પક્ષી તો બધાને ગમતા હોય છે અને તેનો અવાજ અને રંગ રૂપ પણ બધાને ગમતા હોય છે પણ આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરવાના છીએ જેને દુનિયાનું સૌથી ખતરનાક પક્ષી ગણવામાં આવે છે. તમે ઘણા બધા પક્ષી જોયા હશે જે શાંત પણ હોય છે અને હિંસક પણ હોય છે પણ તે તમને મારી શકતા નથી. આજે આપણે જે પક્ષી વિશે વાત કરવાના છીએ તે પક્ષી થોડી જ મિનિટોમાં તમને મારી શકે છે. તો ચાલો હવે આપણે આ પક્ષી વિશે આગળ જાણીએ.
(Image: pixabay.com)
જાણો દુનિયાના સૌથી ખતરનાક કેસોવરી પક્ષી વિશે:
ઉપર આપણે જે પક્ષીની વાત કરી તેનું નામ કેસોવરી છે. આ પક્ષીના પંજા એ કોઈ તીક્ષ્ણ હથિયાર જેવા હોય છે. આ પક્ષીના પંજામાં અંગૂઠાની અંદરના ભાગે છરી જેવા નખ હોય છે. જે માણસ અથવા તો બીજા કોઈ પ્રાણીના શરીરને એક જ સેકન્ડમાં ચીરી નાખે તેવા તીક્ષ્ણ હોય છે. જ્યારે આ પક્ષી ભયભીત થાય છે અથવા તો ગુસ્સે થાય છે ત્યારે તે તેના પંજાથી હુમલો કરે છે.
(Image: pixabay.com)
કેસોવરી પક્ષી એ ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમી આફ્રિકાના ગિની નામના દેશમાં દેશમાં જોવા મળે છે.કેસોવરી પક્ષી એ લગભગ છ ફૂટ ઊંચું હોય છે અને તેના શરીર ઉપર કાળા રંગના પિછા જોવા મળે છે અને તેની ડોક ભૂરા કલરની જોવા મળે છે.કેસોવરી પક્ષી એ ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને પાંચ ફૂટ ઊંચો કૂદકો ભરી શકે છે.કેસોવરી એ ઊડી શકતું નથી અને તેના માથે લાલ કલરની કલગી જોવા મળે છે.
કેસોવરી એ પોતાના પરિવાર સાથે વધુ રહેવાનું પસંદ કરે છે અનેકેસોવરીને તરતાં પણ સારી રીતે આવડે છે. આ પક્ષી ખોરાકમાં ફ્રૂટ, લીલોતરી અને અન્ય શાકાહારી ખોરાક ખાય છે. આ પક્ષીની આંખો એકદમ અલગ જ હોય છે અને આ પક્ષીને જોઈને એમ જ લાગે કે આ ગમે ત્યારે હુમલો કરશે. આ પક્ષીના માથા ઉપર મુકુટ જેવું દેખાતું હોય છે તે તેના માથા ઉપર કશુંક વાગે નહીં તેના બચાવ માટે હોય છે.
કેસોવરી પક્ષી એ ૧૪ સેન્ટિમીટર લાંબા લીલા રંગના ઈંડા મૂકે છે. તે જમીન ઉપર માટી અને પાંદળાનો માળો બનાવીને તેમાં ઈંડા મૂકે છે. ઈંડા મૂક્યા બાદકેસોવરી ઈંડાને છોડીને જતું નથી અને ઈંડાની આસપાસ પણ કોઈને આવવા દેતું નથી. જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા બહાર ના આવે ત્યાં સુધી તે બરાબર ખોરાક પણ નથી લેતું અને ઈંડાની સંભાળ રાખતું હોય છે.