમ્હ યોજના”:

રેશનકાર્ડ ન ધરાવતા, ઘર વિહોણા વ્યક્તિ અથવા તો કુટુંબ, અત્યંત ગરીબ અને અશક્ત, નિરાધાર વ્યક્તિ, પરપ્રાંતિય શ્રમિકો, હોસ્પિટલના બિછાને પડેલ જરૂરિયાતમંદ દર્દી અને અનાથ બાળકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાના હેતુસર “અન્ન બ્રમ્હ યોજના” હેઠળ વ્યક્તિ દીઠ ૧૦ કિલો ઘઉ અને ૫ કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે આપવામાં આવે છે. 

લાંબા સમયથી અનાજ ન લેવાથી સાયલન્ટ થયેલ રેશનકાર્ડ ધારકો, આધાર સિડિંગ બાકી હોવાથી, આધાર સિડિંગમાં ક્ષતિ હોવાથી બ્લોક કરાયેલ રેશનકાર્ડ ધારકો નાયબ મામલતદાર પુરવઠા અને જોનાલ ઓફિસર પાસેથી ekyc કરાવીને પોતાને મળવાપાત્ર અન્ન પુરવઠો પુનઃ પ્રાપ્ત કરી શકે છે. ekyc પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારશ્રીની “અન્ન બ્રમ્હ યોજના” હેઠળ વિનામૂલ્યે અનાજ મેળવી શકે છે. 

લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦, ૧૪૪૪૫ તેમજ “My Ration” મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકશે. 

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *