GPSC Class 1-2 Syllabus Gujarati – જીપીએસસી ની પરિક્ષાનો સંપૂર્ણ સિલેબસ ગુજરાતીમાં.

GPSC Class 1-2 Syllabus In Gujarati

સ્પર્ધાત્મ્ક પરીક્ષા પધ્ધતિ:-

નોંધ:- પરીક્ષા નું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ રહેશે. મુખ્ય પરીક્ષામાં પણ ગુજરાતી અને અંગ્રેજી ના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં રહેશે. અભ્યાસક્રમના અર્થઘટનના પ્રશ્નના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાની રહેશે.
મિત્રો હવે આપણે GPSC ની પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા વિશે જાણીશું.

૧)પ્રાથમિક કસોટી(Preliminary Examination) :-

* મિત્રો પ્રાથમિક કસોટીમાં પરીક્ષાનો પ્રકાર હેતુલક્ષી રહેશે.
* પ્રાથમિક કસોટીમાં બે પેપર આવશે. (૧) સામાન્ય અભ્યાસ – ૧ અને (૨) સામાન્ય અભ્યાસ – ૨.
* મિત્રો આ બંને પેપર નો સમયગાળો ૩કલાક નો રહેશે.
* સામાન્ય અભ્યાસ – ૧ અને સામાન્ય અભ્યાસ – ૨ બંને પેપર ૨૦૦ માર્કસ ના રહેશે. એટ્લે કુલ ૪૦૦ માર્કસ થાય.
નોંધ:- મિત્રો પ્રાથમિક કસોટીના માર્કસ એ આગળ મેન્સ માં ગણાતા નથી. પ્રાથમિક કસોટી એ માત્ર તમારે આગળ મેન્સમાં જવા માટે જ છે. પ્રાથમિક કસોટીમાં તમારે માત્ર પાસ થવાનું અને આગળ વધવાનું રહેશે.

૨)મુખ્ય પરીક્ષા(Mains Examination) :-

* મિત્રો મુખ્ય પરિક્ષાનો પ્રકાર વર્ણાત્મક હશે.
* મુખ્ય પરીક્ષામાં તમારે છ પેપર આવશે.
(૧) ગુજરાતી , (૨) અંગ્રેજી , (૩) નિબંધ , (૪) સામાન્ય અભ્યાસ ૧ , (૫) સામાન્ય અભ્યાસ – ૨ , (૬) સામાન્ય અભ્યાસ ૩.
* સમય ત્રણ કલાક નો રહેશે દરેક પેપર માં.
* એક પેપર ના કુલ ૧૫૦ માર્કસ હશે એટ્લે છ પેપર તમારા કુલ ૯૦૦ માર્કસ ના થશે.
* આ ૯૦૦ માર્કસ ના પેપરમાં જો તમે પાસ થઈ જાઓ છો તો આગળ વ્યક્તિત્વ કસોટી આવશે. જે તમારે ૧૦૦ માર્કસ ની હશે. જો તમે વ્યક્તિત્વ ક્સોટીમાં સારા માર્કસ મેળવો છો અને ૯૦૦ માર્કસ મુખ્ય પરિક્ષાના અને ૧૦૦ માર્કસ વ્યક્તિત્વ કસોટીના એમ કરીને ૧૦૦૦ માર્કસ માથી તમે સારા માર્ક્સ મેળવો છો તો તમે આ પરીક્ષા પાસ કરી કહેવાશે અને ક્લાસ્સ ૧-૨ ની નોકરી મેળવી શકો છો.
હવે મિત્રો આપણે દરેક પેપર વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીએ. અહિયાં હું પ્રાથમિક કસોટીના બે પેપર વિશે માહિતી મૂકી રહ્યો છું. મુખ્ય પરિક્ષાની માહિતી તમે નીચે પીડીએફ ફાઈલમાં વાંચી શકશો.

સામાન્ય અભ્યાસ ૧:- (હેતુલક્ષી) (પ્રાથમિક પરીક્ષા)

