નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં દિવ્યાંગ વ્યક્તિ માટેની મહત્વની યોજના વિશે માહિતી આપવાના છીએ. આ યોજના થકી દિવ્યાંગ વ્યક્તિને એક દિવ્યાંગ ઓળખકાર્ડ આપવામાં આવશે જેના થકી દિવ્યાંગ વ્યક્તિ બસમાં મફત મુસાફરી કરી શકશે. મિત્રો આ યોજનાનું ફોર્મ અને સંપૂર્ણ વિગતો નીચે આપેલ છે.
પાત્રતાના માપદંડ – Free Bus Travel Yojana In Gujarati:
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ
સહાયનું ધોરણ – Divyang Free Bus Pass Yojana Gujarati:
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
દિવ્યાંગતા |
મળવાપાત્ર યોજનાનો લાભ |
||
અંધત્વ |
|
||
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય |
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ |
||
સાંભળવાની ક્ષતિ |
|
||
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ |
|
||
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ |
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ. |
||
ઓછી દ્રષ્ટી |
|
||
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા |
|
||
બૌધ્ધિક અસમર્થતા |
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા સહાયકને વિના મૂલ્યે મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે. |
||
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા |
|
||
રકતપિત-સાજા થયેલા |
|
||
દીર્ધ કાલીન અનેમિયા |
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ |
||
એસીડના હુમલાનો ભોગ બનેલા |
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ |
||
હલન ચલન સથેની અશકતતા |
|
||
સેરેબલપાલ્સી |
|
||
વામનતા |
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ. |
||
માનસિક બિમાર |
|
||
બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ |
|
||
ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા |
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ |
||
વાણી અને ભાષાની અશકતતા |
૪૦ ટકા કે તેથી વધુ બસ પાસ |
||
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ |
|
||
મલ્ટીપલ ડિસેબીલીટી |
|
રજુ કરવાના ડોક્યુમેન્ટ – Divyang Free Bus Pass Yojana:
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- ઉમર નો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/મેડિકલ પ્રમાણપત્ર/જન્મનો દાખલો(તલાટી/નગર પંચાયત રેકર્ડ ઉપરનો) પૈકી કોઈ પણ એક)
- જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
- અરજદારની સહી
- અરજદારનો ફુલ ફોટો
યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.
આ પણ વાંચો: દિવ્યાંગ લગ્ન સહાય યોજના
Source: https://esamajkalyan.gujarat.gov.in