ગુજરાત વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨: ૨૬૦૦ જગ્યાઓ

Share This Post

Vidhya Sahayak Bharti (Recruitment) 2022


Vidhya Sahayak Bharti 2022: ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ૨૬૦૦ વિધાસહાયકોની ભરતી કરવામાં આવનાર છે તેની માહિતી સરકાર દ્વારા અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેમાં ધોરણ ૧ થી ૫ માં ૧૦૦૦ અને ધોરણ ૬ થી ૮ માં ૧૬૦૦ એમ કુલ મળીને ૨૬૦૦ વિધાસહાયકોની ભરતી કરવામાં આવનાર છે. આ માહિતી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવેલ છે. 


૧૧ ઓકટોબર ૨૦૨૨ ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં ધોરણ ૧ થી ૫ માં ૧૦૦૦, ગણિત વિજ્ઞાન વિષય માટે ૭૫૦, અન્ય ભાષાના વિષયો માટે ૨૫૦ અને સામાજિક વિજ્ઞાન વિષય માટે ૬૦૦ વિધાસહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા ૫% વધારાના ગુણ આપવાના નિયમનો અમલ કરવામાં આવનાર છે. 

રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની ભરતી સમયે વિધવા મહિલા ઉમેદવારોને ૫ ટકા ગુણનો લાભ આપવાનું ગુજરાત સરકારના ઠરાવ મુજબ ઠરાવવામાં આવે છે. આ માટે રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની ભરતીમાં વિધવા મહિલા ઉમેદવારોને શિક્ષક યોગ્યતા કસોટી – tet પરીક્ષામાં મેળવેલ ગુણના ૫૦ ટકા ગુણ તથા તેની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ગુણના ૫૦ ટકા ગુણ આધારે તૈયાર થનાર આખરી મેરીટમાં વિધવા મહિલા ઉમેદવારને તેઓએ મેળવેલ ગુણના ૫ ટકા ગુણ આપવાના રહેશે. 

વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ ખાલી જગ્યાઓની માહિતી:



વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ અંગેની સૂચનાઓ:




આ લાભ માત્ર એવી વિધવા મહિલા ઉમેદવારોને મળવાપાત્ર થશે કે જેમણે ભરતી તથા નિમણૂક સમયે પુનઃલગ્ન ના કર્યા હોય. 

2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય pic.twitter.com/jykI7SWiTE

— Jitu Vaghani (@jitu_vaghani) October 10, 2022

 


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *