Railway Recruitment 2022: ભારતીય રેલવે દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સારી તક છે.
ભારતીય રેલવે દ્વારા 3115 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડી છે. ભારતીય રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલ આ નોટિફિકેશન મુજન એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર છે. રેલવે ભરતી ૨૦૨૨ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે. લાયકાત ધરાવતા અને રસ ધરાવનાર ઉમેદવાર નિર્ધારિત સમય તારીખ પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૨ છે. ઓનલાઈન અરજી ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયેલ છે.
Railway Recruitment 2022 : ભારતીય રેલવેમાં ૩૧૧૫ જગ્યાઓ માટે ભરતી
રેલવે ભરતી ૨૦૨૨ માટે ઉમેદવાર ઓનલાઇન અરજી ઓફિશિયલ વેબસાઈટ દ્વારા કરી શકે છે. રેલવે ભરતી ૨૦૨૨ની પુરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી કેવી રીતે કરવી વગેરે જોવા માટે પોસ્ટ વાંચો. ઓનલાઇન અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો. ઓફિશિયલ નોટિફિકેશન વાંચ્યા પછી અરજી કરો.
રેલવે ભરતી ૨૦૨૨ : વય મર્યાદા
રેલવે ભરતી ૨૦૨૨ માટે અરજી કરવા માટે વય મર્યાદા નીચે પ્રમાણે છે.
લઘુત્તમ વય મર્યાદા – ૧૫ વર્ષ
મહત્તમ વય મર્યાદા – ૨૪ વર્ષ
રેલવે ભરતી ૨૦૨૨ : શૈક્ષણિક લાયકાત
અરજી કરનારા ઉમેદવારોએ કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ ૧૦ પાસ કરેલ હોવું જોઈએ અને NCVT અથવા SCVT આઈ.ટી. આઈ. પ્રમાણપત્ર હોવું જોઈએ. રેલવે ભરતી ૨૦૨૨ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
રેલવે ભરતી ૨૦૨૨ : એપ્લિકેશન ફી
રેલવે ભરતી ૨૦૨૨માં અરજી કરતા UR/OBC/EWS કેટેગરીના અરજદારો માટે અરજી ફી ૧૦૦/- વસુલવામાં આવશે. આ ભરતી માટે અન્ય કેટેગરી માટે કોઈ અરજી ફી નથી. પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
રેલવે ભરતી ૨૦૨૨ : ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
સૌપ્રથમ ભારતીય રેલવેની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
ઓફિશિયલ વેબસાઈટ ના હોમ પેજ પર, ભરતીનો વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
ત્યારબાદ રેલવે ભરતી ૨૦૨૨ની ઓફિશિયલ નોટિફિકેશન ઘ્યાનથી વાંચો.
ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે ક્લિક કરો.
હવે અરજી ફોર્મમાં તમારે માહિતી ભરવાની રહેશે. તમે જે માહિતી ભરી છે તે સાચી છે કોઈ ભૂલ નથી તે ચેક કરી લો .
તમામ માહિતી ભર્યા બાદ તમારો ફોટો, સહી અપલોડ કરો.
હવે તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેશે.
અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લો.
રેલવે ભરતી ૨૦૨૨ : મહત્વની તારીખ
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – ૩૦/૦૯/૨૦૨૨
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – ૨૯/૧૦/૨૦૨૨
ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો – અહીં ક્લિક કરો
રેલવે ભરતી ૨૦૨૨ કુલ કેટલી જગ્યા માટે ભરતી છે?
- ભારતીય રેલવે દ્વારા કુલ ૩૧૧૫ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
રેલવે ભરતી ૨૦૨૨ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૧૦/૨૦૨૨ છે.