જીપીએસસી નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ નો અભ્યાસક્રમ

GPSC DYSO Syllabus


GPSC DYSO Syllabus In Gujarati: કેમ છો મિત્રો, આજે અમે અહિયાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ની નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની પરીક્ષાનો અભ્યાસક્રમ અમે અહિયાં મુકવાના છીએ. આ અભ્યાસક્રમ એ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે હમણાં જ પ્રસિદ્ધ કરેલ છે. ગુજરાત જાહેર સેવા આયોગની નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી તમને આ લેખ દ્વારા મળી રહેશે.

GPSC Deputy Mamlatdar & Deputy Section Officer (DYSO) Exam Syllabus:
મિત્રો, નાયબ સસેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષાનું માધ્યમ ગુજરાતીમાં રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતીનું પેપર ગુજરાતી ભાષામાં અને અંગ્રેજીનું પેપર અંગ્રેજી ભાષામાં રહેશે. મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગની આ પરીક્ષામાં તમારે બે જ પરીક્ષા આપવાની રહેશે. પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા. આ પરીક્ષામાં તમારે ઈન્ટરવ્યુ પરીક્ષા આવતી નથી જેની નોંધ લેશો.
GPSC Deputy Mamlatdar & Deputy Section Officer (DYSO) Syllabus In Gujarati:
પ્રાથમિક કસોટી (Preliminary Examination):
કુલ પેપર: ૦૧
પેપરનું નામ: સામાન્ય અભ્યાસ
સમય: ૨ કલાક
કુલ ગુણ: ૨૦૦
પરીક્ષાનો પ્રકાર: હેતુલક્ષી

વિષય કોડ:DSP

પ્રશ્નોની સંખ્યા:૨૦૦
મુખ્ય પરીક્ષા (MainExamination):
કુલ પેપર:૦૪
પેપરનું નામ:
 • ગુજરાતી
 • અંગ્રેજી
 • સામાન્ય અભ્યાસ-૧
 • સામાન્ય અભ્યાસ-૨
સમય:૩ કલાક(દરેક પેપર)
કુલ ગુણ:૪૦૦(દરેક પેપર)
પરીક્ષાનો પ્રકાર:વર્ણાત્મક
નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની પરીક્ષાનો અભ્યાસક્રમ મુદ્દા સાથે:
પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ:

પેપર: સામાન્ય અભ્યાસ (Prelim Exam)

૧. ઈતિહાસ:
☀ સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ-જૈન ધર્મ અને બુદ્ધ ધર્મ
☀ મોર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચેલા અને પલ્લવ રાજવંશો
☀ ગુજરાતના મહત્વના રાજવંશો- અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સ્થાપત્ય અને સાહિત્ય
☀ ભારતમાં યુરોપીયનોનું આગમન, ભારતમાં બ્રિટીશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતનો ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં, ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
☀ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા
☀ સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન
☀ આઝાદી પછીનું ભારત, દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ
☀ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ
૨. સાંસ્કૃતિક વારસો:
☀ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કલાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય
☀ ગુજરાતની ;લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરા, તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો
☀ ગુજરાતની કળા અને કસબ: સામાજિક સાંસ્કૃતિક પ્રદાન
☀ આદિવાસી જનજીવન
☀ ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો
૩. ભારતીય રાજ્યવ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો:
☀ ભારતીય બંધારણ-ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારાઓ, મહત્વની જોગવાઈઓ અને અંતર્નીંહિત માળખું.
☀ સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા.
☀ બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
☀ પંચાયતી રાજ
☀ જાહેર નીતિ અને શાસન. શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના પ્રભાવો.
☀ અધિકાર સલગ્ન મુદ્દાઓ. (માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકાર) ઈત્યાદી.
☀ ભારતની વિદેશનીતિ- આંતરરાષ્ટ્રીય સંબંધો – મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનું માળખું અને અધિકૃત આદેશ.
☀ કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.
૪. ભારતીય અર્થતંત્ર અને આયોજ:
☀ સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ – ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ, ઉદ્દેશ્યો, બંધારણ અને કાર્યો.
☀ કૃષિ ક્ષેત્ર અને ઉધોગ ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, બેન્કિંગ અને વીમો, નિયમનકારી માળખું, ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકારો અને તકો.
☀ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, વસ્તુ અને કર સેવા, ખ્યાલ અને સૂચિતાર્થો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ.
☀ ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા.
☀ ગુજરાતનું અર્થતંત્ર – એક અવલોકન, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, કૃષિ, વન, જળ સંશાધનો, ખાણ, ઉધોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.
૫. ભૂગોળ:
☀ સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિસ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમ્મુચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો: ભૌતિક, રસાયણિક, જૈવિક લાક્ષણીકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંશાધનો.
☀ ભૌતિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં: મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મૌસમી આબોહવાના પ્રદેશો: વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉધાન અને અભયારણ્યો, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનીજો.
☀ સામાજિક ભૂગોળ: ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં: વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો.
☀ આર્થિક ભૂગોળ: અર્થતંત્રના મુખ્ય વિભાગો, કૃષિ, ઉધોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણીકતાઓ, પાયાના ઉધોગો, કૃષિ, ખનીજ, જંગલ, ઇંધણ અને માનવશ્રમ આધારિત ઉધોગો, પરિવહન અને વ્યાપાર, પદ્ધતિઓ અને સમસ્યાઓ.
૬. વિજ્ઞાન અને ટેકનોલોજી:
☀ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન.
☀ ઇન્ફોર્મેશન અને કોમ્યુનીકેશન ટેકનોલોજી, આઈટીસીનું સ્વરૂપ અને ક્ષેત્ર, આઈટીસીને ઉતેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ-ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યુરીટી, નેશનલ સાઈબર ક્રાઈમ પોલીસી.
☀ અંતરીક્ષ/અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી, ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ/વિકાસ, વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો.
