નમસ્કાર મિત્રો , હાલના સમયમાં દરેક લોકો સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશે. મોટાભાગના લોકો સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય છે. હવે જે લોકો સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય છે એમાથી મોટાભાગના લોકોને સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેનો ખ્યાલ નથી હોતો. માટે અમે આજે અહિયાં આ આર્ટીકલ માં તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે વિશે સમજવીશું. તો ચાલો હવે આપણે સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેનો ખ્યાલ મેળવીએ.
સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય :-
Contents hide
દર વર્ષે સરકારી નોકરી મેળવવા માટે લાખો વિધાર્થીઓ ફોર્મ ભરતા હોય છે અને તેમાથી ઘણા ઓછા લોકો તે નોકરી મેળવી શકતા હોય છે. હાલમાં તો તમને ખબર જ હશે કે કંપિટિશન કેટલી વધી ગઈ છે. હવે તમે એમ વિચારતા હોવ કે આટલી કંપિટિશનમાં પણ હું કેવી રીતે સફળ બની શકું તો મિત્રો તેના માટે તમારે ખૂબ મહેનત અને એ પણ એક્દમ મન મક્કમ રાખીને કરવી પડશે. તમે જ્યારે પરીક્ષાની તૈયારી કરો ત્યારે હાર્ડ વર્ક ની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ કરવું પડશે. હવે આ કેવી રીતે કરવું એ પણ આપણે આગળ સંજીશુ.
પહેલા તો કોઈપણ પરીક્ષાની તૈયારી કરતાં પહેલા આપણને એ પરીક્ષા વિશે થોડુ પણ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તે પરીક્ષાના સિલેબસ વિશે એટલે કે અભ્યાસક્રમ વિશે આપણને જાણકારી હોવી જરૂરી છે. મિત્રો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરો તો પહેલા તે પરીક્ષા વિશે જાણો અને સમજો અને પછી તેના સિલેબસ ઉપર ધ્યાન આપો. સિલેબસ જોશો એટલે તમને તરત જ ખબર પડશે કે આ પરીક્ષામાં શું શું પૂછવાનું છે અને આમાં ક્યાં ક્યાં વિષયોમાથી પ્રશ્નો આવે છે એની તમને તરત જ ખબર પડી જશે. માટે આટલું તમે સૌથી પહેલા કરો.
આટલું કર્યા પછી તમને ખબર તો પડી જ ગઈ હશે કે મારે આ પેપર માં શું શું આવવાનું છે અને તેમાં શું શું પૂછાશે. આટલું કર્યા પછી તમારે એક ટાઈમ ટેબલ બનાવવું પડશે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તે વિષયો મુજબ ટાઈમ ટેબલ બનાવો. મિત્રો મોટાભાગની પરીક્ષાઓમાં અમુક વિષયો અને અમુક સિલેબસ સરખા હોય છે માટે આ ફાયદો પણ તમને થઈ શકે છે સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરો ત્યારે. મિત્રો ટાઈમ ટેબલ બનાવશો એટલે એમાં તમારે ચોક્કસ વિષયો મુજબનું તમારી જાતે ટાઈમ ટેબલ બનાવવાનું છે કે તમે તેની પાછળ આટલો સમય આપી શકશો એમ. જે વિષયો તમને સહેલા લાગે તેને ઓછો સમય આપો અને જે વિષય તમને અઘરા લાગે તેને વધુ સમય આપો. આમ કરવાથી તમને જરૂરથી ફાયદો થશે.
તમે ગમે તે પરીક્ષાની તૈયારી કરશો તેમાં તમને જનરલ નોલેજ , ગુજરાતી વ્યાકરણ , ગુજરાતી ભાષા , અંગ્રેજી વ્યાકરણ , ગણિત આ તો આવશે જ. માટે આટલુ તો તમે જરૂરથી તૈયાર કરી લ્યો. આટલું કરવાથી તમને કોઈપણ પરીક્ષાની તૈયારી કરતી વખતે સરળતા રહેશે.
વાંચવા બેસો તો તેને ક્યારેય અધૂરું ના છોડો :-
તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તેને પૂરું કરવાની ટેવ રાખો. ક્યારેય પણ કોઈપણ વાંચવાનું અધૂરું ન રાખો. જો તમે આવું કરશો તો પછી તમને યાદ નહીં રહે અને પછી જે તે પરીક્ષાની તૈયારી કરવામાં પણ ધ્યાન નહીં રહે. માટે વાંચવા બેસો તો મનમાં વિચારી જ લ્યો કે હવે આ હું આખું વાંચી ને જ ઊભો થઈશ.
વાંચવા માટેની અનુકૂળ જગ્યા પસંદ કરો :-
તમે જ્યાં પણ વાંચવા બેસો તે જ્ગ્યા તમને અનુકૂળ હોવી ખૂબ જ જરૂરી છે. તમને ખબર હશે કે કેવી જગ્યાએ તમને વાંચવાનું ગમશે કે નહીં. માટે તમે તમારી પસંદગીની જગ્યાને રોજ પરીક્ષાની તૈયારી કરવા માટે પસંદ કરી લ્યો. પોતાની જરૂરિયાતની દરેક વસ્તુ જોડે રાખો અને તમારી જે પણ બુક્સ હોય તે પણ જગ્યાએ સારી રીતે મૂકીને રાખો જેથી તમને સરળતાથી મળી જાય અને પરીક્ષાની તૈયારી પણ સારી રીતે થાય.
જૂના પેપરોનો અભ્યાસ કરો :-
મિત્રો આપણે પરીક્ષાની તૈયારી માટે પરીક્ષા વિશે જાણવું અને સિલેબસ જોવો ખૂબ જ જરૂરી છે એટલું જ જે તે પરીક્ષાના જૂના પેપર જોવા ખૂબ જ જરૂરી છે. મિત્રો તમે જૂના પેપર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે અને મારે કેવા પ્રકારની તૈયારી કરવાની રહેશે.
ન્યૂઝપેપર નું વાંચન રાખો :-
મિત્રો સૌથી અગત્યનું કે જો તમને રોજે રોજ ન્યૂપેપર અથવા તો રોજના સમાચાર વાંચવા અને જોવાનું ન ગમતું હોય તો તેની ટેવ પાડો. કેમ કે મિત્રો રોજે રોજના સમાચાર અને ન્યૂજપેપર ના વાંચન દ્વારા તમને ખૂબ જ ફાયદો થશે. કેમ કે મિત્રો સ્પર્ધાત્મ્ક પરીક્ષામાં જે કરંટ અફેર્સ ના પ્રશ્નો પૂછાતા હોય છે તેની તૈયારી માટે આ ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી છે. માટે આની ટેવ અત્યારથી પાડી લ્યો. તમે જે પણ ન્યૂજ પેપર વાંચો ઓનલાઈન કે ઘરે તેની કરંટ અફેર્સ ની એટલે કે રોજબરોજની અગત્યની ઘટનાઓની એક નોટ બનાવો અને તેમાં નોંધ કરો રોજે રોજ. આટલું કરવાથી તમારું જ્ઞાન વધશે અને પરીક્ષાની તૈયારીમાં સરળતા રહેશે.
કંટાળો આવે તો શું કરવું :-
મિત્રો શરૂઆતમાં તમે જ્યારે પરીક્ષાની તૈયારી માટે બેસશો એટલે તમને તે બહુ જ કંટાળા જનક લાગશે. તમને કંટાળો પહેલા પહેલા આવશે પણ તમે તમારા મનને મક્કમ રાખીને તૈયારી કરશો તો આગળ જતાં એ કંટાળો દૂર થઈ જશે. મિત્રો જ્યારે પણ તમને એમ લાગે કે મને કંટાળો આવે છે તો તમે તમારા મનપસંદ વિષયને પકડો અથવા તો તમને વાંચવાનો ખૂબ શોખ હોય તો ગુજરાતી સાહિત્ય , ઇતિહાસ જેવા વિષયોનુ વાંચન કરો. થોડી વાર બહાર ફરી આવો અથવા તો મગજ ફ્રેશ કરવા ટીવી જુઓ એ પણ મર્યાદિત સમય માટે.
હવે કેટલાકના મનમાં એમ થયું હશે કે ટીવી જોવા બેસીએ તો અમે ક્લાક ના જોઈએ અને વધારે ટીવી જોવાનું ગમે અને વાંચવાનું છૂટી જાય અથવા તો મોબાઈલ લઈને બેસીએ તો મોબાઇલમા બે-ત્રણ કલાક નીકળી જાય. તો મિત્રો જો તમારે ખરેખર સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરવી હશે તો મન મક્કમ કરવું પડશે અને આ બધુ છોડવા માટે તમારે મહિનો મોબાઈલ જોડે રાખો અને મેસેજ આવે તો તેને ખોલવાની કોશિશ ન કરો અને વાંચતાં રહો. આવું મહિનો કરશો અને પછી ધીરે ધીરે મોબાઈલ બંધ કરવાનું અથવા તો સાઈલેન્ટ કરી દૂર મૂકવાની ટેવ પાડશો તો ધીરે ધીરે તમને વાંચવાની ટેવ પડી જશે અને તમને કંટાળો પણ નહીં આવે. શરૂઆતમાં તો બધાને તકલીફો પડે પણ પછી ધીરે ધીરે ગાડી પાટા ઉપર આવીજ જાય.
મિત્રો આમ ઉપર મુજબ તમે પરીક્ષાની તૈયારી કરશો તો જરૂરથી સફળ થશો. આભાર.