જિલ્લા આરોગ્ય સોસાયટી બનાસકાંઠામાં ભરતી – NHM Banaskantha Bharti

NHM Banaskantha Bharti 2022


નેશનલ હેલ્થ મિશન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં અમુક સ્ટાફની ભરતી કરવાની થાય છે. જે તદ્દન ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની થાય છે. જેમાં તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર, અને કોલ્ડ ચેઇન ટેક્નિશિયનની ભરતી કરવાની થાય છે. જેની સંપૂર્ણ વિગતો નીચે આપેલ છે. જે ધ્યાનથી વાંચવી અને પછી ઓનલાઈન અરજી કરવી.

NHM Banaskantha Bharti- નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી:

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી ૦૫/૧૧/૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી https://arogyasathi.gujarat.gov.in/ આપેલ લિંક ઉપર કરવાની રહેશે. જેની લિંક અને નોટિફિકેશન તમને નીચે આપેલ લિંક દ્વારા મળી રહેશે.
જગ્યાનું નામ:
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન

લાયકાત:

તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ: કોઈપણ પ્રવાહમાં સ્નાતક, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ (એક વર્ષથી ઓછો નહીં), ૨ થી ૩ વર્ષનો અનુભવ, ઈન્ટરનેટનો જાણકાર અને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ અને ડેટા એન્ટ્રીમાં સારી સ્પીડ.

એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર: વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ (એક વર્ષથી ઓછો નહિ), એક વર્ષનો એકાઉન્ટ તથા કોમ્પ્યુટરનો અનુભવ, ઈન્ટરનેટનો જાણકાર અને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ અને ડેટા એન્ટ્રીમાં સારી સ્પીડ, ટેલીનો જાણકાર.

કોલ્ડ ચેઇન ટેક્નિશિયન: ધોરણ ૧૨ પાસ, આઈ.ટી.આઈ. માંથી રેફ્રિજરેટર અને એર કંડીશનરનો કોર્સ કરેલ હોવો જોઈએ,રેફ્રિજરેટર અને એર કંડીશનરનો ૨ વર્ષનો મેઈન્ટેનન્સનો અનુભવ, કોમ્પ્યુટરનો બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

ઉમર:
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ:૪૦ વર્ષથી વધુ નહીં.
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર:૪૦ વર્ષથી વધુ નહીં.
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન: ૪૦ વર્ષથી વધુ નહીં.

પગાર:
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ: ૧૩,૦૦૦
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર: ૧૩,૦૦૦
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન: ૧૦,૦૦૦

નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.

ઓનલાઈન અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો.

Leave a Comment