વોટ્સએપ ગુજરાતી ટાઈપિંગ અને એપ ડાઉનલોડ | Download Whatsapp Status and typing in Gujarati

Share This Post

વોટ્સએપમાં ગુજરાતી ટાઈપિંગ, સ્ટેટસ અપડેટ અને એપ ડાઉનલોડ કેવી રીતે કરવું (How to Download, Update, change Whatsapp Status and typing in Gujarati)

વોટ્સએપ એક મોબાઈલ એપ્લિકેશન છે. વોટ્સએપની મદદથી સ્માર્ટ મોબાઈલ ફોનથી મેસેજને સરળતાથી અને તરત કોઈને મોકલી શકાય છે.આજના સમયમાં ભાગ્યે જ કોઈ હશે જે વોટ્સએપનું નામ સાંભળ્યું નહિ હોય અથવા વોટ્સએપનો ઉપયોગ કરતા જાણતું નહિ હોય.હવે તો વોટ્સએપના ઉપયોગથી ટ્રેનની જાણકારી પણ મેળવી શકાય છે.
Whatsapp Download

વોટ્સએપ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી (How To Download Whatsapp)

  • વોટ્સએપની એપ્લિકેશન ને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કરવા માટે તમારેએ પ્લે સ્ટોર અથવા એઓ સ્ટોર પર જવું પડશે અને તેમાં એપનું નામ લખવું પડશે પછી તમને વિકલ્પમાં જ પહેલું વોટ્સએપ દેખાશે જેને તમારે પસંદ કરવાનું રહેશે.
  • નામ ઓર ક્લિક કર્યા બાદ તમને એક Install બટન દેખાશે તે બટનને તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ વોટ્સએપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. હા પણ યાડ રાખો કે આ એપ ત્યારે જ ડાઉનલોડ થશે કે જ્યારે તમારા મોબાઈલ માં નેટની સુવિધા હશે.

વોટ્સએપમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું (How to make an account in whatsapp)

  • વોટ્સએપ Install થયા પછી તમારે એપને ખોલવી પડશે. આ એપને ખોલીતા જ, તેના ઉપયોગ કરવાની સેવા, શરતો અને ગોપનીયતા ની જાણકારી તમને આપવામાં આવશે.તમારે આ વાંચવી પડશે અને આગળ ક્લિક કરવું પડશે.
  • ઉપર પ્રમાણે કર્યા બાદ હવે તમારી પાસે તમારો મોબાઇલ નંબર ભરવાનો રહેશે. તમે જે મોબાઈલ નંબર પર વોટ્સએપ ઉપયોગ કરવા માંગતા હોય તે નંબર નાખો.
  • નંબર નાખ્યા બાદ તમને તમારા દેશનો કોડ નંબર ને અને ફોન નંબરની પુષ્ટિ  કરવાનું કહેશે અને તમારે Done બટન પર ક્લિક કરીને આ બંને વસ્તુની પુષ્ટિ કરવાની રહેશે. પુષ્ટિ કર્યા પછી ફરી એક વખત તમને નંબર સાચો છે કે નહીં તે માટે પુષ્ટીકરણ કરવાનું કહેશે. જો નંબર લખવામાં ભૂલ હોય તો તમે Edit પર ક્લિક કરીને સુધારી શકો છો. પુષ્ટીકરણ કરવા માટે Yes બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • Yes બટન પર ક્લિક કર્યા બાદ વોટ્સએપ કંપની દ્વારા તમને એક SMS મોકલવામાં આવશે. આ મેસેજમાં છ અંકનો કોડ હશે. આ કોડ ને વોટ્સએપમાં નાખવાનો રહેશે. ત્યારબાદ તમારા નંબરની પુષ્ટીકરણ ની પ્રક્રીયા પુરી થશે અને તમે એપ ઉપયોગ કરી શકશો.
  • એપના ઉપયોગ કરતા પહેલા તમે તમારું નામ , ફોટો અપલોડ કરી શકો છો. 

વોટ્સએપ માં ગુજરાતી ભાષામાં સંદેશ કેવી રીતે લખવો (Gujarati Typing Facility in whatsapp)

વોટ્સએપમાં ગુજરાતી ભાષામાં તમારે કોઈ સંદેશ લખવો હોય તો તમે લખી શકો છો તેના માટે તમારે નીચેની પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે.
આઇફોનથી ગુજરાતી ટાઈપિંગ (Gujarati message typing on I Phone)
  • જો તમે આઈ ફોન યુઝર છો અને તમે વોટ્સએપમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે પહેલા ફોન સેટિંગ માં જવું પડશે અને સેટિંગમાં જઈને જનરલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પ્રક્રિયા કર્યા પછી તમને કીબોર્ડ નો વિકલ્પ ખોલવો પડશે. આ વિકલ્પ ને ખોલ્યા પછી ‘એડ એ ન્યુ કી બોર્ડ’ પર ક્લિક કરવાનું રહેશે.તેના પર ક્લિક કર્યા પછી તમારી સામે ઘી બધી ભાષાના વિકલ્પ આવશે તેમાંથી તમારે ગુજરાતી ભાષાના વિકલ્પ પે ક્લિક કરવાનું રહેશે.
  • ગુજરાતી ભાષાને પસંદ કર્યા બાદ તમારે વોટ્સએપ ખોલવાનું રહેશે. અને કઈ બોર્ડના ડાબી બાજુ ભાષા પસંદગી માટેના બટન પર ક્લિક કરો અને ગુજરાતી ભાષા સિલેક્ટ કરો.
એન્ડ્રોઇડ ફોનથી ગુજરાતી ટાઈપિંગ (Gujarati message on whatsapp)
  • જો તમે ઇન્ડ્રોઇસ યુઝર છો અને તમે વોટ્સએપમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે પહેલા ફોન સેટિંગ માં જવું પડશે અને સેટિંગમાં જઈને ભાષા અને ઇનપુટ પર ક્લિક કરવાનું રહેશે.
  • ભાષા અને ઇનપુટ પર ક્લિક કર્યા પછી તમારી સામે ‘કી બોર્ડ અને ઇનપુટ મેથડ’ નો વિકલ્પ આવશે.તેના પર ક્લિક કરવાનું રહેશે.પછી તમારે ‘કરંટ કીબોર્ડ’ લખેલું હશે તેને ખોલવાનું રહેશે. તેના પર ક્લિક કરવાથી તમારી સામે ઘણી બધી ભાષા દેખાશે તમાંથી તમારે ગુજરાતી ભાષાને પસંદ કરવાની રહેશે.
વોટ્સએપમાં સ્ટેટસ અપડેટ કરવું, બદલવું અને કાઢવું (whatsapp status Update, Changing And deleting)

સ્ટેટ્સ અપડેટ (Status Update)
વોટ્સએપમાં તમારે સ્ટેટ્સ અપડેટ કરવાં માટે તમારે સૌપ્રથમ વોટ્સએપ ખોલવું પડશે. ઉપર સ્ટેટ્સ લખેલ હશે તેના પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી તમને 2 રીતે સ્ટેટ્સ અપડેટ કરવાનું વિકલ્પ દેખાશે.જેમાંથી તમારે ફોટો પાડીને સ્ટેટ્સ મૂકવું હોય તો પણ અને ગેલેરીમાંથી ફોટો, વિડિઓ સ્ટેટ્સ મૂકવું હોય તો મૂકી શકાશે.
સ્ટેટ્સ બદલવું (status change)

આપણું સ્ટેટ્સ બદલવા માટે તમારે પહેલા વિકલ્પમાં જવાનું રહેશે.તે ખોલ્યા પછી ‘માય સ્ટેટ્સ’ લખેલું દેખાશે અને તેની સાથે તમને ત્રણ ટપકા દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા પછી તમને બધાથી નીચે એક કેમેરા નો અને એક ટેક્સ્ટ નો આઈકન દેખાશે અને તમને આ બેમાંથી કોઈ પણ આઇકન પસંદ કરીને સ્ટેટ્સ બદલી શકો છો.
સ્ટેટ્સ ડિટીલ કરવું (Status Delete)

જો તમે તમારું સ્ટેટ્સ કાઢવા માગો છો તો તમારે ‘માય સ્ટેટ્સ’ પર જવું પડશે અને ત્યાં ત્રણ ટપકા હશે ત્યાં ક્લિક કરવું પડશે. હવે તમારે તમારું સ્ટેટ્સ ટિક કરવાનું રહેશે. ટિક કરતા જ Delete નો આઇકન દેખાશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. અને તમારું સ્ટેટ્સ નીકળી જશે.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *