બિનઅનામત વર્ગના વિધાર્થીઓને ધોરણ ૧૨ પછી અભ્યાસ માટે લોન યોજના

નમસ્કાર મિત્રો, આજે આપણે બિનઅનામત વર્ગના વિધાર્થીઓને સરકાર તરફથી ધોરણ ૧૨ પછી અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આજે આપણે અહિયાં આ યોજના વિશે વાત કરવાના છીએ. આ યોજના હેઠળ વિધાર્થીને આગળ અભ્યાસ માટે રૂપિયા દસ લાખની લોન આપવામાં આવે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી તમને નીચે મળી . આ યોજનાનું ફોર્મ પણ તમે નીચે લિંક આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

General Category Loan Yojana In Gujarati
યોજનાનું સ્વરૂપ:
 • શૈક્ષણિક અભ્યાસ માટે રૂ.૧૦.૦૦ લાખની લોન આપવામા આવશે.
 • આ યોજના અન્વયે બિનઅનામત વર્ગના વિધાર્થીઓને ધોરણ ૧૨ પછી મેડિકલ, ડેન્ટલ ના સ્વનિર્ભર કક્ષાના અભ્યાસક્રમો, ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આયુર્વેદિક ,હોમિયોપેથી ,ફિઝીયોથેરાપી, વેટર્નરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, નર્સિંગ(સ્નાતક કક્ષા)નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસસી,બીએ સિવાય) તથા
 • ભારત ના અન્ય રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક,તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM,IIT,NID,NIFT,IRMA,TISSમાં સમગ્ર અભ્યાસક્રમ ની કુલ ટ્યુશન ફી અથવા રૂ. ૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન માટે ની શૈક્ષણિક અભ્યાસ લોન યોજના અમલ મા મુકવામા આવી છે.
પાત્રતા ના માપદંડો:
 • ધોરણ ૧૨ મા ૬૦ ટકા ગુણ.
 • ગુજરાત બહાર ધો.૧૦/૧૨/સ્નાતક કરેલ હોય તેવા કિસ્સામા આનુષાંગિક પુરાવા રજુ કરવાના રહેશે.
 • એડમિશન લીધેલ યુનિવર્સિટી સબંધિત કાઉન્સિલની માન્યતા ધરાવતી હોવી જોઈશે.
 • લોન યોજના માટે એક કુટુંબ માંથી એક વ્યક્તિ ને જ લાભ મળશે.
 • આ યોજના નો લાભ માત્ર ગુજરાતમાં ૧૫ વર્ષથી સ્થાયી થયેલા હોય તેવા ગુજરાતના બિનાઅનામત જાતિઓ ના લાભાર્થીઓને જ મળવાપાત્ર થશે.
 • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ ૬.૦૦ લાખ કે તેથી ઓછી.
 • વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
મહત્વના જરૂરી આધારો:
 • શાળા છોડ્યાનો દાખલો (લિવીંગ સર્ટીફીકેટ)
 • આધાર કાર્ડ
 • અરજદારનું નામ હોય તેવું રેશનકાર્ડ
 • રહેઠાણનો પુરાવો
 • બિન અનામત વર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
 • કુટુંબની આવકનો દાખલો,
 • આઇ.ટી.રીટર્ન,(તમામ-PAGE) ફોર્મ -૧૬
 • ઘોરણ-૧૦ અને ૧૨ ની માર્કશીટની નકલ/ડીપ્લોમા સર્ટી
 • સ્નાતક કક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી
 • અરજીની તારીખ થી સ્નાતક વચ્ચેનાં સમયગાળાની સ્પષ્ટતા અંગેનાં આધાર(જો હોય તો)
 • શૈક્ષણિક અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર
 • પ્રતિવર્ષ ભરવાની થતી/ભરેલી ફી નો પુરાવો અને સમગ્ર કોર્ષની ફી નું માળખું
 • પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ૫ત્ર(પરિશિષ્ટ-૧ મુજબ)
 • અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ( આઇ.એફ.સી કોડ સહિત)
ખાસ નોંધ:
 • નિયત સમય મર્યાદામાં માંગેલ પુર્તતા પુર્ણ કરવાની રહેશે,વિદ્યાર્થીને પુર્તતા માટે પરત કરવામાં આવેલ અરજીઓ સમયમર્યાદા માં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.
 • શરતો
 • શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ લોન મેળવવા ઇચ્છુક લાભાર્થીઓ તા: ૦૧/૧૧/૨૦૨૧ થી અરજી કરી શકશે.
 • શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ તા: ૦૧/૧૧/૨૦૨૧ થી ચાલુ રહેશે.
 • વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ700 લાભાર્થીઓનું ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.
 • શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ ધોરણ-૧૨ મેડિકલ, ડેન્ટલ ના સ્વનિર્ભર કક્ષાના અભ્યાસક્રમો, ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર,આયુર્વેદિક ,હોમિયોપેથી ,ફિઝીયોથેરાપી, વેટર્નરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, નર્સિંગ(સ્નાતક કક્ષા)નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસસી,બીએ સિવાય) તથા
 • ભારત ના અન્ય રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક,તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM, IIT, NID,NIFT, IRMA,TISS માં સમગ્ર અભ્યાસક્રમ ની કુલ ટ્યુશન ફી અથવા રૂ. ૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન માટે ની શૈક્ષણિક અભ્યાસ લોન મેળવવા ONLINE અરજી કરી શકે છે.
 • લોન યોજના માટે એક કુટુંબ માંથી એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકશે.
 • લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
 • અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા મારફતે આવેલ લોગીન નિગમને ૫રત મળશે.
 • નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
 • સૈધ્ધાંતિક મંજુર મુજબ ની રકમ અભ્યાસ ક્રમના સમયગાળા દરમિયાન દર વર્ષે ટ્યુશન ફી મુજબ જેના પ્રથમ હપ્તાબાદ બીજા વર્ષના હપ્તો મેળવવા અરજદારે અગાઉના વર્ષ ના સેમેસ્ટરની માર્કશીટ તેમજ ફી ભર્યાની પહોંચ ONLINE જમા કરવાની રહેશે.
 • લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
 • હવે પછી થી અરજીની વિગતોની જાણ SMS/E-MAIL થી કરવાની હોય આપનો મોબાઇલ નંબર અને E-MAIL બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.
 • અરજદારે અરજી મંજુર થયેથી મોર્ગેજ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
 • નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા)ચેક રજુ કરવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *