પોસ્ટ ઓફિસ ભરતી ૨૦૨૨: ધોરણ ૮ પાસ માટે નોકરીની તક, જાણો પુરી વિગત

Share This Post

પોસ્ટ ઓફિસ ભરતી ૨૦૨૨ Post Office Recruitment 2022 : જે મિત્રો નોકરીની શોધમાં છે તેમના માટે સારા સમાચાર છે. પોસ્ટ ઓફિસ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો પોસ્ટ ઓફીસમાં નોકરી કરવા માગતા હોય તેમના માટે આ એક સારી તક છે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કુલ સાત જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે પુરી પોસ્ટ વાંચો અને ઓફિશિયલ નોટિફિકેશન પણ જોવો.

Post Office Recruitment 2022

મિત્રો, પોસ્ટ ઓફિસ ભરતીની વાત કરીએ તો, પોસ્ટ ઓફિસ દ્વારા Tradersની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. જે મિત્રો આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ indiapost.gov.in ની મુલાકાત લઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
પોસ્ટ ઓફિસ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકો છો.
Post Office Recruitment 2022
પોસ્ટ ઓફિસ ભરતી ૨૦૨૨ ખાલી જગ્યાની વિગતો
મિત્રો, ભારતીય ટપાલ વિભાગ દ્વારા કુલ ૭ (સાત) જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. આ બધી પોસ્ટ ટ્રેડ સંબધિત છે જેમાં ઇલેક્ટ્રિશિયન, પેઈન્ટર, કારપેન્ટર, વેલ્ડર, એમવી મેકેનિક જગ્યાઓનો સમાવેશ થાય છે.
ઇલેક્ટ્રિશિયન :- ૦૨ જગ્યા
પેઈન્ટર :- ૦૧ જગ્યા
વેલ્ડર :- ૦૧ જગ્યા
કારપેન્ટર :- ૦૨ જગ્યા
એમવી મેકેનિક – ૦૧ જગ્યા
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ ઓફિસ ભરતી ૨૦૨૨ માં અરજી કરવા માટે તમે ધોરણ ૮ પાસ હોવા જોઈએ અને કામનો અનુભવ હોવો જોઈએ. ઉમેદવારને સંબધિત ટ્રેડમાં ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
પોસ્ટ ઓફિસ ભરતીમાં જે જગ્યા આપેલ છે તે જગ્યા માટે અરજી કરવા માટે લઘુત્તમ વય મર્યાદા ૧૮ વર્ષ હોવી જોઈએ અને મહત્તમ વય મર્યાદા ૩૦ વર્ષની હોવી જોઈએ. સરકારના નિયમો અનુસાર, અનામત વર્ગના લોકો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
આ ખાલી જગ્યાઓ માટે પગાર ધોરણ ૭માં પગાર પંચ મુજબ આપવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારને ૬૩,૨૦૦/- રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે.
Post Office Recruitment 2022 : એપ્લિકેશન ફી
પોસ્ટ ઓફિસ ભરતી ૨૦૨૨ ખાલી જગ્યાઓ માટે એપ્લિકેશન ફી ૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે. પુરી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
પોસ્ટ ઓફિસ ભરતી ૨૦૨૨ અરજી કેવી રીતે કરવી ?
લાયકાત ધરાવનાર ઉમેદવાર અરજી ઓનલાઇન અને ઓફલાઇન પ્રક્રિયા દ્વારા કરી શકે છે. પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ indiapost.gov.in ની મુલાકાત લઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
પોસ્ટ ઓફિસ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૨ છે.
ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
India Post Office Recruitment 2022 કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે?
– ભારતીય ટપાલ વિભાગ દ્વારા કુલ ૭ (સાત) જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.
India Post Office Recruitment 2022 અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?
– ૧૯/૧૦/૨૦૨૨ 

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *