Foster Parents Yojana – પાલક માતા-પિતા યોજના વિશે સંપૂર્ણ માહિતી

Palak Mata-Pita Yojana In Gujarati

નમસ્કાર મિત્રો, આજે અમે અહિયાં પાલક માતા-પિતા યોજના વિશે સંપૂર્ણ માહિતી મુકવાના છીએ અને આ યોજનાનું ફોર્મ તમે નીચે આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશો. મિત્રો પાલક માતા-પિતા યોજના દ્વારા માસિક ૩,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. આ યોજના ગુજરાતમાં વસતા અનાથ બાળકો માટે છે. આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

પાત્રતાના માપદંડ – Palak Mata-Pita Yojana Online Form:
ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી,
અથવા તો પિતાનુ અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કર્યા હોઇ તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગાને.
સહાયનું ધોરણ –Palak Mata-Pita Yojana Gujarati:
બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ –Palak Mata-Pita Yojana In Gujarati:
  • બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
  • બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
  • જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
  • પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
  • બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
  • પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક

Leave a Comment