વિષય કોડ – CSP1
ગુણ – ૨૦૦
માધ્યમ – ગુજરાતી અને અંગ્રેજી
સમય – ૧૮૦ મિનિટ
મિત્રો હવે આપણે સામાન્ય અભ્યાસ પેપરમાં શું શું પૂછાય તેના વિશે જાણીશું.
(ક) ઈતિહાસ :-
* સિંધુ ખીણની સભ્યતા , લાક્ષણિક્તાઓ , સ્થળો , સમાજ , સંસ્કૃતિક ઈતિહાસ , કળા અને ધર્મ , સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત.
* વૈદિક યુગ , જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મ.
* ભારત પર વિદેશી આક્રમણો અને તેના પ્રભાવ.
* મોર્ય અને ગુપ્ત સામ્રાજ્ય : તેમનું વહીવટી તંત્ર , સામાજિક , ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓ , કળાઓ , સ્થાપત્ય , સાહિત્ય , વિજ્ઞાન અને ટેક્નોલોજી.
* કનિષક , હર્ષ અને દક્ષિણ ભારતીય રાજવંશો.
* દિલ્હી સ્લતનત , વિજયનગર સામ્રાજ્ય અને મુઘલ સામ્રાજ્ય.
* ભક્તિ આંદોલન અને સૂફીવાદ.
* ગુજરાત નાં મુખ્ય રાજવંશો – તેમનાં શાસકો – વહીવટી તંત્ર , આર્થિક પરિસ્થિતિઓ , સમાજ , ધર્મ , સાહિત્ય , કળા અને સ્થાપત્ય.
* ગુજરાતની સ્વતંત્ર સ્લતનત – સુલતાન અહમદશાહ – ૧ , મહંમદ બેગડો અને બહાદુર શાહ.
* મુઘલો અને મરઠાઓનાં શાસન દરમ્યાન ગુજરાત , વડોદરામાં ગાયકવાડી શાસન અને વોકર કરાર.
* ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓ-સર્વોચ્ચતાં માટેનો તેમનો સંઘર્ષ – બંગાળ , મૈસુર , મરઠાઓ અને હૈદરાબાદનાં વિશેષ સંદર્ભમાં.
* ગવર્નર જનરલ અને વાઇસ રોયઝ.
* ૧૮૫૭ નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ – ઉદ્દભવ , સ્વરુપ , કારણો , પરિણામો અને મહત્વ , ગુજરાતના વિશેષ સંદર્ભમાં.
* ૧૯ મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો.
* ભારતની સ્વતંત્રતા માટેના ચળવળ , ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ.
* સૌરાષ્ટ્ર , કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાંઓ.
* મહાત્મા ગાંધી , તેમાંના વિચાર , સિદ્ધાંતો અને જીવન દર્શન , મહત્વનાં સત્યાગ્રહ – ગુજરાતનાં ખેડા , બોરસદ , બારડોલી , ધરાસણા , ધોલેરા , રાજકોટ અને લીંબડી સત્યાગ્રહનાં વિશેષ સંદર્ભમાં.
* સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકિકિકરણમાં સરદાર પટેલની ભૂમિકા.
* ડો. બાબા સાહેબ આંબેડકર , તેમનુ જીવન અને ભારતના બંધારણનાં ઘડતરમાં તેમનુ યોગદાન.
* આઝાદી પછી ભારત દેશમાં રાજ્યોંઉ પુનર્ગઠન , મહાગુજરાત ચળવળ , અગત્યની ઘટનાઓ.
(ખ) સાંસ્કૃતિક વારસો :-
* ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો , સાહિત્ય , શિલ્પ અને સ્થાપત્ય.
* ભારતીય સંતપરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ.
* ભારતીય જીવનપરંપરા , મેળા , ઉત્સવો , ખાણી-પીણી , પોશાક અને પરંપરાઓ.
* ભારતીય સંગીત અને તેનુ મહત્વ.
* ગુજરાતના સંગ્રહસ્થાનો , પુસ્તકાલય પ્રવૃતિ , સાંસ્કૃતિક – ધાર્મિક – સહિતયિક મહત્વ.
* ગુજરાતી ભાષા-બોલીઓ.
* ગુજરાતી રંગભૂમિ : નાટકો , ગીતો , નાટ્યમંડળીઓ.
* આદિવાસી જનજીવન : તહેવારો , મેળા , પોશાક , ધાર્મિક વિધિઓ.
* ગુજરાતી સાહિત્ય : પ્રવાહો , વળાંકો , સાહિત્યકારો , સહિતયિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ.
* ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.
(ગ) ભારતીય રાજયવ્યવસ્થા , બંધારણ , સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો :-
* ભારતીય બંધારણ – ઉદ્દભવ અને વિકાસ , લાક્ષણિકતાઓ , આમૂખ , મૂળભૂત અધિકારો અને ફરજો , માર્ગદર્શક સિદ્ધાંતો , બંધારણીય સુધારાઓ , મહત્વની જોગવાઈઓ અને અંતનિર્હિત માળખું.
* સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબ દારીઓ , સંસદ અને રાજય વિધાનમંડળ : માળખું , કાર્યો , સત્તા અને વિશેષાઘીકરો , સમવાયતંત્રને લગતી બાબતો અને પડકારો. સ્થાનિક કક્ષા સુધી સત્તા અને નાણાંની સોંપણી અને તેની સમસ્યાઓ.
* બંધારણીય સંસ્થાઓ : સત્તા , કાર્યો અને જવાબદારી.
* પંચાયતી રાજ.
* જાહેર નિતી અને શાસન.
* શાસન ઉપર ઉદારીકરણ , ખાનગીકરણ અને વૈશ્વિકરણનાં પ્રભાવો.
* વૈધાનિક , નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
* અધિકાર સંલગ્ન મુદ્દાઓ (માનવ અધિકાર , સ્ત્રીઓનાં અધિકાર , એસસી-એસટી અધિકારો , બાળકોના અધિકાર) ઇત્યાદિ.
* ભારતની વિદેશનીતિ – આંતરરાષ્ટ્રીય સંબંધો – મહત્વની સંસ્થાઓ , એજન્સી , વિવિધ સંગઠનો અને તેમનુ માળખું અને અધિકૃત આદેશ.
* કેન્દ્ર અને રાજય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.
* ભારતમાં ન્યાયપાલિકા – માળખું અને કાર્યો , કટોકટીને લગતી અગત્યની જોગવાઈઓ અને બંધારણીય સુધારાઓ , ન્યાયિક સમીક્ષાઓ , જનહિત યાચિકા , સીમાચિહ્ન ચુકાદાઓ.
(ઘ) સામાન્ય બૌદ્ધિક ક્ષમતા :-
* તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
* સંખ્યાઓની શ્રેણી , સંકેત અને તેનો ઉકેલ.
* સંબંધ વિષયક પ્રશ્ન
* આકૃતિઓ અને તેનાં પેટા વિભાગો , વેન આકૃતિઓ.
* ઘડિયાળ , કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો.
* સંખ્યા વ્યવસ્થા અને તેનાં માનક્રમ
* રૈખિક સમીકરણ (એક કે બે ચલમાં)
* પ્રમાણ , હિસ્સો અને ચલ.
* સરેરાશ યા મધયક , મધ્યસ્થ અને બહુલક , ભારીત સરેરાશ.
* ઘાત અને ઘાતંક , વર્ગ , વર્ગમૂળ , ઘનમૂળ , ગુ.સા.અ. અને લ.સા.અ.
* ટકા , સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ , નફો અને નુકસાન.
* સમય અને કાર્ય , સમય અને અંતર , ઝડપ અને અંતર.
* સરળ ભૌતિક આકૃતિઓનાં ક્ષેત્રફળ અને પરિમિતિ , જથ્થો અને સપાટીનો વિસ્તાર (છ સમાંતર બાજુ ધરાવતો ઘમ , ઘન , સિલિન્ડર , શંકુ આકાર , ગોળાકાર)
* રેખા , ખૂણા , સામાન્ય ભૌમિતિક આકૃતિઓ-સાદી કે ત્રાંસી સમાંતર રેખાઓનાં ગુણધર્મો , ત્રિકોણની સાપેક્ષ બાજુઓનાં માપના ગુણધર્મો , પાયથાગોરસનો પ્રમેય , ચતુર્ભૂજ , લંબગોળ , સમાંતર બાજુ ચતુષકોણ.
* બીજગણિતનો પરિચય-BODMAS-કાનાભાગુવઓ – વિચિત્ર પ્રતીકોની સરળ સમજૂતી.
* માહિતીનું અર્થઘટન , માહિતીનું વિશ્લેષણ , માહિતીની પર્યાપ્તતા , સંભાવના.

