ગુજરાત વનરક્ષક ભરતી ૨૦૨૨ – Gujarat Forest Guard Recruitment 2022

Gujarat Forest Guard Recruitment 2022

Gujarat Forest Guard Recruitment 2022:ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૮૨૩ જગ્યાઓ માટે ગુજરાત વનરક્ષક (Forest Guard) ની ભરતી કરવાની થાય છે. આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું તારીખ ૦૧/૧૧/૨૦૨૨ થી શરૂ થઈ ગયેલ છે. ઉમેદવારોગુજરાત વનરક્ષક (Forest Guard) ની ભરતી માટે ઓનલાઈન અરજીhttps://ojas.gujarat.gov.in/ ઉપર કરી શકે છે.


Gujarat Forest Guard Bharti 2022: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ માટેની ભરતીમાં ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ જિલ્લાઓ પૈકી કોઈપણ એક જિલ્લામાં ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવાર એક કરતાં વધુ જિલ્લામાં અરજી કરી શકશે નહીં. ઉમેદવાર એક જિલ્લા માટે એક થી વધુ અરજી કરશે તો છેલ્લી કરેલ અરજી માન્ય રાખવામાં આવશે.ગુજરાત વનરક્ષક (Forest Guard) ભરતી વિશે વધુ માહિતી નીચે આપેલ છે.

અરજી ફી:
પોસ્ટ ઓફિસમાં: ૧૦૦ રૂપિયા + પોસ્ટલ સર્વિસ ચાર્જ.
ઓનલાઈન ફી: ૧૦૦ રૂપિયા + પોસ્ટલ સર્વિસ ચાર્જ.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા અને માજી સૈનિક આ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી.
વયમર્યાદા:
ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૩૪ વર્ષ. વયમર્યાદામાં છૂટછાટ માટે નોટિફિકેશન વાંચો.
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવાર ધોરણ ૧૨ પાસ અથવા તો તેની સમકક્ષની લાયકાત ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
જીલ્લાવાર જગ્યાઓ:
અમદાવાદ: 02
અમરેલી: 70
આણંદ: 01
અરવલી: 14
કચ્છ: 36
ખેડા: 01
ગાંધીનગર: 02
ગીર સોમનાથ: 10
છોટા ઉદેપુર: 47
જામનગર: 09
જૂનાગઢ: 146
ડાંગ: 43
તાપી: 56
દાહોદ: 48
નર્મદા: 37
નવસારી: 02
પાટણ: 02
પંચમહાલ: 38
પોરબંદર: 06
બનાસકાંઠા: 23
ભાવનગર: 61
ભરૂચ: 15
મહિસાગર: 30
રાજકોટ: 01
વડોદરા: 23
વલસાડ: 29
શાબરકાંઠા: 37
સુરત: 28
સુરેન્દ્રનગર: 06
કુલ જગ્યાઓ; 823
શારીરિક ધોરણ:

પુરુષ ઉમેદવાર માટે:

મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે:
  • ઊંચાઈ: ૧૫૫ સેમી.
  • છાતી: ફુલાવ્યા વગર ૭૯ સેમી. અને ફુલાવેલ ૮૪ સેમી.
  • વજન: ૫૦ કિલોગ્રામ
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે:
  • ઊંચાઈ: ૧૬૩ સેમી.
  • છાતી: ફુલાવ્યા વગર ૭૯ સેમી. અને ફુલાવેલ ૮૪ સેમી.
  • વજન: ૫૦ કિલોગ્રામ
છાતીનો ફુલાવો ઓછામાં ઓછો ૫ સેન્ટિમીટર હોવો જરૂરી છે.
મહિલા ઉમેદવારો માટે:
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે:
  • ઊંચાઈ: ૧૪૫ સેમી.
  • વજન: ૪૫ કિલો
મૂળ ગુજરાતનાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે:
  • ઊંચાઈ: ૧૫૦ સેમી.
  • વજન: ૪૫
કોમ્પ્યુટરનું જ્ઞાન:
કોંપ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ધોરણ ૧૦ અથવા તો ધોરણ ૧૨ માં કોમ્પ્યુટર વિષય રાખેલ હોય તો પ્રમાણપત્રની જરૂર રહેતી નથી.
પગાર ધોરણ:
૧૯,૯૫૦ રૂપિયા પ્રતિ માસ.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં યોજવામાં આવશે.

પ્રથમ તબક્કો હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેવાનાર લેખિત પરીક્ષા રહેશે.

બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે.

બંને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ પાસ કરવાનો રહેશે.
અગત્યની લિંક:
નોટિફિકેશન માટે અહિયાં ક્લિક કરો.

ઓનલાઈન અરજી માટે અહિયાં ક્લિક કરો.

Leave a Comment