Janva Jevu – જાણવા જેવુ: શું તમે જાણો છો કે ભારતની આ જગ્યાએ ફરવા તમારે જવું હોય તો તેના માટે તમારે તેની પરમીશન એટ્લે કે મંજૂરી લેવી જરૂરી છે ? ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં લોકોને જવા દેવામાં આવતા નથી અને જો તમે ત્યાં જવા જ ઇચ્છતા હોવ તો ત્ય્ય જવા માટે સ્પેશિયલ પરમીશન લેવી પડે છે.
સ્થાનીય લોકોને છોડીને દેશ-દુનિયાના અલગ અલગ ભાગોમાથી આવેલ તમામ ટુરિસ્ટ લોકો માટે ઈનર લાઈન પરમીશન લેવી જરૂરી છે. કેમ કે આ સ્થળો બીજા દેશની સીમાઓ ની નજીક છે. આ કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટુરિસ્ટો ને પરમીશન વગર એન્ટ્રી આપવામાં આવતી નથી. તો આવો જાણીએ તે સ્થળો વિશે જ્યાં તમારે જવા માટે ઈનર લાઈન પરમીશન લેવી પડે છે.
ઈનર લાઈન પરમીશન શું છે ?
ઈનર લાઈન પરમીશન ભારતનો અધિકારીત યાત્રા દસ્તાવેજ છે. જે દેશ વિદેશ થી આવેલ પર્યટકો ને સંરક્ષિત ક્ષેત્રમાં જવા માટેની મંજૂરી આપે છે. આ પરમિટ એક નિશ્ચિત સમય અને સીમા માટે માન્ય હોય છે. વર્તમાનમાં ભારતમાં ત્રણ રાજ્યોમાં આવેલ સ્થળને ફરવા માટેની પરમીશન લેવી પડે છે. જે મિઝોરમ , અરુણાચલ પ્રદેશ અને નાગાલેંડ રાજ્યો છે. આ રાજ્યો સિવાય બીજાં દેશોની પણ બોર્ડર લાઈન ઉપર જવા માટેની પરમીશન લેવી પડતી હોય છે.
નાગાલેંડ :
કોહિમા
કોહિમા એ નાગાલેંડ રાજ્યની રાજધાની છે. મોટા પહાડની ઉપર વસેલું એક ખૂબ જ સુંદર શહેર છે. કોહિમા શહેરની અંદર મોટાભાગે નાગા જનજાતિ ના લોકો વસવાટ કરે છે. આ નાગા જનજાતિ ના લોકોની સંસ્કૃતિ બહુ જ રંગબેરંગી હોય છે અને આ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. કોહિમા શહેરના સંરક્ષિત ક્ષેત્રોમાં ફરવા માટે ઈનર લાઇન પરમિટ જરૂરી બને છે. વિદેશી પર્યટકો ને કોહિમા શહેર ના સંરક્ષિત ક્ષેત્રોમાં ફરવા માટે જિલ્લાના વિદેશી પંજીકરણ અધિકારી જોડે નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી બને છે. નોંધણી કરાવ્યા બાદ ૨૪ કલાક ની અંદર જ વિદેશી પર્યટકો આરામથી ફરી શકે છે.
દિમાપુર
દિમાપુર એ નાગાલેંડ નું સૌથી મોટું શહેર છે. આ જગ્યા નાગાલેંડમાં ફરવા માટેની ખૂબ જ સરસ મજાની જ્ગ્યા છે. આ જગ્યાને નાગાલેંડ નું પ્રવેશદ્વાર પણ કહેવામા આવે છે. દિમાપુર એ ધનસિરી ના તટ ઉપર આવેલું છે. યુરોપિય વિદ્ધનો દ્વારા આ શહેરને ઈંટ સિટીના રૂપમાં વર્ણન કરેલું છે.
મોકોકચુંગ
મોકોકચુંગ એક લોકપ્રિય અને આકર્ષિત જિલ્લા સંગ્રહાલય છે. આ જીલ્લામાં ઢાલ , તલવાર અને અન્ય પરંપરાગત જેવી કે નાગા કલાકૃતિઓ ને પ્રસ્તુત કરે છે. તમને અહિયાથી એક નાગાહિલ્સ નું આકર્ષક દ્રશ્ય પણ જોવા મળશે. દીમાપુર અને કોહિમા પછી નાગાલેંડ નું સૌથી મોટું શહેરી કેન્દ્ર મોકોકચુંગ છે.
અરુણાચલ પ્રદેશ
જીરો
ભારતના અરુણાચલપ્રદેશના જીરો વૈલી સ્થળને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવેલું છે. આ રાજ્યની અંદર દેશ-વિદેશના પર્યટકો ને જોવા માટે એક સરસ મજાનું ટુરિસ્ટ સ્થળ છે. તેમાં આ જીરો વૈલી ખૂબ જ પ્રસિદ્ધ શહેર છે. તમારે આ સ્થળને જોવા માટે ઈનર લાઇન પરમીશન લેવી જરૂરી બને છે.
તવાંગ
તવાંગ શહેર ની અંદર ૪૦૦ વર્ષ જૂનો એક મઠ આવેલો છે. લ્હાસા ની બહાર જ એક મઠ આવેલો છે. તવાંગ શહેરની પશ્ચિમ દિશામાં ભૂટાન ની સીમા અને ઉત્તર દિશામાં તિબ્બત જિલ્લો આવેલો છે. લગભગ ૩૦૪૮ કીલોમીટર ની ઊંચાઈ ઉપર આવેલૂ છે આ શહેર. કેટલાય સુંદર મઠો માટે આ શહેર જાણીતું છે અને દલાઇ લામા ના જન્મસ્થળ ના નામે પણ આ શહેર પ્રસિદ્ધ થ્યેલું છે.
ભાલુંકપોંગ
અરુણાચલપ્રદેશના પશ્ચિમ દિશામાં કામેંગ જિલ્લાના હિમાલયની તલઘાટી માં સ્થિત આ એક શહેર છે. આ શહેર તેની પ્રકૃતિક સુંદરતા અને શાંત માહોલ માટે પ્રસિદ્ધ છે. આ શહેર એંગલિંગ અને રાફ્ટિંગ કરવા માટે ખૂબ જ સરસ શહેર માનવમાં આવે છે. પુખ્તુઈ વન્યજીવ અભ્યારણ્ય અને ઘાટા જંગલો અને કામેંગ નદી ના કિનારે આવેલું છે.
મિઝોરમ
એજાવલ
એજાવલ ભારતના મિઝોરમ રાજ્યની રાજધાની છે. એજાવલ માં મ્યુજીયમ , હિલ સ્ટેશન અને અન્ય શાનદાર સ્થળો આવેલા છે. આ સ્થળોને જોવા દેશ અને દુનિયામાંથી લોકો અહિયાં આવે છે. આ શહેર પૂર્વ અને દક્ષિણમાં મ્યાંમાર અને પશ્ચિમમાં બાંગલાદેશના બીચ ઉપર સ્થિત હોવાના કારણે ભારતના પૂર્વોત્તર ખૂણા માં હોવાના કારણે આ એક મહત્વનુ શહેર છે.
લુંગલેઈ
લુંગલેઈ એ પોતાની પ્રાકૃતિક સુંદરતાના કારણે ખૂબ પ્રસિધ્ધ છે. આ એક સરસ મજાનું ફરવાનું સ્થળ છે જ્યાં તમે પ્રકૃતિનો આનંદ લેવા માંગતા હોય તો તે પણ તમને મળી રહે. આ સ્થળ એ મિઝોરમ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું છે અને આ શહેર નું નામ પત્થર ના એક વાસ્તવિક પુલ ના નામ ઉપર રાખવામા આવ્યું છે. આ શહેર એજાવલ શહેરના નજીક હોવાથી વધારે પ્રસિદ્ધ છે.
મણિપુર
લોકતક લેક
લોકતક ઝીલ ભારતના મણિપુર રાજ્યની એક ઝીલ છે. લોકતક ઝીલ એ પોતાના પાણીની ઉપર તરતી વનસ્પતિ અને માટીના દ્વિપો માટે પ્રસિદ્ધ છે. આ તરતી વનસ્પતિ અને માટીના દ્વિપો ને કુંદી કહેવામા આવે છે. લોકતક ઝીલ એ તરતાવનસ્પતિ અને માટીના દ્વિપો વડે અને જૈવિક પદાર્થો થી બનેલી એક ઝીલ છે. માટીના બનેલા ભૂખંડ ના નાના નાના ટુકડા પર્યટકો ને આકર્ષિત કરે છે. આ ઝીલ ને જોવા માટે ઈનર લાઈન પરમીશન હોવી જરૂરી છે.
સિક્કિમ
ચ્છંગુ ઝીલ
ચ્છંગુ ઝીલ સિક્કિમ રાજ્યની સૌથી સુંદર અને પ્રસિદ્ધ ઝીલ છે. આ ઝીલ એક કિલોમીટર લાંબી અને અડધો કિલોમીટર પહોળી અને ૧૫ મીટર ઊંડી ઝીલ છે. સ્થાનીય લોકો આને ચ્છંગુ લેક અથવા સોમગો લેક ના નામથી ઓળખે છે. સમુદ્ર તટથી આની ઊંચાઈ લગભગ ૩૭૫૭ મીટર છે. શિયાળામાં આ ઝીલ બરફ જેવી થઈ જાય છે અને ચારે તરફ બરફ જ બરફ જોવા મળે છે. એવું કહેવામા આવે છે કે આ ઝીલ એ મૌસમ અનુસાર પોતાનો રંગ બદલે છે.