ગુજરાત પંચાયત ભરતી બોર્ડ દ્વારા આજે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ બદલવા માટેની સૂચના આપવામાં આવી છે. આ નોટિફિકેશન મુજબ જુનિયર ક્લાર્કની નવી પરીક્ષા તારીખ ૨૯/૦૧/૨૦૨૩ રાખવામાં આવી છે. નોટિફિકેશનમાં તલાટી કમ મંત્રીની પણ તારીખ બદલવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે અને તલાટી કમ મંત્રીની નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ જશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ઓફિશિયલ સાઇટ ઉપર તમે નવી નોટિફિકેશન જોઈ શકો છો અને અહિયાં પણ તેની લિંક મૂકી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. તારીખ ૮ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા હોઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ ૨૯/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ થી ૧૨ ના સમયગાળા દરમિયાન યોજાશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાનો અભ્યાસક્રમ:
જનરલ નોલેજ – 50 માર્ક
ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ – 20 માર્ક
અંગ્રેજી વ્યાકરણ – 20 માર્ક
ગણિત – 10 માર્ક
કુલ ગુણ – 100
પરીક્ષા કુલ સમય – 60 મિનિટ (એક કલાક)
જનરલ નોલેજ:
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
- ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
- રમતગમત
- ભારતીય રાજનીતિ અને ભારતનું બાંધરણ
- પંચાયતી રાજ
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો
ગુજરાતી ભાષા અને વ્યાકરણ:
- ગુજરાતી સાહિત્ય
- લેખક અને કવિઓ વિશેના પ્રશ્નો
- સમાનાર્થી શબ્દો
- વિરુદ્વાર્થી શબ્દો
- છંદ
- સંધિ
- અલંકાર
- સમાસ
- જોડણી
- રૂઢિપ્રયોગ
- શબ્દકોશ
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ:
- ધોરણ 10 સુધીનું અંગ્રેજી
- સામાન્ય વ્યાકરણ
- ભાષાંતર
- શબ્દરચના
- સ્પેલિંગ સુધારણા
સામન્ય ગણિત:
- ટાઈમ એન્ડ ડિસ્ટન્સ
- સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
- નફો અને ખોટ
- ધનમૂળ
- સંભાવના
- લોહીના સબંધ
- ગુણોત્તર અને પ્રમાણ
- સરેરાશ
- ટકાવારી
- ક્લોક્સ
- કેલેન્ડર
- નંબર એન્ડ સિરીઝ
- સિલોજીમ