સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા?

Newspaper Photo
(PIC: PIXABAY.COM)

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં મહત્વની માહિતી કરંટ અફેર્સ વિશે મુકવા જઈ રહ્યા છીએ. કરંટ અફેર્સ એ સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. કરંટ અફેર્સ એટ્લે રોજબરોજ દેશ અને દુનિયાભરમાં જે મહત્વની ઘટનાઓ બનતી રહે છે તે. ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રીએ કોઈ નવી યોજના લોન્ચ કરી અથવા દુનિયામાં કોરોના વાયરસનો જે કહેર ચાલુ થયો તે ક્યારે અને ક્યાથી થયો હતો, કોઈ રાજ્ય દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હોય અથવા તો કોઈ પ્રસિદ્ધ લેખક, વ્યક્તિ અથવા નેતાનું નિધન થયું હોય આ બધી માહિતીના પ્રશ્નો કરંટ અફેર્સમાં આવતા હોય છે.


કરંટ અફેર્સની આ માહિતી તમારે કેવી રીતે તૈયાર કરવી અને તેને સરળ રીતે કેવી મેળવી શકાય એના વિશે આજે અમે તમને આ આર્ટીકલમાં માહિતી આપવાના છીએ. જો તમે UPSC, GPSC, GPSSB, GSSSB અથવા અન્ય કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તેમાં કરંટ અફેર્સ આવશે આવશે અને આવશે જ. આ બધી જ પરીક્ષાઓમાં કરંટ અફેર્સના પ્રશ્નો આવતા હોય છે અને વિધાર્થી મિત્રોને અઘરા પણ લાગતાં હોય છે. માટે આજે અમે અહિયાં તેના વિશે વાત કરવાના છીએ.

કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા?