☀ ભારતની ઉર્જા નીતિ અને પરમાણું નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
☀ પર્યાવરણ વિજ્ઞાન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, વન અને વન્યજીવન સંરક્ષણ, કલાઈમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન.
૭ સામાન્ય બૌધિક ક્ષમતા:
☀ તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા
☀ સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ
☀ આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેણ આકૃતિઓ.
☀ ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો.
☀ સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ભારિત સરેરાશ.
☀ ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
☀ ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકશાન.
☀ સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
☀ સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર,
☀ માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના.
૮. પ્રાદેશિક, રાષ્ટ્રીય, અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ:
મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ:
પેપર-૧ (ગુજરાતી) (Mians Exam)
 • વિષય કોડ: -DSM1
 • માધ્યમ: ગુજરાતી
 • સમય: ૩ કલાક
 • ગુણ: ૧૦૦
☀ નિબંધ: ત્રણ પૈકી કોઈપણ એક (આશરે ૨૫૦ થી ૩૦૦ શબ્દોમાં) – ૧૫ ગુણ
☀ વિચારવિસ્તાર (બે પૈકી કોઈપણ એક) કાવ્યપંક્તિઓ કે ગદ્યસૂક્તિનો વિચારવિસ્તાર (આશરે ૧૦૦ શબ્દોમાં)- ૧૦ ગુણ
☀ સંક્ષેપીકરણ: આપેલા ગધ્યખંડમાંથી આશરે ૧/૩ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ- ૧૦ ગુણ
☀ ગદ્યસમીક્ષા: આપેલા ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લાખો- ૧૦ ગુણ
☀ પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા (આશરે ૧૫૦ શબ્દોમાં)- ૧૦ ગુણ
☀ પત્રલેખન (આશરે ૧૦૦ શબ્દોમાં)- ૫ ગુણ
☀ ચર્ચાપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાં)- ૧૦ ગુણ
☀ અહેવાલલેખન (આશરે ૨૦૦ શબ્દોમાં)- ૧૦ ગુણ
☀ ભાષાંતર – અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ – ૧૦ ગુણ
☀ ગુજરાતી વ્યાકરણ – ૧૦ ગુણ
 • રુઢિપ્રયોગોના અર્થ અને તેનો વાક્યપ્રયોગ
 • કહેવતોનો અર્થ
 • સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ
 • છંદ ઓળખાવો
 • અલંકાર ઓળખાવો
 • શબ્દસમૂહ માટે એક શબ્દ
 • જોડણી શુદ્ધિ
 • લેખન શુદ્ધિ/ ભાષા શુદ્ધિ
 • સંધિ – જોડો કે છોડો
 • વાક્યરચનાના અંગો/ વાક્યના પ્રકાર/વાક્ય પરિવર્તન
પેપર-૨ (અંગ્રેજી)(Mians Exam)
 • વિષય કોડ: -DSM2
 • માધ્યમ: અંગ્રેજી
 • સમય: ૩ કલાક
 • ગુણ: ૧૦૦
☀ ESSAY (A minimum of 250 words and a maximum of 300 words): Choose any one topic from a list of five. (Descriptive/ analytical/ philosophical/ based on Current Affairs) – 15 Marks
☀ LETTER WRITING (in about 150 words): A formal letter expressing one’s opinion about an issue. The issues can deal with daily office matters/ a problem that has occurred in the office/ an opinion in response to one sought by a ranked officer/issues pertaining to recent concern etc. – 10 Marks
☀ REPORT WRITING (in about 200 words): A report on an official function/event/field trip/survey etc– 10 Marks
☀ WRITING ON VISUAL INFORMATION (in about 150 words):A report on a graph/image/ flow chart/table of comparison/ simple statistical data etc.– 10 Marks
☀ FORMAL SPEECH (in about 150 words): A speech (in a formal style) that is to be read out in a formal function. This could be an inauguration speech, an educational seminar/conference, a formal ceremony of importance, etc.– 10 Marks
☀ PRECIS WRITING: A precis in about 100 words for a 300-word passage.– 10 Marks
☀ READING COMPREHENSION: A reading passage of about 250 words to be given followed by short-answer-type questions.– 10 Marks
☀ ENGLISH GRAMMAR:– 15 Marks
 • a. Tenses
 • b. Voice
 • c. Narration (Direct-Indirect)
 • d. Transformation of sentences
 • e. Use of Articles and Determiners
 • f. Use of Prepositions
 • g. Use of Phrasal verbs
 • h. Use of idiomatic expressions
 • i. Administrative Glossary
 • j. Synonyms/Antonyms
 • k. One-word substitution
 • l. Cohesive devices/Connectives/Linkers
 • m. Affixes
 • n. Words that cause confusion like homonyms/homophones.
☀ TRANSLATION: Translation of a short passage (of about 150 words) from Gujarati to English.– 10 Marks

પેપર-૩ (સામાન્ય અભ્યાસ-૧)(Mians Exam)
 • વિષય કોડ: -DSM3
 • માધ્યમ: ગુજરાતી
 • સમય: ૩ કલાક
 • ગુણ: ૧૦૦
૧. ભારતનો ઈતિહાસ:
☀ સિંધુ ખીણની સભ્યતા: લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સંસ્કૃતિક ઈતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ-જૈન ધર્મ અને બુદ્ધ ધર્મ, નંદ અને રાજવંશ
☀ મોર્ય અને ગુપ્ત સામ્રાજ્ય
☀ વિજયનગર સામ્રાજ્ય અને દક્ષીણ ભારતના મહત્વના રાજવંશો.
☀ ગુજરાતના મહત્વના રાજવંશો, તેમનું વહીવટી તંત્ર, કળા, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી
☀ શૈક્ષણિક સંસ્થાઓ, તક્ષશીલા, નાલંદા અને વલભી.
☀ ભારતમાં યુરોપીયનોનું આગમન, ભારતમાં બ્રિટીશ શાસનની સ્થાપના અને વિસ્તરણ ૧૭૫૭ થી ૧૮૫૬, જમીન મહેસુલ પદ્ધતિ, કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી, શિક્ષણ પદ્ધતિ.
☀ ભારતનો ૧૮૫૭નો સંગ્રામ, ૧૯ મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર પરિબળો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ.
☀ રાષ્ટ્રીય ફલક પર મહાત્મા ગાંધીનો ઉદય અને તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન દર્શનનો ભારતના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સંસ્કૃતિક જીવન પર પ્રભાવ.
☀ સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા.
☀ ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, આઝાદ હિન્દ ફોજ અને સુભાષચંદ્ર બોઝ
☀ આઝાદી પછીનું ભારત, દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.
૨. સંસ્કૃતિક વારસો:
☀ ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીન અર્વાચીન સમય સુધીના તેના કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યની મુખ્ય લાક્ષણીકતાઓ.
☀ ભારતીય ચલચિત્રો અને રંગભૂમિ તથા તેનો સમાજ પર પ્રભાવ.
☀ ગુજરાતના કળા અને કસબ
☀ ગુજરાતી રંગભૂમિ
☀ ગુજરાતની લોકસંસ્કૃતિ અને મૌખિક પરંપરા, તેનું મહત્વ , લાક્ષણિકતાઓ અને અસરો.
☀ ગુજરાતના દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ
૩. ભૂગોળ:
☀ ગુજરાત અને ભારતની ભૌતિક લાક્ષણિકતાઓ અને સંશાધનોનો અભ્યાસ: મુખ્ય ભૂમિસ્વરૂપો, આબોહવા, જમીન, ખડકો, નદીઓ, જળાશયો, વનસ્પતિ, ખનીજ અને જળ સંશાધન.
☀ આર્થિક પ્રવૃતિઓ, પ્રાથમિક, દ્રિતીય, તૃતીય અને ચતુર્થ
☀ સામાજિક અને વસ્તુવિષયક ભૂગોળ
☀ વિકાસકીય અને પર્યાવરણીય મુદ્દાઓ, ટકાઉ વિકાસ, વૈશ્વિકીકરણ: તેની સામાજિક અને આર્થિક અસરો, સ્માર્ત સીટી અને ઉપાયો, કુદરતી પ્રકોપો, કાર્બન ઉત્સર્જન, પ્રદુષણ પ્રકોપ, વ્યવસ્થાપન. આબોહવા પરિવર્તન અને પર્યાવરણ ક્ષયની સમસ્યાઓ માટે વૈશ્વિક પ્રતિભાવ, મહત્વપૂર્ણ સંધિઓ અને સંમેલનો.
૪. વિજ્ઞાન અને ટેકનોલોજી:
☀ ઉમદા માનવજીવન માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનનો સમન્વય, રોજ બરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનું યોગદાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ અને પ્રસારમાં પડકારો અને બાધાઓ, રાષ્ટ્ર ઘડતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા અને અવકાશ.
☀ ઈમ્ફર્મેશન અને કામ્યુંનીકેશન ટેકનોલોજી – તેનું મહત્વ, લાભ અને પડકારો, ઈ-ગવરનન્સ અને ભારત, સાયબર ક્રાઈમ અને સાયબર સિક્યોરીટી બાબતે નીતિઓ.
☀ ભારતનો અંતરીક્ષ કાર્યક્રમ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, ભારતની ઉર્જાનીતિ અને પરમાણું નીતિ, સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજીનું મહત્વ, લાભ અને પડકારો.
☀ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતીયોની સિદ્ધિ, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ સંબંધી બાબતો.
૫. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ.

પેપર-૪ (સામાન્ય અભ્યાસ-૨)(Mians Exam)

 • વિષય કોડ: -DSM4
 • માધ્યમ: ગુજરાતી
 • સમય: ૩ કલાક
 • ગુણ: ૧૦૦
૧. ભારતીય રાજ્યવ્યવસ્થા અને બંધારણ:
☀ ભારતનું બંધારણ અને તેની મુખ્ય ;લાક્ષણિકતાઓ.
☀ ભારતીય સંઘ તથા રાજ્ય સરકારોના કાર્યો તથા ફરજો.
☀ સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ તથા પડકારો – રાજ્યોમાં રાજ્યપાલની ભૂમિકા.
☀ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન (કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સહવર્તી યાદી) મુદ્દાઓ અને પડકાર.
☀ મહત્વના બંધારણીય સુધારા.
☀ બંધારણીય સંસ્થાઓ અને તેમની ભૂમિકા.
☀ સંસદ અને રાજ્ય વિધાન ગૃહ – માળખું કામગીરી, કાર્યસંચાલન, સત્તા અને વિશેષાધિકાર તથા સલગ્ન મુદ્દાઓ.
☀ ભારતમાં ન્યાયપાલિકા – માળખું અને કાર્યો, કટોકટીને લગતી અગત્યની જોગવાઈઓ અને બંધારણીય સુધારાઓ, ન્યાય સમીક્ષા, જનહિત યાચિકા.
૨. લોક્પ્રશાસન અને શાસન:
☀ લોક્પ્રસશાનનો અર્થ, પ્રકૃતિ તથા કાર્યક્ષેત્ર – ભારતમાં ઉત્ક્રાંતિ, બ્રિટીશ શાસનનો વારસો.
☀ લોકશાહીમાં મુલ્કી સેવાની ભૂમિકા
☀ વિવિધ ક્ષેત્રોના વિકાસના સંદર્ભમાં સરકારની નીતિઓ તથા દરમિયાનગીરી, અમલીકરણના મુદ્દાઓ તથા સમસ્યાઓ.
☀ વિકાસ પ્રક્રિયા- નાગરિક સમાજ, બિન સરકારી સંગઠનો તથા અન્ય સહભાગીઓની ભૂમિકા.
☀ વૈધાનિક, નિયમનકારી અને વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓ.
☀ સુશાસન અને ઈ-શાસન – પારદર્શિતા, શાસનમાં ઉત્તરદાયિત્વ તથા સંવેદનશીલતા – નાગરિક અધિકારપત્ર, માહિતી અધિકારનો હક, જાહેર સેવા અધિનિયમ અને આ સર્વેની અસરો, સામાજિક અન્વેક્ષણ અને તેનું મહત્વ.
☀ અધિકાર સંલગ્ન મુદ્દાઓ (માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકાર) ઈત્યાદી.
☀ મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો અને તેનું માળખું.
૩. લોકસેવામાં નીતિશાસ્ત્ર:
☀ નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ: સાર, નિર્ધારકો અને માનવ વ્યવહારો પર અસરો/પ્રભાવ, પરિણામો નીતિશાસ્ત્રના પરિણામો, વ્યક્તિગત અને જાહેર સંબંધમાં નીતિશાસ્ત્ર, સત્યનિષ્ઠા અને ઉત્તરદાયિત્વ – મહીતિ અધિકાર કાયદો, જાહેર સેવા કાયદો અને તેની અસરો.
☀ વલણ: મૂળ તત્વો, કાર્યો, વિચારો, અને વર્તણુક/વ્યવહાર પર તેની અસરો અને સંબંધ, ચારિત્ર્ય અને રાજકીય વલણ, સામાજિક અસરો તથા સમજાવટ/પ્રોત્સાહનની ભૂમિકા.
☀ ભાવાત્મક બુદ્ધિમત્તા, ખ્યાલ, વહીવટ અને શાસનમાં તેની ઉપયોગીતા અને વિનિયોગ.
☀ માનવમુલ્યો: નાગરિકોને મૂલ્ય સંબંધિત શિક્ષિત કરવામાં કુટુંબ, સમાજ તથા શૈક્ષણિક સમસ્યાઓની ભૂમિકા.
☀ નીતિશાસ્ત્ર સંબંધિત મુદ્દાઓ અને પડકારો – ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર, લોકપાલ, લોકાયુક્ત.
☀ ઉપરોક્ત ક્રમ ૧ થી ૫ સંબંધિત કેસ સ્ટડી.
૪. ભારતીય અર્થતંત્ર અને આયોજન:
☀ ભારતીય અર્થતંત્ર: ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક કામગીરી, ગતિશીલતા, પડકારો, નવી પહેલ, સુધારણા વગેરે. અગત્યની ઘટનાઓ, વિકાસ અને સામાજિક ક્ષેત્રની પહેલ. નીતિ આયોગ: ઉદ્દેશ્યો, બંધારણ અને કાર્યો. સામાજિક ઓડીટ, કૃષિ, ઉધોગો, આંતરમાળખાકીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર.
☀ નાણા અને બેન્કિંગ માટે નિયમનકારી માળખું, વિભાવનાઓ, માળખું અને ભૂમિકા, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ.
☀ ભારતીય જાહેર વિત્તવ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, અર્થતંત્રના વિવિધ સુચકાંકો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ.
☀ ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ અર્થતંત્ર – પડકારો અને નીતિઓ, ભારતમાં રોજગાર નીતિઓ અને યોજનાઓ.
☀ બાહ્ય ક્ષેત્ર: વિદેશ વેપારના વલણો, સંરચના અને દિશા, બાહ્ય ક્ષેત્ર સુધારાઓ, વિદેશી સંસ્થાકીય રોકાણ અને વિદેશી પ્રત્યક્ષ રોકાણ.
☀ ગુજરાતનું અર્થતંત્ર: એક અવલોકન, ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ ગુજરાતનું અર્થતંત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ, ગુજરાતમાં સહકારી આંદોલન અને જીવનની સામાજિક આર્થિક બાબતો પર તેની અસર.
☀ આંતરમાળખાકીય સુવિધાઓ: ઉર્જા, બંદરો, માર્ગો, હવાઈમથકો, રેલ્વે, ટેલી કોમ્યુનીકેશન, સોશિયલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ.
નોંધ: ઉપર આપેલ સંપૂર્ણ અભ્યાસક્રમ એ ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે અને તે મુજબ જ અહિયાં મુકવામાં આવેલ છે. જો લખાણમાં કોઈપણ પ્રકારની ભૂલ તમને જણાય તો અમને કોમેન્ટ બોક્સ દ્વારા સૂચવવા વિનંતી છે. જો તમે બીજી કોઈં પરીક્ષાનો અભ્યાસક્રમ શોધી રહ્યા છો તો અચૂકપણે અમને જણાવો. ટૂંક સમયમાં અમે આ સાઈટ ઉપર અપલોડ કરી દઈશું. આભાર.


Leave a Comment