Dr.Savitaben Ambedkar આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના – મળશે રૂ. ૨,૫૦,૦૦૦/-ની સહાય

Dr. Savitaben Ambedkar Yojana Gujarati

ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના : નમસ્કાર મિત્રો, આજે આ લેખ દ્વારા અમે તમને ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના વિશે માહિતી આપીશું. આ યોજનાની માહિતી પથદર્શક (અનુસૂચિત જાતિની કલ્યાણકારી યોજનાઓનો સંપુટ) પુસ્તક દ્વારા આપીશું. આ પુસ્તક મુજબ માહિતી વાંચો.

યોજનાનો હેતુ – Dr. Savitaben Ambedkar Yojana Gujarati:

હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારાઅસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે.જેમાં રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.૧,૫૦,૦૦૦/- રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. ૨,૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે

નિયમો અને શરતો –Dr. Savitaben Ambedkar Yojana In Gujarati:

➤ આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ.

➤ આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે.

➤ આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ.

➤ અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોયતો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

➤ વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન:લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે.

➤ કોઈ આવક મર્યાદા નથી.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ –Dr. Savitaben Ambedkar Yojana Mahiti:

  • અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો)
  • મરણનો દાખલો (લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો)
  • યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો)
  • મરણનો દાખલો (લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો)
  • અરજદારનું આધારકાર્ડ
  • અરજદારની જાતિનું પ્રમાણ પત્ર
  • અરજદારનો શાળા છોડયાનો દાખલો
  • યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર
  • યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • લગ્ન નોંધણી નુ પ્રમાણ પત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • એકરારનામું
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજુ કરવામાં આવતું ફોર્મ રજૂ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.

યુગલનું એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *