Vadnagar Nagarpalika Bharti 2022: વડનગર નગરપાલિકા દ્વારા ક્લાર્ક / ક્લાર્ક કમ ટાઈપીસ્ટ તેમજ અન્ય શાખાના ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને મુકાદમ ની જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે.
વડનગર નગરપાલિકા ભરતી 2022
પ્રાદેશિક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ જા.નં.પ્રા.કમિ./વહટ/વડનગર ન.પા./જગ્યા મંજૂરી/વશી/૭૧૭/૨૦૨૨/૮૫૫૩, તારીખ ૧૫/૧૦/૨૦૨૨થી મંજુર થયેલ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવાની મળેલ મંજૂરી અન્વયે નગરપાલિકાના મંજુર થયેલ કર્મચારીઓની સેવાઓ અંગેના ભરતી બઢતીના નિયમો 2022 આધીન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે નીચે દર્શાવેલ સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી સરકારશ્રીની પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારની નીતિ મુજબ સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નંગ (2) (એક અરજી પર ચોંટાડેલ અને 1 સ્ટેપલર કરેલ) શાળા છોડયાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવ અંગેના પ્રમાણપત્ર તથા કોમ્પ્યુટર પરીક્ષા પાસ કર્યા અંગેના પ્રમાણપત્રોને સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજી સાથે પ્રમાણપત્રો સામેલ ન હોય તેવી કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
વડનગર નગરપાલિકા ભરતી 2022 માટે અરજી સાથે બિન અનામત વર્ગના ઉમેદવારે રૂપિયા 300/- ચીફ ઓફિસર વડનગર નગરપાલિકા વડનગરના નામના ડિમાન્ડ ડ્રાફ્ટ કે પોસ્ટલ ઓર્ડરથી મોકલવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે કોઈ ફી ભરવાની રહેશે નહીં. પરંતુ અરજી સાથે પછાત વર્ગ અનુસૂચિ જાતિ કે જનજાતિ અંગે સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રને સ્વપ્રમાણિત નકલ ફરજીયાત રજૂ કરવાની રહેશે
અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે
વડનગર નગરપાલિકા ભરતી 2022 વયમર્યાદા
વય મર્યાદા સરકાર શ્રીના નીતિ નિયમ પ્રમાણે રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રી ના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. તારીખ 01/10/2022 ની સ્થિતિએ વય મર્યાદા ગણવાની રહેશે.
તારીખ 01/10/2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.
આ પણ વાંચો – ધોરણ 10 પાસ અને ITI પાસ માટે નોકરીની તક, જાણો પુરી માહિતી
નિયામકશ્રી નગરપાલિકા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના 03/08/2004ના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના હાઇકોર્ટના ચુકાદાને આધીન નગરપાલિકા ખાતે ફરજ બજાવેલ કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવામાં આવશે.
અધૂરી કે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
આ પણ વાંચો – સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં નવી ભરતી જાહેર, પગાર 36000 થી શરૂ
વડનગર નગરપાલિકા ભરતી 2022 માટે અરજી કેવી રીતે કરવી ?
વડનગર નગરપાલિકા ભરતી 2022માટેની જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં ચિફ ઓફિસર શ્રી વડનગર નગરપાલિકા જિલ્લો- મહેસાણા ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી થી મોકલી આપવાની રહેશે.
વડનગર નગરપાલિકા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ
ઓફિશિયલ નોટિફિકેશન – અહીં ક્લિક કરો