મિત્રો કરંટ અફેર્સનો મુખ્ય સ્ત્રોત એ રોજ તમારા ઘરે આવતા સમાચારપત્ર છે. રોજબરોજની મહત્વની ઘટનાઓ સમાચારપત્રોમાં આવતી રહેતી હોય છે માટે તે મુખ્ય સ્ત્રોત છે. બીજો મહત્વનો સ્ત્રોત ટીવી છે. ત્રીજો સ્ત્રોત ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટના મધ્યમ દ્વારા પણ તમે કરંટ અફેર્સ મેળવી શકો છો. અમુક સોશિયલ મીડિયા માધ્યમ જેવા કે ટ્વીટર, ફેસબુક અને યુટ્યુબ એમાંથી પણ તમે કરંટ અફેર્સ પ્રાપ્ત કરી શકો છો. કરંટ અફેર્સ મેગેજીન દ્વારા પણ તમે તે પ્રાપ્ત કરી શકો છો.
૧) સમાચારપત્રો અને તેની નોટ્સ બનાવવી :
સમાચારપત્રોમાં રોજબરોજ દેશ અને દુનિયાની મહત્વપૂર્ણ ખબરો આવતી રહેતી હોય છે. આ મહત્વપૂર્ણ ઘટનાઓને તમારે નોટ્સ બનાવીને લખી રાખવી. મિત્રો સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓમાં જે કરંટ અફેર્સ પૂછાતું હોય છે તે એક બે મહિનાનું નહીં પણ છ મહિના થવા તો આખા વર્ષનું પૂછાતું હોય છે. માટે તેની નોટ્સ બનાવવી જરૂરી છે અને તેનું રિવિઝન કરવું પણ તેટલું જ જરૂરી છે. છાપામાં જે મહત્વની ઘટનાઓ આવતી હોય છે તેને તમારે યાદ રાખવી પડશે અને લખી રાખવી પડશે તારીખ વાઈસ. ગુજરાતી ભાષામાં તમને સરળતાથી કરંટ અફેર્સ એટલું બધુ નહીં મળી રહે. માટે તમે હિન્દી અથવા અંગ્રેજી ભાષાનું સમાચારપત્ર વાંચી શકો છો.
૨) ટીવીના મધ્યમ દ્વારા:
ટીવીમાં આવતા ન્યૂઝ ચેનલ દ્વારા તમે રાજ્યસભા ટીવી, લોકસભા ટીવી અને ડીડી ન્યૂઝના વર્તમાન બાબતોના કાર્યક્રમો જોઈ શકો છો, આ તમને ઘણું મદદ કરશે, આ માટે તમારે તમારો પોતાનો સમય નિર્ધારિત કરવો પડશે, જેમાં તમે એક કલાક પસાર કરી શકો સવાર અથવા સાંજ. તમે રોજિંદા સમાચાર જોઈ શકો છો, મનોવિજ્ઞાન મુજબ જો આપણે કાઇપણ વાંચીને યાદ નથી રાખી શકતા તેને આપણે ચિત્રોના માધ્યમ દ્વારા વધારે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. માટે ટીવીના માધ્યમ દ્વારા તમને કરંટ અફેર્સ યાદ રાખવામા સરળતા રહેશે.
૩) ઇન્ટરનેટના માધ્યમ દ્વારા:
ઇન્ટરનેટ ઉપર એવી ઘણી બધી વેબસાઇટ અને ન્યૂઝ વેબસાઇટ ઉપલબ્ધ છે જે તમને બધી માહિતી સરળતાથી તમારા મોબાઇલમા એક જ ક્લિક દ્વારા ઉપલબ્ધ કરી શકે છે. વર્તમાન સમયમાં, ઇન્ટરનેટનું વિશેષ મહત્વ છે, માહિતી, સહાય અથવા કોઈપણ ક્ષેત્ર સાથે સંબંધિત કોઈ અન્ય વિભાગ માટે ઇન્ટરનેટ એક વિશેષ સહાય સામગ્રી બની છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઇન્ટરનેટનું શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન છે. ઘણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ઇન્ટરનેટ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ સહાય પૂરી પાડે છે, આવી સ્થિતિમાં આપણે ઇન્ટરનેટની મદદથી કોઈ પણ પરીક્ષાની તૈયારી સરળતાથી કરી શકીએ છીએ, ઇન્ટરનેટ પર આવી ઘણી વેબસાઇટ્સ છે, જે રોજિંદા વર્તમાનને લગતી માહિતી છે બાબતો પૂરી પાડવામાં આવે છે.
૪) સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા:
મિત્રો કેટલાક સોશિયલ મીડિયા માધ્યમ એવા છે જ્યાં તમને દરરોજનું કરંટ અફેર્સ પ્રાપ્ત થઈ શકે છે. જેમાં ફેસબુક અને ટ્વીટર આ બે માધ્યમ ખૂબ જ મહત્વના છે. જેમાં તમને ઘણું બધુ કરંટ અફેર્સ પ્રાપ્ત થઈ શકે છે અને ખાસ કરીને ટ્વીટર ઉપર ઘણી સારી અને ઓર્થેન્ટિક માહિતી તમને મળી રહેશે. ફેસબુક ઉપર અમુક ગૃપ્સ અને પેજમાં તમને સારું એવુ કરંટ અફેર્સ પ્રાપ્ત થઈ શકશે. ટ્વીટર ઉપર ન્યૂજ વેબસાઇટ દ્વારા તમને સાચી માહિતી મળી રહેશે. આ માધ્યમ દ્વારા તમે જે ટ્રેન્ડમાં ચાલતી ઘટનાઓ છે તેની માહિતી સરળતાથી મેળવી શકો છો.
૫) કરંટ અફેર્સ મેગેઝીન માધ્યમ દ્વારા:
જો તમે મોબાઈલ અથવા ટીવી અથવા સમાચાર પત્રો દ્વારા કરંટ અફેર્સ નથી મેળવવા માંગતા તો તમે દર અઠવાડિયે અથવા તો દર મહિને પ્રસિદ્ધ થતું કરંટ અફેર્સનું મેગેઝીન ખરીદીને તેની તૈયારી કરી શકો છો. આ મેગેઝીનમાં પણ તમને સારી અને વિસ્તૃત માહિતીઓ મળી રહેશે. માટે તમે મેગેઝીનના માધ્યમ દ્વારા પણ કરંટ અફેર્સની તૈયારી કરી શકો છો. લિબર્ટી એકેડેમી અને વર્લ્ડ ઈનબોક્સ એકેડેમી અને અન્ય એકેડેમીના મહિનાના અંક ખરીદીને તમે તૈયારી કરી શકો છો.

મિત્રો ઉપર આપેલ જાણકારી એ તમને એક સારું મોટીવેશન આપશે. તમે તમારી રીતે પણ કરંટ અફેર્સની તૈયારી કરી શકો છો. કરંટ અફેર્સ એ તમારે રોજે રોજનું ફરજિયાત કરવું જ પડશે. માટે તેની નોટ્સ બનાવવી પણ એટલી જ જરૂરી છે. તેનું રિવિઝન કરવું પણ ખૂબ જ મહત્વનુ છે. એક એક ઘટનાઓ તમારે યાદ રાખવી પડશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આભાર.

Leave a Comment