આધાર કાર્ડમાં ઘરે બેઠા સુધારો કરો – સરનામું, મોબાઈલ નંબર, નામ સુધારો કરો, @myaadhaar.udai.gov.in

Share This Post

 આધાર કાર્ડમાં સુધારો કરો ઘરે બેઠા – મિત્રો, આધાર કાર્ડ તો બધાની પાસે હશે જ, પણ જો તમે આધાર કાર્ડ કઢાવી લીધું છે અને તેમાં નામ, સરનામાં માં ભૂલ છે તો તમારે એ ભૂલ સુધારવી પડશે અને આ ભૂલ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા સુધારી શકો છો. જો તમારે સુધારો કરવો હોય તો આ પોસ્ટ ધ્યાનથી વાંચો.

Aadhaar Card Update : How to change your Name, Address, Date Of Birth and Mobile Number Online

આધાર કાર્ડ કેટલું ઉપયોગી છે તે બધા ને ખબર જ હશે એટલા અંતે તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ હોવી જોઈએ નહીં. જો આધાર કાર્ડમાં ભૂલ હોય તો એ સુધારવાની જવાબદારી આપણી છે. તમે આધાર કાર્ડ કાઢવવા જાવ ત્યારે માહિતી સાચી આપેલ હોય પણ કોઈ કારણે ભૂલ થઈ ગયેલ હોય અને તમારું આધાર કાર્ડ ઘરે આવે ત્યારે તેમાં ભૂલ જોવા મળે છે તો તમારે આ ભૂલ સુધારી લેવી જોઈએ.

Aadhaar Card Update : How to change your Name, Address, Date Of Birth and Mobile Number Online

 • આ લેખ દ્વારા તમને જાણવા મળશે કે આધાર કાર્ડમાં નામ કઈ રીતે સુધારવું? આધાર કાર્ડમાં સરનામું કઈ રીતે સુધારવું? આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે બદલવો?
 • આધાર કાર્ડમાં સુધારો કરવા માટે સ્ટેપ્સ
 • આધાર કાર્ડ અપડેટ – આધાર કાર્ડમાં નામ સરનામું કે મોબાઈલ નંબર કેવી રીતે સુધારવું ?
 • તમારે સૌથી પહેલા તો UDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
 • ઓફિશિયલ વેબસાઈટ ગયા પછી તમારે સામે હોમ પેજ ખુલશે.
 • આ પેજ પર તમને Update Aadhaar માં તમને બહુ બધા વિકલ્પ દેખાશે. આ બધા વિકલ્પો માંથી તમારે Update Demographic Data Online પર ક્લિક કરવાનું રહેશે.
 • તેના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.
 • હવે આ પેજ પર તમારે Process to Update Aadhaar વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે.
 • હવે તમારે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે.
 • આધાર નંબર અને કેપ્ચા કોડ નાખ્યા બાદ તમારે Send OTP પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારા ફોનમાં જે OTP આવ્યો હશે તે બોક્સમાં નાખો અને login પર ક્લિક કરો.
 • ત્યાર બાદ Update Aadhaar Online વિકલ્પ આપ્યો હશે તે વિકલ્પ પર ક્લિક કરો.
 • હવે તમે આધાર કાર્ડમાં પાંચ સુધારા કરી શકશો આ વિગત આપેલ હશે.
 • તેમાંથી તમારે જે સુધારો કરવો હોય તે વિકલ્પ પસંદ કરો.
 • વિકલ્પ પસંદ કર્યા પછી Process to update Aadhaar બટન પર ક્લિક કરો.
 • હવે જો તમે સરનામું બદલવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તો સરનામાની માહિતી લખવાની રહેશે.
 • તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.
 • હવે તમારે પ્રૂફ તરીકે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તમારે અપડેટ કરવા માટે આઈડી પ્રૂફ હોવું જોઈએ. આઈડી પ્રૂફ તરીકે તમે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર ઓળખપત્ર, રેશનકાર્ડ અપલોડ કરી શકો છો.
 • ત્યાર બાદ તમારું ફોર્મ સબમિટ કરી લો.

આધાર અપડેટ – અહીં ક્લિક કરો

ઓફિશિયલ વેબસાઈટ – અહીં ક્લિક કરો

આધાર સેવો માટે ફી

ન્યુ એનરોલમેન્ટ ફી – ફ્રી

બાળકોની બાયોમેટ્રિક અપડેટ – ફ્રી

બાયોમેટ્રિક કે ડેમોગ્રાફીક કે બંને અપડેટ – Rs.50/-

હવે તમને જાણકારી તો મળી જ ગઈ હશે કે આધાર કાર્ડમાં નામ કઈ રીતે સુધારવું? આધાર કાર્ડમાં સરનામું કઈ રીતે સુધારવું? આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે બદલવો? જો તમને પોસ્ટ સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહિ.


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *