આધાર કાર્ડ ખોવાય ગયું હોય તો શું કરવું ?

આધાર કાર્ડ ખોવાય ગયું હોય તો શું કરવું ? – આપણે આપણું આધાર કાર્ડ એક જગ્યાએ મૂકી રાખતા હોય છે કેમ કે જ્યારે આધાર કાર્ડની જરૂર પડે ત્યારે તરત મળી જાય પણ જ્યારે આધાર કાર્ડની જરૂર પડે ત્યારે આધાર કાર્ડ ન મળે તો ? અને તમને આધાર કાર્ડ નંબર પણ યાદ ન હોય તો શું કરવું? તેમાં માટે શું કરવું એ જાણવું હોય તો આ પોસ્ટ ધ્યાનથી વાંચો.

What to do if your Aadhaar Card is Lost?

What to do if your Aadhaar Card is Lost?

સૌથી પહેલા જે સર્વિસ આપણને UDAI આપે છે જે તમારું આધાર કાર્ડ ખોવાય ગયું હોય તો Retrieve Aadhaar નામની એક સર્વિસ છે. જો તમારે આ સર્વિસ નો ઉપયોગ કરવો હોય તો તમારી પાસે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર જોઈશે.

 • તમારા ફોનમાં uidai.gov.in લખીને સર્ચ કરો.
 • હવે આધારની UDAIની વેબસાઈટ ખુલશે.
 • હવે તમે ભાષા પસંદ કરો.
 • હવે નવું પેજ ખુલશે. તેમાં Aadhaar Service પર ક્લિક કરો એટલે આધાર તમને જે સર્વિસ આપે છે તે દેખાશે.
 • હવે ત્યાં તમને Retrieve Aadhaar પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે જે પેજ ખુલશે તેમાં તમારે આધાર નંબર માટે તમારે તમારું નામ લખવાનું અને તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હોય તે નંબર લખવાનો રહેશે.
 • પછી કેપ્ચા લખવાનો રહેશે અને Send OTP પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે તર નંબર પર OTP આવશે.
 • હવે OTP તમે લખશો એટલે તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા આધાર કાર્ડ નંબર મળી જશે.
 • હવે તમને આધાર કાર્ડ નંબર મળી ગયો હશે.
 • ત્યાર બાદ Download Aadhaar પર ક્લિક કરી આધાર કાર્ડ ડાઉનલોડ કરી લો.

ઓફિશિયલ વેબસાઈટ – અહીં ક્લિક કરો

હવે તમને ખબર પડે ગઈ હશે કે તમારું આધાર કાર્ડ ખોવાય જાય તો કેવો રીતે ડાઉનલોડ કરી શકાય છે.

આધાર કાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા – નામ, સરનામું, મોબાઇલ નંબર – અહીં ક્લિક કરો

Leave a Comment