સામાન્ય અભ્યાસ ૨:- (હેતુલક્ષી) (પ્રાથમિક પરીક્ષા)

વિષય કોડ – CSP2
ગુણ – ૨૦૦
માધ્યમ – ગુજરાતી અને અંગ્રેજી
સમય – ૧૮૦ મિનિટ
(ક) ભારતીય અર્થતંત્ર અને આયોજન :-

* સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર , ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ – ઐતિહાસિક ચર્ચાઓ , આયોજનના મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો , સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર : નવા આર્થિક સુધારાઓ , નીતિ આયોગ : ઉદેશયો , બંધારણ અને કાર્યો.

* કૃષિ ક્ષેત્ર : મુખ્ય પાકો , દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ , સિંચાઇ , સંસ્થાકીય માળખું – ભારતમાં જમીન સુધારાઓ , કૃષિમાં ટેક્નોલોજિકલ પરિવર્તનો – કૃષિ નિપજક અને ઉત્પાદનોની ભાવનીતિ , કૃષિ અને ઉધોગ વચ્ચે વેપારની શરતો , કૃષિ વિતતીય નીતિ , કૃષિ વેચાણ અને સંગ્રહ , ખાધ સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા , હરિત ક્રાંતિ , ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ.
* ઔધોગિક નીતિ : જાહેર ક્ષેત્રના સાહસો અને તેમની કામગીરી , ખાનગીકરણ અને વિનીવશિકરણની ચર્ચા , ઔધોગિકરણની વૃધ્ધિ અને તરેહ, નાના પાયાના ઉધોગોનું ક્ષેત્ર , આઉધોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા , ખાસ આર્થિક વિસ્તાર અને આઉધોગિકરણ , વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ.
* ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું : આંતરમાળખાકીય સુવિધાઓનો અર્થ અને મહત્વ – પાણી પુરવઠો અને સ્વચ્છતા-ઉર્જા-અને વીજળી – વિજ્ઞાન અને ટેક્નોલોજી – ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ – બંદરો , માર્ગો , હવાઈ મથકો , રેલ્વે , ટેલિ કમ્યુનિકેશન , સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેંટ.
* સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરેહ-વૃધ્ધિ દર ,જાતિ , ગ્રામીણ – શહેરી સ્થાનતરણ , સાક્ષરતા , પ્રાદેશિક , ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો , બેકરી – વલણો , માળખું અને રાષ્ટ્રીય ગ્રામ રોજગાર નીતિઓ , વિકાસના નિર્દેશકો – જીવનની ભૌતિક ગુણવત્તાનો અંક , માનવ વિકાસ આંક , માનવ ગરીબી આંક , જાતિય વિકાસ આંક , રાષ્ટ્રીય સુખાકારી આંક.
* ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા , ભારતીય કર પધ્ધતિ , જાહેર ખર્ચ , જાહેર દેવું , ભારતીય અર્થતંત્રમાં ખાધ અને સહાય , કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો , તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો. વસ્તુ અને સેવા કર. (GST)
* ભારત વિદેશ વ્યાપારના વલણો , સંરચના , માળખું અને દિશા , સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની સ્થિતિ.
* ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન , ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો , શિક્ષણ , આરોગ્ય અને પોષણ , વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર , ભારત અને પ્રમુખ રાજયોની તુલનાએ , કૃષિની મુખ્ય સમસ્યાઓ , વન , જળ સંસાધનો , ખાણ ઉધોગ અને સેવા ક્ષેત્ર , આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ – એક મૂલ્યાંકન.
(ખ) ભૂગોળ :-:-

* સામાન્ય ભૂગોળ , સૂર્યમંડળના ભાગરૂપી પૃથ્વી , પૃથ્વીની ગતિ , સમય અને ઋતુની વિભાવના , પૃથ્વીની આંતરિક સંરચના , મુખ્ય ભુમિસ્વરૂપો અને તેની લાક્ષણિક્તાઓ , વાતાવરણ ની સંરચના અને સંઘટન , આબોહવાના તત્વો અને પરિબળો , વાયુ સમ્મુચય અને વાતાગ્ર , વાતાવરણીય વિક્ષોભ , આબોહવાકીય બદલાવ , મહાસાગરો , ભૌતિક , રસાયણિક , જૈવિક લાક્ષણિક્તાઓ , જલીય આપત્તિઓ , દરિયાઈ અને ખંડિય સંશાધનો.
* ભૌતિક ભૂગોળ ભારત , ગુજરાત અને વિશ્વના સદર્ભમાં : મુખ્ય પ્રકૃતિક વિભાગો , ભૂકંપ અને ભૂસ્ખલન , કુદરતી આપવાહ , મૌસમી આબોહવાના પ્રદેશો , ચક્રવાત , કુદરતી વનસ્પતિઓ , રાષ્ટ્રીય ઉધાન અને અભ્યારણ્યો , જમીનના મુખ્ય પ્રકાર , ખડક અને ખનીજો.
* સામાજિક ભૂગોળ : ભારત , ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં : વસ્તીનું વિતરણ , વસ્તી ઘનતા , વસતિ વૃધ્ધિ , સ્ત્રી પુરુષ પ્રમાણ , સાક્ષરતા , વ્યાવસાયિક સંરચના , અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ વસ્તી , નૃજાતિ સમૂહ , ગ્રામીણ શહેરી ઘટકો , શહેરીકરણ અને સ્થળાંતર , મહાનગરીય પ્રદેશો.
* આર્થિક ભૂગોળ : અર્થતંત્રના મુખ્ય વિભાગો , કૃષિ , ઉધોગ , સેવાઓ , તેમની મુખ્ય લાક્ષણિક્તાઓ , પાયાના ઉધોગો , કૃષિ , ખનીજ , જંગલ , ઈંધણ અને માનવશ્રમ આધારિત ઉધોગો , પરિવહન અને વેપાર , પધ્ધતિઓ અને સમસ્યાઓ.
(ગ) વિજ્ઞાન અને ટેક્નોલૉજી ::

