ભારતીય સંઘ લોકસેવા આયોગ જેને ટૂંકમાં યુપીએસસી તરીકે ઓળખવામાં આવે છે. યુપીએસસી નું ફૂલ ફોર્મ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે અને તેને ગુજરાતીમાં આપણે સંઘ લોકસેવા આયોગ પણ કહી શકીએ છીએ. સંઘ લોકસેવા આયોગ એ એક બંધારણીય સંસ્થા છે. યુપીએસસી એ ઘણી બધી પરીક્ષાઓ લેતી હોય છે. જેમાં સિવિલ સેવા પરીક્ષાઓ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા એ દેશની સૌથી મોટી પરીક્ષા તરીકે ઓળખાય છે.
UPSC Civil Services Exam Information In Gujarati | સિવિલ સેવા પરીક્ષા વિશે માહિતી:
યુપીએસસી જે પરીક્ષાઓ લે છે તેમાં IAS, IPS, IRS, IFS, IRTS, ICLS વગેરે પ્રતિષ્ઠિત સેવાઓ માટેના ઉમેદવારોની પસંદગી કરવા માટે દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષા યોજાય છે. દર વર્ષે આ પરીક્ષાઓ માટે લાખો લોકો ફોર્મ ભારે છે જેમાથી ખૂબ ઓછા લોકો આ પરીક્ષામાં સફળ થતાં હોય છે. સિવિલ સેવા પરીક્ષા એ મુખ્ય ત્રણ ભાગમાં લેવામાં આવતી હોય છે. ૧) પ્રિલિમ પરીક્ષા, ૨) મુખ્ય પરીક્ષા અને ૩) ઇન્ટરવ્યુ પરીક્ષા. આ પરીક્ષાઓ વિશેની સામાન્ય સમજૂતી નીચે આપેલ છે.
પ્રિલિમ પરીક્ષા (UPSC Preliminary Examination):
સિવિલ સેવા પરીક્ષાના પ્રથમ તબક્કાને પ્રારંભિક પરીક્ષા અથવા પ્રિલિમ પરીક્ષા તરીકે ઓળખવામાં આવે છે. આ પરીક્ષા એ બહુવૈકલ્પિક પરીક્ષા હોય છે. જેમાં તમને ચાર ઓપ્શન આપવામાં આવેલ હોય છે અને તેમાથી તમારે કોઈ એક ઓપ્શન ટીક કરવાનો હોય છે. આ પરીક્ષા ૨૦૦ માર્કસ ની હોય છે.
સિવિલ સેવાની પ્રથમ પરીક્ષામાં ૨ પેપર આવશે. પહેલું પેપર સામાન્ય અભ્યાસ નું અને બીજું પેપર સિવિલ સર્વિસ એપ્ટીટ્યુડ ટેસ્ટ (સિસેટ) નું આવશે. પ્રથમ પેપર સામાન્ય અભ્યાસમાં ૧૦૦ પ્રશ્નો આવશે અને દરેક પ્રશ્ન ૨ માર્કસનો હશે. બીજા પેપર એટ્લે કે સિસેટમાં ૮૦ પ્રશ્ન આવશે અને તે પણ ૨૦૦ માર્કસ નું હશે. જેમાં તમારે ૩૩ ટકા માર્કસ લાવવા ફરજિયાત છે. આ બંને પેપેરમાં તમને ૨ કલાકનો સમય આપવામાં આવશે.
પહેલા પેપર સામાન્ય અભ્યાસમાં ઇતિહાસ, કરંટ અફેર્સ, અર્થશાસ્ત્ર, ભૂગોળ, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, ભારતીય રાજ્યવ્યવસ્થા જેવા વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. બીજા પેપરમાં જનરલ મેન્ટલ એબિલિટી, લોજિકલ રિઝનિંગ જેવા વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે.
તમારું પ્રિલિમ પરીક્ષાનું બીજું પેપર સિસેટ જેના માર્કસ આગળ મેન્સ પરીક્ષામાં જવા માટે ગણવામાં આવતા નથી. તેમાં માત્ર તમારે ૩૩ ટકા માર્કસ લાવીને પાસ થવાનું છે. એટ્લે કે ૨૦૦ માર્કસના પેપરમાં તમારે ૬૭ માર્કસ લાવીને પાસ થવાનું છે. તમારું જે પહેલું પેપર છે જનરલ સ્ટડીનું તેમાં તમારે સારા માર્કસ લાવવાના છે.
જો તમારે પહેલા પેપરમાં ૮૦ માર્કસ આવે છે અને બીજા પેપરમાં તમારે ૧૫૦ માર્કસ આવે છે અને બીજા કોઈ વ્યક્તિને પહેલા પેપરમાં ૧૫૦ માર્કસ આવે છે અને બીજા પેપરમાં ૮૦ માર્કસ આવે છે તો બીજા વ્યક્તિને જ આગળ મેન્સ પરીક્ષા માટે પાસ કરવામાં આવશે. કેમ કે બીજુ પેપર માત્ર ક્વોલિફાઈંગ માટે જ છે.
મુખ્ય પરીક્ષા (UPSC Mains Examination):
જો તમે પ્રિલિમ પરીક્ષામાં પાસ થાઓ છો તો તમારે મુખ્ય પરીક્ષા માટે તમને બોલવામાં આવે છે. યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં ભાગ ૨ માં મુખ્ય પરીક્ષા આવે છે. તમારી મુખ્ય પરીક્ષા એ લેખિત રહેશે. જેમાં ૯ પેપર આવશે. મેન્સ પરીક્ષાના પ્રથમ બે પેપર એ ક્વોલિફાઈંગ પેપર હોય છે. જેના માર્કસ આગળ ગણવામાં આવતા નથી. જેમાં તમારે માત્ર પાસ થવાનું હોય છે.
મુખ્ય પરીક્ષાનું તમારું પહેલું પેપર અંગ્રેજીનું અને બીજું પેપર સંવિધાનની આઠમી અનુસૂચિમાં આપેલ કોઈપણ ભાષા જે તમે પસંદ કરશો તેનું હશે. આ બંને પેપર ૩૦૦-૩૦૦ માર્કસના હશે. આ બંને પેપરમાં તમારે ૨૫ ટકા માર્કસ ફરજિયાત લાવવાના રહેશે. જો તમે આ પરીક્ષામાં ૨૫ ટકા માર્ક્સ એટ્લે કે ૭૫ માર્ક્સ નથી લાવી શકતા તો આગળના ૭ પેપર આપવાનો કોઈ મતલબ નથી. જો તમે પહેલા પેપર અંગ્રેજીમાં જ પાસ નથી થતાં અને આગળ બધા પેપરમાં સારા માર્ક્સ લાવો છો તો તે પેપર ચકાસવામાં જ નહીં આવે. કેમ કે પહેલા પેપરમાં તમે નાપાસ છો.
મુખ્ય પરીક્ષાનું ત્રીજું પેપર નિબંધ લેખનનું હશે. જેમાં તમારે વર્તમાન પરિસ્થિતી અને વર્તમાન પ્રવાહો આધારિત પેપર હશે. તમારું ચોથું, પાંચમું, છઠ્ઠુ અને સાતમું પેપર એ સામાન્ય અભ્યાસનું હશે. જેમાં સામાન્ય અભ્યાસ ૧ માં ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ જેવા વિષયો આવશે. સામાન્ય અભ્યાસ ૨ માં બંધારણ, રાજ્યવયસ્થા અને આંત્ર્રષ્ટ્રીય સંબંધ જેવા વિષયોનું હશે. સામાન્ય અભ્યાસ ૩ માં અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષય આધારિત હશે. સામાન્ય અભ્યાસ ૪ નૈતિક મૂલ્યો આધારિત હશે.
મુખ્ય પરીક્ષાનું ૮ મુ અને ૯ મુ પેપર એ તમારે પોતે પસંદ કરવાનું છે. યુપીએસસી જે ૨૬ વિષયો તમને પસંદ કરવા આપે છે તેમાથી તમારે એ વિષયો પસંદ કરવાના રહેશે. જો તમે કોમર્સના વિધાર્થી છો તો તમે ઇતિહાસ અને ભૂગોળ જેવો વિષય પણ પસંદ કરી શકો છો. જો તમે આર્ટ્સના વિધાર્થી છો તો તમે મેડિકલ સાયન્સ અને બીજા વિષય પણ પસંદ કરી શકો છો. જો કે મોટાભાગના વિશાર્થીઓ પોતાના કોલેજકાળના વિષય રાખતા હોય છે. જેથી તેમને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે.
નિબંધ લેખન, સામાન્ય અભ્યાસના ૪ પેપર અને બીજા જે ૨ પેપર છે તેમાં તમારે ૧૦ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે. આ બધા જ પેપર ૨૫૦ માર્ક્સ ના હશે. કુલ માર્ક્સ ૧૭૫૦ થશે. મુખ્ય પરીક્ષામાં સફળ થવા માટે સારી લેખન શૈલી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઈન્ટરવ્યુ પરીક્ષા (UPSC Interview Exam):
સિવિલ સેવા પરીક્ષાનું અંતિમ ચરણ એ ઇન્ટરવ્યુ પરીક્ષા છે. જે તમારે દિલ્હી જઈને આપવાની રહેશે. સામાન્ય રીતે મુખ્ય પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારોને ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માહિનામાં બોલાવવામાં આવે છે. ઇન્ટરવ્યુ પરીક્ષા ૨૭૫ માર્ક્સની હોય છે. મેન્સ પરીક્ષાના ૧૭૫૦ માર્ક્સ અને ઇન્ટરવ્યુ પરીક્ષાના ૨૭૫ માર્ક્સ થઈને ૨૦૨૫ માર્ક્સ થાય છે. આ ૨૦૨૫ માર્ક્સ માથી તમારું અંતિમ પરિણામ બનશે.
UPSC વિશે વધુ મહત્વપૂર્ણ માહિતી:
મિત્રો યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા જેમાં તમારું પેપર અંગ્રેજી અને હિન્દીમાં આવશે. યુપીએસસી ની જે મુખ્ય પરીક્ષા છે તેમાં તમે ગુજરાતી ભાષામાં જવાબો લખી શકો છો. તમે યુપીએસસીની ઇન્ટરવ્યુ પરીક્ષા પણ ગુજરાતીમાં આપી શકો છો. મુખ્ય પરીક્ષામાં જે ભાષાના પેપર હશે તે સંબંધિત ભાષામાં જ આવશે. યુપીએસસી દ્વારા જે ભાષાનું લિસ્ટ નોટિફિકેશનમાં હોય છે તેમાથી તમે કોઈપણ ભાષામાં મેન્સ અને ઇન્ટરવ્યુ પરીક્ષા આપી શકો છો.
આ લેખ વાંચવા બદલ આભાર. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમે ટૂંક સમયમાં જ તેનો ઉત્તર આપીશું. બીજી કોઈપણ પરીક્ષા વિશે માહિતી જોઈતી હોય અથવા અન્ય કોઈપણ ટોપીક ઉપર માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવું.