ખુશખબર : હવે ઘરે બેઠા કઢાવો ડ્રાઇવિંગ લાયસન્સ, જાણો સંપૂર્ણ માહિતી

Share This Post

મિત્રો, તમને બધાને ખબર જ હશે કે ડ્રાઇવિંગ લાયસન્સ એ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. જો તમે ડ્રાઇવિંગ કરવા માંગો ચજો તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવું આવશ્યક છે. ડ્રાઈવિંગ લાયસન્સનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. ઓળખ માટે પણ ડ્રાઈવિંગ લાયસન્સનો ઉપયોગ થાય છે.

ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટેની પ્રક્રિયા તમને ખબર જ હશે. બાઇક અને ગાડી ચલાવવા માટે પરમેનન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. મિત્રો, લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવી પડશે. ઓનલાઇન અરજી કરવી એકદમ સરળ છે.
How to Apply For Learning Licence Online,  લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરો

How to Apply For Learning Licence Online,  લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરો

લાયસન્સ માટે યોગ્યતા
◆ ગીયર વગરના દ્વિચક્રી વાહનનું લાયસન્સ મેળવવા માટે 16 વર્ષની વય પૂર્ણ કરેલ હોવી જોઈએ.
◆ ગીયર સાથેના દ્વિચક્રી વાહનો, મોટર કાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાયસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલ હોવી જોઈએ.
◆ ટ્રાન્સપોર્ટ વાહનો માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલ હોવી જોઈએ. વધુમાં તેણે ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ. તેમજ તેને ઓછા વજન ના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
જરૂરી દસ્તાવેજો
ઉંમરનો પુરાવો
◆ શાળા છોડયાનું પ્રમાણપત્ર
◆ જન્મનો દાખલો
◆ પાસપોર્ટ
સરનામાંનો પુરાવો
◆ શાળા છોડયાનું પ્રમાણપત્ર
◆ પાસપોર્ટ
◆ લાઈટબીલ
◆ ટેલિફોન બિલ
◆ મતદાર ઓળખપત્ર
◆ LIC પોલિસી
◆ સરનામાં સાથેનો મકાનવેરો
◆ સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લીપ અથવા અરજીકર્તાની સોગંદનામું સરનામાંના પુરાવા સ્વરૂપે રજૂ કરવાનું રહેશે.
Learning Licence મેળવવા માટે કમ્પ્યૂટર પરીક્ષા
● નીતિ, નિયમો, ટ્રાફિક નિશાન જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે
ટેસ્ટના 15 પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં 11 સાચા હોવા જરૂરી છે
● પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય આપવામાં આવશે.
ટેસ્ટમાં સફળ ન થનાર ફરીથી 24 કલાક બાદ ટેસ્ટ આપી શકશે.

How to apply for Learning Licence Online, લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવી રીતે કરવી?

● જો તમારે પણ લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવી છે તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
● પહેલા તમારે www.parivahan.gov.in વેબસાઈટ પર જવું પડશે.
● License Related Service માં Drivers/learning License પર ક્લિક કરો.
● ત્યાર બાદ તમારે રાજ્ય પસંદ કરવું પડશે. તમારું રાજ્ય ગુજરાત છે તો તેને પસંદ કરો.
● હવે Apply For Learner Licence પર ક્લિક કરવાનું રહેશે.
● હવે તમને સ્ક્રીન પર લર્નિંગ લાયસન્સ માટેના તમામ સ્ટેપ્સ જોવા મળશે. આ સ્ટેપ્સ વાંચો અને ત્યાર બાદ Continue પર ક્લિક કરો. 
● ત્યાર બાદ તમારે તમારું RTO સિલેક્ટ કરવું પડશે. હવે તમારે જ્યાં Learning Licence માટે ટેસ્ટ આપવો છે તે ITI ને પસંદ કરો. 
● હવે E-KYC માટે તમારેએ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તેમાં જનરેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારા મોબાઈલ પર એક OTP આવશે તે OTP દાખલ કરવાનો રહેશે.
● OTP દાખલ કર્યા બાદ તમારી સામે Learner Licence માટેનું ફોર્મ ખુલશે. આ ફોર્મમાં તમારે બધી વિગતો ભરવી પડશે.
● બધી વિગતો ભર્યા બાદ તમારે વાહનનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે.
● જો તમારે 2 વ્હિલર ગીયર વગરનું લાયસન્સ માટે કઢાવવું હોય તો (MCWOG), 2 વ્હીલર ગીયર વાળું (MCWG), ફોર વ્હીલર (LMV)
● આ બધી માહિતી ભર્યા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

લર્નિંગ લાયસન્સ માટે અરજી કરો – અહીં ક્લિક કરો


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *