Avsar Lokshahi No Certificate – અવસર લોકશાહીનો ઈ-શપથ સર્ટિફિકેટ

Share This Post

Avsar Lokshahi No - અવસર લોકશાહીનો

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ની ચૂંટણી તારીખો હાલમાં જ ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં તારીખ તારીખ ૧ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ પ્રથમ તબક્કાનું અને તારીખ ૫ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ બીજા તબક્કાનું મતદાન કરવામાં આવનાર છે. તારીખ ૮ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ મતગણતરી કરવામાં આવશે. જેના ઉપરથી ગુજરાતમાં કોની સરકાર આવશે તે નક્કી થશે. 


ગુજરાતનાં મતદારોને આકર્ષવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા માટે અને ગુજરાતમાં મતદાન વધુ થાય અને લોકો મતદાન માટે પ્રેરાય તે માટે “અવસર લોકશાહીનો” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રીતે અલગ અલગ કર્યક્રમો યોજીને અને વિવિધ પ્રવૃતિઓ હાથ ધરીને મતદારોને જાગૃત કરવાનું કાર્ય વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે કરવામાં આવશે. 
“અવસર લોકશાહીનો” મિશન દ્વારા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ગાંધીનગર ખાતેથી ‘અવસર રથ’ નું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના અંતર્ગત આ રથ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ફરીને મતદાન જાગૃતિ અંગે જાગરૂકતા ફેલાવશે. જો તમે પણ આ વખતે મતદાન કરવાના છો તો તમે પણ આ ઉજવણીમાં ભાગ લઈ શકો છો અને મતદાન કરીને તમને ગમતા ચહેરાને ચૂંટણીમાં જીતવી શકો છો. 
 

Avsar Lokshahi No Shapath Certificate – “અવસર લોકશાહીનો”

અવસર લોકશાહીનો સર્ટિફિકેટ દ્વારા તમે “અવસર લોકશાહીના” મિશનની ઉજવણીમાં ભાગ લઈ શકો છો. આના માટે નીચે એક ગુજરાત સરકારની ચુનાવસેતુ નામની વેબસાઇટ આપેલ છે. જેના ઉપર જઈ તમે સર્ટિફિકેટ બનાવી અને ડાઉનલોડ કરી સ્ટેટસમાં મૂકી શકો છો અને અન્ય જગ્યાએ શેર પણ કરી શકો છો. ઉજવણીના ભાગ રૂપે કેટલીક જગ્યાએ સેલ્ફી બુથની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યાં જઈને તમે સેલ્ફી લઈને પણ અપલોડ કરી ઉજવણીમાં ભાગીદાર બની શકો છો. 

અવસર લોકશાહીનો સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું અને ડાઉનલોડ કરવું?

૧) સફર્ટિફિકેટ મેળવવા માટે ચુનાવસેતુ નામની નીચે વેબસાઇટની લિંક આપેલ છે તેના ઉપર ક્લિક કરવું. 

૨) ક્લિક કર્યા બાદ તમે https://chunavsetu.gujarat.gov.in/ વેબસાઇટ ઉપર પહોંચી જશો. 

૩) હવે અહિયાં તમારે ટાઇટલમાં પુરુષ હોવ તો Mr. સિલેકટ કરવુ અને સ્ત્રી હોવ તો Ms. સિલેકટ કરવું. 

૪) ત્યારબાદ નીચે તમારું આખું નામ લખવું અને નીચે એક સરવાળાનો જવાબ્ આપવાનો હશે તે જવાબ્ બોક્સમાં લખી દેવો. 

૫) આટલું કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરી દેવું. 

૬) સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ મતદાર પ્રતિજ્ઞા ખુલશે. 

૭) મતદાર પ્રતિજ્ઞા વાંચી નીચે જશો એટલે ત્યાં પ્રિન્ટ અને ડાઉનલોડ સર્ટિફિકેટ લખેલું આવશે. 

૮) પ્રિન્ટ અને ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરશો એટલે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. 
આમ આટલી રીતથી તમે સર્ટિફિકેટ આપોઆપ બનાવી શકો છો અને પછીતમે તેને વિવિધ જગ્યાએ શેર પણ કરી શકો છો. આ સર્ટિફિકેટ બનાવવા માટે નીચે આપેલ વેબસાઇટ ઉપર ક્લિક કરો. 

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *