શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો? જો હાં, તો આ આર્ટીકલ તમારા માટે ખુબ જ ઉપયોગી બની રહેશે. કેમ કે આ આર્ટીકલમાં આજે તમને કરંટ અફેર્સ વિશે માહિતી આપવાના છીએ. મિત્રો કરંટ અફેર્સ એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ જ અગત્યનું ગણવામાં આવે છે. જેના પ્રશ્નો દરેક સ્પર્ધાત્મ્ક પરીક્ષામાં પૂછાતા હોય છે. માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયરી કરતા મિત્રો માટે આ ખુબ જ અગત્યની માહિતી બની રહેશે.
How To Prepare Current Affairs In Gujarati – કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા:
મિત્રો કરંટ અફેર્સ તૈયાર કરવા માટેની મુખ્ય સ્ત્રોતો નીચે મુજબ છે.
- સમાચારપત્રો
- ટીવી ચેનલ
- પ્રસિદ્ધ વેબસાઈ અને યુટ્યુબ ચેનલ
- કરંટ અફેર્સ મેગઝીન
મિત્રો તમારા ઘરે રોજે રોજ અથવા તો મોબાઈલમાં ન્યુઝપેપર તો આવતા જ હશે. તો આ ન્યુઝપેપરમાં જે અગત્યની માહિતી આવતી હોય છે જેવી કે રાજકારણ, કોઈ પ્રસિદ્ધ વ્યક્તિનું મૃત્યુ અથવા તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ બની હોય, કોઈ પુરસ્કાર વિશે ન્યુઝ આવી હોય અથવા તો ખેલ-જગત વિશેની ખબર આવી હોય આ બધી જ માહિતી એ કરંટ અફેર્સમાં આવતી હોય છે. આવી ઉપયોગી માહિતીને તમે નોટ્સ બનાવીને ;લખી રાખો.
કેટલીક અગત્યની ટીવી ચેનલો જેમાં અગત્યની જાહેર ખબરો આવતી હોય છે. જેમાં રાજ્યસભા ટીવી, લોકસભા ટીવી અને ડીડી ન્યુઝ જેવી અગત્યની ટીવી ચેનલો તમે જોઈ શકો છો. તેમાં સવારે અને સાંજે મુખ્ય સમાચાર આવતા હોઈ કરંટ અફેર્સના ટોપિક માટે ખુબ ઉપયોગી બની શકે છે. મનોવિજ્ઞાન અનુસાર તમે જેટલું વાંચવાથી યાદ નથી રાખી શકતા એટલું કોઈ ચિત્ર અથવા તો વિડીઓ જોઇને યાદ રાખી શકો.
મિત્રો હાલમાં ઈન્ટરનેટનો જમાનો ચાલી રહ્યો છે. તમને કંઈપણ ન આવડતું હોય અથવા તો તમે કંઈપણ શોધી રહ્યો હોવ તો તરત જ ગુગલનો સહારો લેતા હોવ છો. મિત્રો ઈન્ટરનેટના માધ્યમ દ્વારા તમે ગુગલ ઉપર એવી કેટલીય વેબસાઈટ છે જેમાં તમને ફ્રીમાં કરંટ અફેર્સ મળી રહેશે. યુટ્યુબ ઉપર પણ ઘણી બધી ચેનલો ચાલે છે તેમાં તમને ફ્રીમાં કરંટ અફેર્સ મળી રહેશે. યુટ્યુબ ઉપર પણ રાજ્યસભા, લોકસભા અને ડીડી ન્યુઝ ચેનલો ઉપલબ્ધ છે.
જો તમેં ઈચ્છતા હોવ કે તમારે જાતે કરંટ અફેર્સ તૈયાર નથી કરવા અને તૈયાર કરેલ કરંટ અફેર્સ મુદ્દા સાથે જોઈએ છે તો તમે તેના માટે કોઈ સારી સંસ્થાનું કરંટ અફેર્સનું મેગ્જીન બંધાવી શકો છો. જે તમારા ઘરે દર મહીને આવતું રહેશે જેના પૈસા તમારે ચૂકવવાના રહેશે. જો તમે જાતે જ ખરીદવા માંગતા હોવ તો નજીકના બુક સ્ટોર ઉપર પણ તમને કરંટ અફેર્સનું મેગ્જીન મળી રહેશે.
અગત્યનું:
મિત્રો કરંટ અફેર્સ તૈયાર કરો ત્યારે તેની નોટ્સ જરૂરથી બનાવો. જેમાં તમારે મુખ્ય મુખ્ય મુદ્દાઓ લખવાના રહેશે જે તમારે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ આવી શકે. તમે જયારે કરંટ અફેર્સના મુદ્દા લખતા હોવ ત્યારે તેમાં જરૂર પડ્યે મુદ્દાઓ નીચે થોડી વધારે જગ્યા છોડો. કેમ કે પાછળથી તેમાં કોઈં મુદ્દો ઉમેરવાનો થાય તો તમે લખી શકો. જો તમે કરંટ અફેર્સના મુદ્દા સરસ રીતે લખ્યા હશે તો તમારે સ્પર્ધાત્મક પરીક્ષા વખતે જયારે તેનું રીવીઝન કરવા બેસસો ત્યારે આસાનીથી વાંચી શકશો અને યાદ રાખી શકશો.
મિત્રો ઉપર આપેલ માહિતી એ મારા મત મુજબ મેં અહિયાં મૂકી છે. જેમાં તમને તમારી રીતે યોગ્ય લાગે તેમ તમે કરંટ અફેર્સ તૈયાર કરી શકો છો. આ આર્ટીકલ લખવાનો મુખ્ય હેતુ એ છે કે આ વાંચીને તમને તમારી રીતે તૈયારી કરવાનો ખ્યાલ આવે. ,મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ટૂંક સમયમાં તમને જવાબ મળે તેવો પ્રયત્ન રહેશે અમારો. આભાર.
Check This: GPSSB Talati Cum Mantri Syllabus