મિત્રો આજે આપણે વાદળ ફાટે તેનાથી સર્જાતી તારાજી અને કેમ ફાટે છે તેનાં વિશે જાણીશું. મિત્રો જમ્મુ કાશ્મીર અને મુંબઇ અને અન્ય જગ્યાઓએ વાદળ ફાટવાની ઘટના ચોમાસા દરમ્યાન સર્જાતી હોય છે અને તેમાં કેટલાય લોકો નાં જીવ જતાં હોય છે. . વર્ષ ૨૦૧૩ માં આવેલ કેદારનાથ માં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી અને તેનાં કારણે હજારો લોકોએ પોતાનો જીવ ઘૂમવ્યો હતો.
ચોમાસા દરમ્યાન પહાડો ઉપર દર વખતે વાદળો ફાટવાની ઘટનાઓ બનતી હોય છે અને ન્યૂઝ ચેનલો ઉપર પણ તેની ખબર આવતી હોય છે. ઉત્તરાખંડ , હિમાચલ પ્રદેશ અને જમ્મુ કશ્મિર જેવાં સ્થળોએ તો વાદળો ફાટવા ની ઘટના બનતી રહેતી હોય છે. વાદળ ફાટવાની દરેક ઘટના પોતાની સાથે એક તબાહી લઇને આવે છે અને પોતાના નિશાન છોડીને જાય છે.
વાદળ નું ફાટવું એ કોઈ વૈજ્ઞાનિક શબ્દ નથી. વાદળ ફાટવાની ઘટના વિજ્ઞાન નાં વિકાસ પહેલા પણ થતી રહી છે. પહેલાનાં જમાનામાં એવું માનવામાં આવતું હતું કે વાદળ ફુગ્ગા જેવા હોય છે. એમા પાણી ભરેલું હોય છે. જયાં જયાં વરસાદ પડે છે ત્યાં ત્યાં ધીમે ધીમે પાણી નીકળતું હોય છે. જ્યારે વાદળ ફાટે છે ત્યારે ફુગ્ગામાંથી પાણી નીચે પડે તેમ બહુ જ બધુ પાણી એક સાથે નીચે જમીન ઉપર પડે છે.
પણ વિજ્ઞાનનાં વિકાસ થતા જ જાણવા મળ્યું હતું કે વાદળ એ ફુગ્ગા જેવા નથી હોતા. એ વરાળથી બનેલાં હોય છે. તેમાં હાજર ભેજનાં ટીપાંનાં સ્વરૂપો ભેગા થઈને વરસાદ નાં રૂપમાં જમીન ઉપર પડે છે. વાદળો વિશેની માનવીય ધારાઓ તો બદલાઇ ગઈ પણ આ શબ્દ હજી બદલાયો નથી અને તેને વાદળ ફાટ્યું એમ જ કહેવામાં આવે છે.
વાદળ નું ફાટવું ખરેખર હોય છે શું ?
વાદળ ફાટવાનો મતલબ હોય છે કે એક જ જગ્યા ઉપર બહુ જ પ્રમાણમાં વરસાદ એકસાથે થઈ જવો તેનો આવો અર્થ કાઢવામાં આવે છે. વાવાઝૉડા સાથે કરા પડવા એ પણ વાદળ ફાટવા સમયે સામાન્ય વાત ગણવામાં આવે છે. ૧૦૦ મિલિમિટર પ્રતિ કલાક ની ઝડપે વરસાદ પડે તયારે તેને વાદળ નું ફાટવું એમ કહેવામાં આવે છે. આવા સમય માં પાણીના જે ટીપાં પડતાં હોય છે તેં મોટા હોય છે. આ ઑરોગ્રાફિક લિફ્ટ ને કારણે આવુ થતું હોય છે.
આ જ એક કારણ છે કે વાદળો ફાટવાની ઘટના એ મોટાભાગે પહાડો ઉપર જોવા મળતી હોય છે. પર્વતો ની તળેટીમાં હાજર ગરમ હવા પર્વતો જોડે ટકરાઈ ને ઉપર જવા લાગે છે. જ્યારે આ હવા ઉપર આવેલાં વાદળો સાથે ટકરાય છે ત્યારે વાદળો માં રહેલું પાણીનાં અણુઓ વચચે રહેલું આંતરઆણવિક બળ કમજોર પડી જાય છે. આ કારણે પાણી નાં ટીપાં પણ હવા સાથે ઉપર ઉડવા લાગે છે. આ ટીપાં અન્ય ટીપાં સાથે મળીને મોટા ટીપાં માં સ્વરૂપે છે. આ ટીપાં સંઘનિત થઈ જાય છે પણ ઈલેક્ટ્રો બળ ને કારણે તેં વાદળોથી બહાર નથી નીકળી શકતા. પરિણામે વધારે ભેજવાળા વાદળો નું નિર્માણ થાય છે અને એકઠા થાય છે.
જેમ જેમ પાણીના ટીપાં એકઠા થતા જાય છે તેમ તેમ પાણી ની સંઘનતાં વધવા લાગે છે અને પાણી નું વજન પણ વધવા લાગે છે. વધતા વજનને વાદળો સહન નથી કરી શકતા અને એકસાથે બધું જ પાણી નીચે વરસાવી દે છે. આ વાદળો ને પ્રેગ્નેંન્ટ કલાઉડ એટલે કે ગર્ભવતી વાદળ પણ કહેવામાં આવે છે. આવા વાદળ મોટાભાગે ૧૫ કિલોમીટર જેવા વિસ્તારમાં જ હોય છે. વાદળ ફાટવાનો વિસ્તાર પણ લગભગ ઓછો હોય છે. જેને કારણે એક જ જગ્યા ઉપર આટલો બધો વરસાદ પડવાથી બધુ અસ્તવ્યસ્ત થઈ જતુ હોય છે.