જાણો કારના કાચ ઉપર જામી જતી વરાળના કારણો અને તેના ઉપાય

Fog On The Car Glasses & Its Solution
(Image: istockphoto.com)


હાલમાં લગભગ દરેક જગ્યાએ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળામાં અને ચોમાસાની ઋતુ દરમિયાન ગાડી ચલાવતા ચલાવતા કારના કાચ ઉપર થોડી થોડી વારે વરાળ જામી જતી હોય છે અને તમને તેનાથી ગાડી ચલાવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. આજે અમે તમને આ વરાળ ગાડીના કાચ ઉપર કેમ જામે છે અને તેના ઉપાય શું છે તેના વિશે જાણકારી આપવાના છીએ.


શિયાળામાં અને ચોમાસામાં ગાડીના કાચ ઉપર વરાળની સમસ્યા:

શિયાળાની ઋતુમાં અને વરસાદની મોસમમાં જ્યારે તાપમાનમાં ઘટાડો થાય છે, ત્યારે કારની અંદરના કાચ પર ઘણી વાર વરાળ એકઠી થાય છે. કાર ચલાવતી વખતે આવું ઘણી વખત થાય છે અને તેના કારણે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે. ગાડીના કાચ પર વરાળ જામવાનું મુખ્ય કારણ કારની અંદર અને બહારના તાપમાનમાં રહેલો તફાવત છે જેના કારણે ગાડીના કાચ ઉપર વરાળ જામે છે.

વરાળ કેમ જામે છે?

કારનો કાચ એ ઠંડો ગણવામાં આવે છે. જ્યારે તમે ગાડી ચલાવતા હોવ છો ત્યારે બહારનું તાપમાન પણ ઓછું હોય છે. પરંતુ જ્યારે તમે અને બીજા સદસ્યો કારમાં બેસો છો ત્યારે કેબિનની અંદરનું તાપમાન ઉંચુ થઈ જાય છે. આવી સ્થિતિમાં, કારની અંદર અને બહારના તાપમાનમાં તફાવત જોવા મળે છે. જેના કારણે ગાડીના કાચ પર વરાળ જમા થાય છે.

વરાળ જામવાથી શું થઈ શકે છે?

શિયાળાની ઋતુ દરમિયાન અથવા તો ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે આપણે સફરની શરૂઆત કરતાં હોઈએ છે ત્યારે આપણે કાચ સાફ કરીને જ સફર કરતાં હોઈએ છે. આપણે જ્યારે ગાડી ચલાવતા હોઈએ છે અને ત્યારે ગાડીના કાચ ઉપર વરાળ જામવા લાગે છે ત્યારે આપણે તેને સાફ કરી શકતા નથી અને તેને કારણે વધારે વરાળ જામવા લાગે છે અને પછી ધીમે ધીમે આગળનું દેખાવવાનું ઓછું થતું જાય છે. આ કારણથી તમારે અકસ્માત થવાનો ભય વધી જાય છે.

શું છે ઉપાય?

આપણે જ્યારે ગાડીમાં મુસાફરી કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે શ્વાસમાં ઑક્સીજન લેતા હોઈએ છે અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઈડ છોડતા હોઈએ છે. આ કારણે ગાડીના કાચ ઉપર વરાળ જામી જતી હોય છે. જેના કેટલાક ઉપાય તમને અહિયાં જણાવવાના છીએ.

૧) ગાડીના કાચ થોડા ખોલી દેવા. જો તમને બહારની ઠંડી હવાથી કોઈ તકલીફ ના હોય તો તમે ગાડીના કાચ થોડા ખોલી શકો છો. આમ કરવાથી બહારની હવા અંદર આવશે અને બહારનું તાપમાન અને અંદરનું તાપમાન બંને સરખા થઈ જશે અને તમારા ગાડીના કાચ ઉપર વરાળ જામશે નહીં અને બહારની તાજી હવા પણ તમે લઈ શકશો.

૨) AC ચાલુ કરવું અથવા તો હીટર ચાલુ કરવું. જો તમે તરત જ હીટર અથવા તો ગાડીમાં રહેલું AC અથવા તો આગળનો પંખો ચાલુ કરો છો તો ગાડીમાં જામેલી વરાળ તરત જ એક જ મિનિટમાં જતી રહેશે અને તમને ગાડી ચલાવવામાં કોઈ તકલીફ પડશે નહીં. ગાડીમાં એવી સુવિધા આપવામાં આવે છે કે તમે તેને ગાડીના કાચ તરફ જ ચાલુ રાખી શકો છો. અમુક ગાડીઓમા પાછળનાં કાચ માટે પણ સુવિધા આપેલી હોય છે.

સારાંશ:

આમ ઉપર મુજબ તમે ગાડીના કાચ ઉપર જામતી વરાળને દૂર કરી શકો છો અને ગાડી શાંતિથી ચલાવી શકો છો. મિત્રો આ માહિતી એટલા માટે મૂકવામાં આવી છે કે ગાડીના કાચ ઉપર જામતી વરાળના કારણે ઘણા બધા લોકોને નુકશાન થયેલા છે. માટે ગાડી ચલાવતી વખતે તમને આ માહિતીનો ખ્યાલ હોવો જોરૂરી છે જેથી કોઈ અકસ્માત નડે નહીં. આભાર.

Leave a Comment