* વિજ્ઞાન અને ટેક્નોલૉજી : વિજ્ઞાન અને ટેક્નોલૉજી નુ સ્વરૂપ અને ક્ષેત્ર , રોજબરોજ ના જીવનમાં ટેક્નોલોજીની પ્રસ્તુતતા , વિજ્ઞાન , ટેક્નોલૉજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ , ભારતમાં વિજ્ઞાન , ટેક્નોલૉજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ , તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન , પ્રસિધ્ધ ભારતીય વૈજ્ઞાનિકો નું યોગદાન.
* ઈન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલૉજી , આઇટી નું સ્વરૂપ અને ક્ષેત્ર , રોજબરોજના જીવનમાં આઇટીસી , આઇટીસી અને ઉધોગ , આઇટીસી અને ગવર્નન્સ , આઇટી ને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ , ઈ-ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ , નેટીક્વેટસ , સાયબર સિક્યોરિટીની ચિંતા , નેશનલ સાઇબર ક્રાઇમ પોલિસી.
* અંતરિક્ષ/અવકાશ અને સંરક્ષણ સેવાઓમા ટેક્નોલૉજી : ભારતીય અંતરિક્ષ કાર્યક્રમોનો વિકાસ , ઇસરો અને તેની પ્રવૃત્તિઑ અને સિધ્ધિઓ , વિવિધ સેટેલાઈટ કાર્યક્રમો , દુરસંચાર માટે ઉપગ્રહો , ઇંડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ , ઇંડિયન રિમોટ સેન્સિગ સેટેલાઈટ , ભારતીય મિસાઇલ કાર્યક્રમ , સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહ , એજ્યુસેટ , ડીઆરડીઓ-વિજન , મિશન અને પ્રવૃત્તિઓ.
* ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા ; ભારતની પ્રવર્તમાન ઉર્જા અને જરૂરિયાત અને ઘટ , ભારતના ઉર્જાસ્ત્રોતો અને આધારીતતા , ભારતની ઉર્જા નીતિ , સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
* ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબધ્ધતા : ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ , અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા , ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ , ભારતની પરમાણુ હથિયાર નીતિ , ડ્રાફ્ટ ન્યુક્લિયર ડોક્ટ્રીન ઓફ ઈન્ડિયા , પરમાણુ અપ્રસર સંધિ , કોંમ્પ્રિહેનસીન ટેસ્ટ બાન ટ્રીટી , ફ્રીસાઈલ મટેરિયલ કટ ઓફ ટ્રીટી , કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ , ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ અને ભારત.
* પર્યાવરન વિજ્ઞાન ; પર્યાવરન ને લગતા મુદ્દાઓ અને નિસ્બત , તેના કાયદાકીય પાસા , રાષ્ટ્રીય અને આંત્ર્રષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ , બાયોડાયવર્સીટી તેનું મહત્વ અને નિસ્બત , કલાઇમેટ ચેન્જ , આંતરરાષ્ટ્રીય પ્રયત્નો તથા ભારતની પ્રતિબધ્ધતા , વન અને વન્ય જીવન , વન અને વન્ય જીવન સંરક્ષણ માટે કાયદાકીય માળખું , પર્યાવરણીય આપત્તિઓ , પ્રદૂષણ , કાર્બન ઉત્સર્જન , વૈશ્વિક ગરમી , કલાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન , બાયોટેક્નોલૉજી અને નેનોટેક્નોલૉજીના સ્વરૂપ , ક્ષેત્ર અને ઉપયોગ , નૈતિક , સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ , સરકારી નીતિઓ , જીનેટિક એન્જીનિયરીંગ અને તેના સંબંધિત મુદ્દાઓ અને તેની માનવજીવન ઉપર અસર. સ્વસ્થ્ય અને પર્યાવરણ.
(ઘ) પ્રાદેશિક , રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.
વધુ અભ્યાસક્રમ નીચે આપે છે. મુખ્ય પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ નીચે વાંચી શકશો. આભાર.

Leave a Comment