(PIC: PIXABAY.COM)
નમસ્કાર મિત્રો, આજે અમે સિટી સ્કેન શું છે શા માટે કરવવામાં આવે છે તેના વિશે જાણકારી આપવાના છીએ. આજે અમે તમને CT Scan વિશે Gujarati માં માહિતી આપીશું. CT Scan નું ફૂલ ફોર્મ અને અન્ય માહિતી તમને આ આર્ટીકલ માંથી મળી રહેશે. તો ચાલો હવે આપણે સિટી સ્કેન વિશે જાણકારી મેળવીએ.
સિટી સ્કેન વિશે સામાન્ય માહિતી :
મિત્રો હાલના સમયમાં સિટી સ્કેન અને એમ.આઈ.આર વિશે વધારે સાંભળવા મળતું હોય છે. કોરોનાનાં સમયમાં તો સિટી સ્કેન ફરજિયાત કરાવવાનું ડોકટર કહેતા હોય છે. સિટી સ્કેન એ કોમ્પ્યુટર દ્વારા મનુષ્યની અંદર રહેલી બીમારીઓ વિશે જાણકારી આપે છે. મનુષ્યના છાતીના ભાગમાં રહેલા અંગોમા બીમારીઓ રહેલી હોય તેની જાણકારી સિટી સ્કેન દ્વારા મળે છે.
સિટી સ્કેન શું છે?
સિટી સ્કેનની શોધ બ્રિટિશ વૈજ્ઞાનિક ગોડફ્રે એન. હ્યુન્સફિલ્ડ અને એલન એમ.કોર્મેક એ કરી હતી. એક્સ-રે અને કોમ્પ્યુટરની મદદ વડે જે ટેસ્ટ કરવામાં આવે છે તેને સિટી સ્કેન કહેવામા આવે છે. CT Scan ની શોધ થયા બાદ કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા અને એક્સ-રે મશીનના ઉપયોગ દ્વારા મનુષ્યના શરીરીના વિવિધ અંગોના ફોટા પાડવાનું અને તે ફોટાની મદદથી શરીરના ક્યા અંગમાં બીમારી રહેલી છે તે જાણવાનું શક્ય અને સરળ બન્યું.
સિટી સ્કેનનાં એક ટેસ્ટની મદદથી શરીરની અંદર રહેલી બીમારી કેટલી જૂની છે અને કેટલી ગંભીર છે તે તરત જ જાણી શકાય છે. સિટી સ્કેન એ શરીરનાં મુખ્ય અંગો માથું, ખભા, હ્રદય, પેટ જેવા અંગોનું થાય છે. સિટી સ્કેનનું પૂરું નામ Computed Tomography Scan છે.
સિટી સ્કેન કેવી રીતે થાય છે?
સિટી સ્કેન કરતાં પહેલા વ્યક્તિને કશું ખાવા પીવામાં આપવામાં આવતું નથી. સિટી સ્કેન કરતી વખતે તમે કોઈ ધાતુ અથવા તો સોનાની વસ્તુ પહેરેલી હોય તો તે કાઢી નખાવવામાં આવે છે. આ પછી વ્યક્તિને મોટી સિટી સ્કેનની મશીનમાં ટેબલ ઉપર સુવડાવવામાં આવે છે. આ સમય દરમ્યાન વ્યક્તિએ સહેજપણ હલવાનું હોતું નથી. વ્યક્તિ જ્યારે સૂઈ ગ્યો હોય ત્યારે તેને થોડીવાર શ્વાસ રોકવાનું અને છોડવાનું કહેવામા આવશે અને આ સૂચના તમને માઇક દ્વારા આપવામાં આવશે.
સીટી સ્કેન દ્વારા એક સાંકડી એક્સ-રે બીમનો ઉપયોગ કરવામાં આવે છે અને તે વ્યક્તિના શરીરની આસપાસ ફરે છે અને શરીરના જુદા જુદા ભાગોમાંથી શ્રેણીબદ્ધ છબીઓ ઉત્પન્ન કરે છે. આ માહિતીનો ઉપયોગ કમ્પ્યુટર દ્વારા શરીરના તમામ ભાગોના ક્રોસ વિભાગીય ચિત્ર બનાવવા માટે કરવામાં આવે છે.
આ તકનીક કમ્પ્યુટર દ્વારા કેટલાક ટુકડાઓ દોર્યા પછી અપનાવવામાં આવે છે. તે પછી, આ છબીઓને સ્કેન કરીને 3 ડી ઇમેજના આકારમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જે ડોકટરો દ્વારા સરળતાથી જોઇ શકાય છે અને શરીરના તમામ ભાગોની સ્પષ્ટ ચિત્ર તેમાં દેખાય છે.
સિટી સ્કેન શા માટે કરવામાં આવે છે?
સિટી સ્કેનનો ઉપયોગ મુખ્યત્વે શરીરમાં થતી ઇજાઓ અને રોગોની સારવાર માટે કરવામાં આવે છે કારણ કે દર્દીને આ રોગ છે અને શરીરના કયા ભાગને કયા કારણોસર અસર થાય છે તેના અહેવાલોથી સ્પષ્ટ થાય છે. આ તમામ પરીક્ષણો સિટી સ્કેન દ્વારા કરવામાં અને આ રોગોનું પરીક્ષણ કરવામાં ઘણો સમય લે છે.
માંસપેશીઓમાં ખામી, હાડકાના ફ્રેકચર, ટયૂમર (કેન્સર), કેન્સર રોગ, હ્રદય રોગ, રુધિરવાહિનીઓ અને આંતરિક રચનાઓનો અભ્યાસ, આંતરિક રક્તસ્રાવના જથ્થાનો અંદાજ આ વગેરે ટેસ્ટ માટે સિટી સ્કેન કરવામાં આવે છે. ફેફસામાં રહેલી બીમારી પણ સિટી સ્કેનથી જાણી શકાય છે. હાલના કોરોનાના સ્માયમાં ફેફસામાં રહેલું ઇન્ફેકસન કેટલા ટકા છે તે જાણવા માટે ડોક્ટર સિટી સ્કેન કરવવાની સલાહ આપતા હોય છે.
તો મિત્રો, આજના આ આર્ટિકલમાં તમે સિટી સ્કેંન શું છે તેના વિશે અને સિટી સ્કેન કેવી રીતે કરવામાં આવે છે અને સિટી સ્કેન શા માટે કરવામાં આવે છે તેના વિશે જાણકારી મેળવી. મિત્રો આ જાણકારી તમને સારી લાગી હોય તો તમારા મિત્રો અને સગા સંબંધીઓને અવશ્ય શેર કરજો. માહિતી વાંચવા બદલ આભાર.