11th & 12th Tution Sahay Yojana:ધો.૧૦ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર અને ધો.૧૧ સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને ધોરણ-૧૧ અને ધોરણ-૧૨માં ખાનગી ટ્યુશન માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ સહાય આપવા માટેની યોજના અમલમાં છે.
નિયમો અને શરતો:
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૫ % કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધો.૧૧ સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય) ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ અરજી કરવાની રહેશે. મળેલ અરજી પૈકી પ્રથમ ૧૦૦ અરજીઓ નિયમોનુસાર મેરીટના ધોરણે સહાયપાત્ર થશે.
- અરજી કરવાપાત્ર વિદ્યાર્થીઓ પૈકી ૧૦૦ વિદ્યાર્થીઓના મેરીટ લીસ્ટમાં સમાવેશ ન થનાર વિદ્યાર્થીની અરજી દફતરે કરવામાં આવશે. દફતરે કરેલ અરજી અંગે કોઇ પત્રવ્યવહાર કરવામાં આવશે નહી
- સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ રૂ.૪,૫૦,૦૦૦/- (અંકે ચાર લાખ પચાસ હજાર પુરા) સુધીનું કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર રજુ કરવુ.
- વિજ્ઞાન પ્રવાહ સિવાય ધોરણ-૧૧માં રૂ!. ૮,૦૦૦/- અને ધોરણ-૧૨માં રૂ!.૪,૦૦૦/- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર થશે.
- જેમને ધો.૧૧માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ-૧૨ માં ટયુશન સહાય આપવામાં આવશે.
- ધોરણ-૧૧ માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય મળવાપાત્ર થશે નહી..
- ૭૫% થી ઓછા ગુણ (ટકા) મેળવનાર વિદ્યાર્થીઓની અરજી કરવી નહી આવી અરજી દફતરે કરવામાં આવશે.(પર્સનટાઇલ રેન્ક ધ્યાને લેવામાં આવશે નહી.)
- નિયત અરજી ફોર્મ સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાંથી અથવા નીચેના સરનામે વિના મુલ્યે કચેરી સમય દરમ્યાન મળી રહેશે.
- સંપૂર્ણ ભરેલ અરજી સાધનિક કાગળો સાથે સંબંધિત જિલ્લાના નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીએ અથવા નીચેના સરનામે મોકલી આપવાના રહેશે.
ધોરણ ૧૧ માટે રજુ કરવાના ડોક્યુમેન્ટ:
- સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ જાતિના પ્રમાણપત્રની નકલ
- ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થયાની માર્કશીટની નકલ
- આવકના દાખલાની નકલ
- આધારકાર્ડની નકલ
- ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાવતી તથા પ્રમાણપત્ર. (રૂ. ૫૦૦૦/- થી વધુ રકમની ટ્યુશન ફી ભર્યાની અસલ પાવતી પર રેવન્યુ સ્ટેમ્પ હોવુ ફરજિયાત છે. અન્યથા પાવતી માન્ય ગણવામાં આવશે નહી.) (આ સાથે સામેલ છે. તે મુજબ સહી-સિક્કા સાથે અપલોડ કરવું.)
- વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેક.
- રેશનકાર્ડની નકલ. (મરજીયાત)
ધોરણ ૧૨ માટે રજુ કરવાના ડોક્યુમેન્ટ:
- સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ જાતિના પ્રમાણપત્રની નકલ
- ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થયાની માર્કશીટની નકલ
- આવકના દાખલાની નકલ
- આધારકાર્ડની નકલ
- ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાવતી તથા પ્રમાણપત્ર. (રૂ. ૫૦૦૦/- થી વધુ રકમની ટ્યુશન ફી ભર્યાની અસલ પાવતી પર રેવન્યુ સ્ટેમ્પ હોવુ ફરજિયાત છે. અન્યથા પાવતી માન્ય ગણવામાં આવશે નહી.) (આ સાથે સામેલ છે. તે મુજબ સહી-સિક્કા સાથે અપલોડ કરવું.)
- વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેક.
- રેશનકાર્ડની નકલ. (મરજીયાત)
- ધો. ૧૧ પાસ થયાની માર્કશીટની નકલ ૨. ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાવતી તથા પ્રમાણપત્ર. (રૂ. ૫૦૦૦/- થી વધુ રકમની ટ્યુશન ફી ભર્યાની અસલ પાવતી પર રેવન્યુ સ્ટેમ્પ હોવુ ફરજિયાત છે. અન્યથા પાવતી માન્ય ગણવામાં આવશે નહી.)