Sant Surdas Yojana – સંત સુરદાસ યોજના હેઠળ માસિક ૬૦૦ રૂપીયા પેન્શન

Share This Post

Sant Surdas Yojana In Gujarati

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં સંત સુરદાસ યોજના વિશે માહિતી આપવાના છીએ. મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીને માસિક ૬૦૦ નું પેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો આ યોજના તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી અને આ યોજના માટેનું ફોર્મ નીચેથી ડાઉનલોડ કરી શકશો. 

યોજનાનું નામ:
સંત સુરદાસ યોજના. (તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)
પાત્રતાના માપદંડ:
  • ૦ થી ૧૭ વર્ષની ઉમરની વ્યક્તિ
  • ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ
  • ગ્રામ્ય વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવનાર તેમજ શહેરી વિસ્તારમાં ગરીબીરેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યકતિને મળવાપાત્ર છે.
સહાયનું ધોરણ:
રૂ.૬૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.

દિવ્યાંગતા

મળવાપાત્ર યોજનાનો લાભ

અંધત્વ

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

સાંભળવાની ક્ષતિ

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

ઓછી દ્રષ્ટી

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

બૌધ્ધિક અસમર્થતા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

હિમોગ્લોબિનની ઘટેલી માત્રા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

રકતપિત-સાજા થયેલા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

દીર્ધ કાલીન અનેમિયા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

એસીડના હુમલાનો ભોગ બનેલા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

હલન ચલન સથેની અશકતતા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

સેરેબલપાલ્સી

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

વામનતા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

માનસિક બિમાર

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

વાણી અને ભાષાની અશકતતા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા

૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા

રજુ કરવાના ડોક્યુમેન્ટ:
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
  • દિવ્યાંગ ઓળખ કાર્ડ / સીવીલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
  • બી.પી.એલ. સ્કોર અંગે નો દાખલો/ સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *