તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ | GPSSB Talati Cum Mantri Syllabus In Gujarati

તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ, Talati Cum Mantri Syllabus In Gujarati, Talati Cum Mantri Syllabus 2022 : શુ તમે તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારી કરો છો ? શુ તમે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવાના છો ? જો મિત્રો તમે તલાટીની પરીક્ષાનો તૈયારી કરતા હોય તો તમને તલાટી કમ મંત્રીની પરીક્ષાનો સિલેબસ ખબર હોવી જોઈએ. મિત્રો, આ લેખમાં તમને તલાટી કમ મંત્રીની પરીક્ષાનો સિલેબસ જાણવા મળશે.

Talati Cum Mantri Syllabus:

નમસ્કાર મિત્રો, આ લેખ દ્વારા તમે તલાટી કમ મંત્રી પરીક્ષાનો સિલેબસ જાણી શકશો. તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે આ લેખ ખૂબ જ ઉપયોગી છે. તલાટી કમ મંત્રી (Talati Cum Mantri) પરીક્ષા અભ્યાસક્રમ (Syllabus) વિશે માહિતી જોઈએ.

મિત્રો, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો આ એક સારી વાત છે. તમેં કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમને પરીક્ષાનો સિલેબસની જાણ હોવી જરૂરી છે. સિલેબસ જોયા પછી તે પ્રમાણે તૈયારી કરો.

તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ, Talati Cum Mantri Syllabus In Gujarati, Talati Cum Mantri Syllabus 2022

તલાટી કમ મંત્રી પરીક્ષા અભ્યાસક્રમ (GPSSB Talati Cum Mantri Syllabus)

જનરલ નોલેજ – 50 માર્ક

ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ – 20 માર્ક

અંગ્રેજી વ્યાકરણ – 20 માર્ક

ગણિત – 10 માર્ક

કુલ ગુણ – 100

પરીક્ષા કુલ સમય – 60 મિનિટ (એક કલાક)

જનરલ નોલેજ:

 • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ
 • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ
 • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
 • ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
 • રમતગમત
 • ભારતીય રાજનીતિ અને ભારતનું બાંધરણ
 • પંચાયતી રાજ
 • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ
 • ભારતીય અર્થતંત્ર અને આયોજન
 • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી
 • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો

ગુજરાતી ભાષા અને વ્યાકરણ:

 • ગુજરાતી સાહિત્ય
 • લેખક અને કવિઓ વિશેના પ્રશ્નો
 • સમાનાર્થી શબ્દો
 • વિરુદ્વાર્થી શબ્દો
 • છંદ
 • સંધિ
 • અલંકાર
 • સમાસ
 • જોડણી
 • રૂઢિપ્રયોગ
 • શબ્દકોશ

અંગ્રેજી ભાષા અને વ્યાકરણ:

 • ધોરણ 10 સુધીનું અંગ્રેજી
 • સામાન્ય વ્યાકરણ
 • ભાષાંતર
 • શબ્દરચના
 • સ્પેલિંગ સુધારણા

સામન્ય ગણિત:

 • ટાઈમ એન્ડ ડિસ્ટન્સ
 • સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
 • નફો અને ખોટ
 • ધનમૂળ
 • સંભાવના
 • લોહીના સબંધ
 • ગુણોત્તર અને પ્રમાણ
 • સરેરાશ
 • ટકાવારી
 • ક્લોક્સ
 • કેલેન્ડર
 • નંબર એન્ડ સિરીઝ
 • સિલોજીમ

ઉપર જણાવ્યા અનુસાર તલાટી કમ મંત્રીની પરીક્ષા ના સિલબેસ પ્રમાણે જનરલ નોલેજ 50 ગુણ નું રહેશે. આ પરીક્ષામાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ કુલ 20 ગુણનું રહેશે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણ20 ગુણનું રહેશે. ગણિત 10 ગુણનું હશે. મિત્રો, તલાટી કમ મંત્રીની પરીક્ષામાં તમને કુલ 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય મળશે. તલાટી કમ મંત્રીનું પ્રશ્નપત્ર કુલ 100 ગુણ નું રહેશે.

હવે તમને તલાટી કમ મંત્રીના અભ્યાસક્રમ વિશે માહિતી તો મળી જ ગઈ હશે. મિત્રો, આ સિલેબસ લેટેસ્ટ છે. જો તમે તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, મહેનત કરો અને સફળ બનો.

Check This: GPSC Nayab Mamlatdar & Nayab Section Adhikari Syllabus

Check This:સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરંટ અફ્રેર્સ કેવી રીતે તૈયાર કરવા?

Source:https://gpssb.gujarat.gov.in

Leave a Comment