પ્રધાનમંત્રી વય વંદના યોજના : કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોની જરૂરીયાતો ધ્યાનમાં રાખીને 4 મેં,2017ના રોજ પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) શરૂ કરી હતી.પહેલા રોકાણની મર્યાદા 7.5 લાખ રૂપિયાની હતી પણ હવે વધારીને 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના વિશે માહિતી જાણો, Pradhanmantri Vaya Vandana Scheme
કેન્દ્ર સરકાર દ્વારા વિવાહિત લોકોનું જીવન સુધારવા માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) યોજના ચલાવી રહી છે.આ યોજના વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજનામાં પતિ-પત્નિ બંને સાથે મળીને રોકાણ કરી શકે છે. રિટાયરમેન્ટ બાદ 18,500 રૂપિયાનું પેન્શન મળશે.
વાર્ષિક 7.4% વ્યાજ, 60 વર્ષની વધુ ઉંમરના લોકો 15 લાખનું રોકાણ કરી શકે છે
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે. હવે તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે.પતિ-પત્નિ બન્ને આ યોજનામાં રોકાણ કરી શકે છે. જો આ યોજનામાં બન્ને 60 વર્ષની ઉંમરે 15-15 લાલહનું રોકાણ કરે તો બન્નેને 18,500 રૂપિયાનું પેન્શન મળશે. જો કોઈ પતિ-પત્નિ વચ્ચે 15 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તમને 9,250 રૂપિયા મળશે.
15 લાખના રોકાણ પર દર મહિને 9,250 રૂપિયાનું પેન્શન
60 વર્ષથી વધુ વયના તમામ નાગરિકો 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ રોકાણ 31 માર્ચ 2023 પહેલા કરવાનું રહેશે. તેમાં રોકાણના આધારે દર મહિને 1000થી 9250 રૂપિયા સુધીનું પેન્શન મળશે. જો તમે ઓછામાં ઓછું 1.50 લાખનું રોકાણ કરો છો , તો તમને દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે. 15 લાખ રૂપિયાના રોકાણથી દર મહિને 9250 રૂપિયાનું પેન્શન મળશે. જો પતિ-પત્નિ રોકાણ કરશે તો અરે 30 લાખ રૂપિયાનું રોકાણ કરવી પડશે અને પછી તમને બંનેને દર મહિને 18,500 રૂપિયા મળશે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના માટે પાત્રતા
વય મર્યાદા – ઓછામાં ઓછી 60 વર્ષ
કોઈ મહત્તમ વય મર્યાદાની જોગવાઈ નથી.
યોજના માત્ર 10 વર્ષ માટે માન્ય છે
આ યોજના હેઠળ વાર્ષિક, અર્ધ વાર્ષિક, ત્રિમાસિક, અને માસિક પેન્શન મેળવી શકાય છે.
આ યોજનામાં મહત્તમ પેન્શન રકમનો માપદંડ એક સમગ્ર પરિવાર માટે છે.
પ્રધાનમંત્રી વય વંદના પોલિસી ખરીદવા માટે જરૂરી દસ્તાવેજ
ઉંમર પ્રમાણપત્ર
આધાર કાર્ડ
પાસપોર્ટ સાઈઝ ફોટો
સરનામનો પુરાવો
નિવૃત્તિ સંબધિત દસ્તાવેજ
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણ કરતા પહેલા જાણવા જેવી મહત્વની બાબતો
આ યોજનામાં રોકાણ કરવાથી તમને કોઈ પણ ટેક્સ રિબેટનો લાભ મળશે નહીં.
તમે આમાં 31 માર્ચ, 2023 સુધી જ રોકાણ કરો શકો છો.
આ પ્લાનને GSTના દાયરા ની બહાર રાખવામાં આવ્યો છે.
નોંધ – આ યોજનાની પુરી માહિતી મેળવ્યા બાદ અરજી કરો.